તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાઇવાન:1 વર્ષ પહેલાં તળાવમાં પડી ગયેલો આઇફોન ચાલુ કન્ડિશનમાં મળ્યો, માલિકે કહ્યું, ‘મેં તો આશા ખોઈ દીધી હતી, આ એક ચમત્કાર છે’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવ સુકાઈ જતાં આઇફોન 11 પ્રો મેક્સ દેખાયો હતો
  • લેકની દેખરેખ રાખતા કર્મચારીએ માલિકને ફોન કર્યો

મોંઘી વસ્તુ ખોવાઈ જતાં દરેકને દુઃખ થાય છે. ઘણા સમય સુધી જીવ પણ બળે છે, પણ અચાનક આ જ વસ્તુ મળી જાય તો? તાઈવાનમાં એક નસીબદાર વ્યક્તિ સાથે આ ઘટના હકીકતમાં બની છે. 1 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો આઈફોન મળી જતાં તેની ખુશીનો પાર ના રહ્યો.

હાલ તાઈવાનમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. નદીઓમાંથી પાણી સુકાઈ રહ્યું છે. આ દરમિયાન દેશના આઇકોનિક લેકમાંના એક એવા સન મૂન લેકનું પાણી પણ સુકાઈ ગયું છે. એક સમયે આ તળાવ પાણીથી છલોછલ ભરેલું રહેતું હતું, પણ હાલ એમાં કીચડ છે. આ ઘટના શેન નામની વ્યક્તિ માટે લકી સાબિત થઈ છે.

સુકાયેલા તળાવમાંથી આઈફોન મળ્યો
શેન આશરે 1 વર્ષ પહેલાં સન મૂન લેક ફરવા આવ્યો હતો અને અહીં ભૂલથી તેનો ફોન તળાવમાં પડી ગયો હતો. આઈફોન 11 પ્રો મેક્સ પરત મળશે એવી કોઈ આશા નહોતી. ગયા અઠવાડિયે શેનને લેકનું ધ્યાન રાખતા કર્મચારીનો ફોન આવ્યો અને એના આઈફોન મળ્યાની વાત કહી. શરૂઆતમાં તો શેનને આ વાત એક સપના જેવી લાગી. નવાઈની વાત એ હતી કે આઈફોન ચાલુ કન્ડિશનમાં હતો.

આઈફોન પર્ફેક્ટ કન્ડિશનમાં હતો
એક વર્ષ સુધી તળાવમાં રહેવા છતાં આઈફોન બગડ્યો નહિ. શેને ખુશ થઇને આ સ્ટોરી ફેસબુક પર શેર કરી છે. શેન માટે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી. શેન તેના ઘરેથી આઈફોન લઇ આવ્યો. એ પહેલાંની જેમ જ કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો