અમેરિકામાં એક વ્યક્તિ વર્ષોથી ‘કેશ ફોર લાઈફ’ ગેમની લોટરી ટિકિટ ખરીદે છે. વર્ષ 2002માં એલ્વિન કોપલેન્ડ 76 લાખ રૂપિયાની લોટરી જીત્યા હતા. એ પછી પણ તેમણે લોટરી ખરીદવાનું શરૂ રાખ્યું. 20 વર્ષ પછી તેઓ 1 મિલિયન ડોલર એટલે કે 7.6 કરોડ રૂપિયા જીતી ગયા છે.
જૂન 2002માં પ્રથમ લોટરી જીત્યા હતા
એલ્વિન દર વખતે તેમને ગમતા નંબરની લોટરી ટિકિટ ખરીદે છે. અત્યાર સુધી બે વખત તેમનું નસીબ ચમકી ઊઠ્યું છે. આટલી મોટી રકમ જીતી ગયા હોવાની વાત એલ્વિન અને તેમના પરિવારને ગળે ઉતરતી નહોતી. જૂન 2002માં 1 લાખ ડોલર એટલે કે 76 લાખ રૂપિયા જીત્યા હતા. લોટરીનો ચેક લેતી વખતે કેલ્વિને કહ્યું, ‘હું અત્યારે ખૂબ ખુશ છું.’
મિત્રની ગિફ્ટથી નસીબ ચમક્યું
મેસાચ્યુએટ્સ રાજ્યમાં રહેતા એલેક્ઝેન્ડર મેકલિશે ઓપન હાર્ટ સર્જરી કરાવી હતી. આ સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ અને હાલ તેમની તબિયત પણ સારી છે. તેમના એક મિત્રએ એલેક્ઝેન્ડરને ‘ગેટ વેલ સૂન’નું કાર્ડ આપ્યું હતું અને તેની સાથે લોટરી ટિકિટ ગિફ્ટ કરી. આ લોટરી ટિકિટથી તેઓ સેકન્ડ પ્રાઈઝ એટલે કે 1 મિલિયન ડોલર જીતી ગયા.
દીકરી માટે સ્કૂલબેગ લેવા ગયેલા પિતાએ લોટરી ટિકિટ ખરીદી
લોટરી ટિકિટ જીતનારા લોકોની સ્ટોરી ઘણી રસપ્રદ હોય છે. મામૂલી કિંમતમાં ખરીદેલી ટિકિટ વિનર્સને રાતોરાત કરોડપતિ બનાવી દે છે. અમેરિકામાં ફ્લોરિડામાં રહેતો ક્લેવલેન્ડ પોપ તેની દીકરી માટે સ્કૂલ બેગ ખરીદવા ગયો હતો. આ દરમિયાન તેણે લોટરી 30 ડોલરમાં ટિકિટ ખરીદી અને તે 1 મિલિયન ડોલર એટલે કે 7 કરોડ રૂપિયાનો માલિક બની ગયો હતો.
મા-દીકરા બંને લોટરી જીત્યા
નોર્થવેસ્ટ ઇંગ્લેન્ડમાં એક મા-દીકરાનું નસીબ રાતોરાત ચમકી ઊઠ્યું હતું. આ બંનેને 30 હજાર પાઉન્ડ એટલે કે 30 લાખ રૂપિયાની લોટરી જીતી હતી. 60 વર્ષીય કેથલિન મિલર અને તેના 35 વર્ષીય દીકરા પોલે સાથે લોટરી ટિકિટ ખરીદી હતી.
અમેરિકાના યુવકે પ્રથમવાર ઓનલાઇન 20 લોટરી ટિકિટ ખરીદી અને વિનર બન્યો
અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં રહેતા યુવકે એક જ નંબરની 20 ટિકિટ ખરીદી હતી અને તે 20 વખત વિજેતા બન્યો. વિલિયમના કેસમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, તેણે જીવનમાં પ્રથમવાર લોટરી ટિકિટ ખરીદી હતી. ટિકિટ ખરીદતી વખતે તેણે પોતાની બુદ્ધિ વાપરી અને કેશ પ્રાઈઝ જીત્યો. 20 લોટરીમાં તે ટોટલ 1 લાખ ડોલર એટલે કે કુલ 75 લાખ રૂપિયા જીત્યો હતો. આ રૂપિયાનું તે શું કરશે તે હજુ વિચાર્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.