ત્રણ વર્ષની બાળકીને બચાવવા માટે એક વ્યક્તિએ એવી હિંમત બતાવી કે હવે લોકો તેને હીરો કહી રહ્યા છે. કઝાકિસ્તાનના રહેવાસી 37 વર્ષના આ વ્યક્તિએ કામ પર જતી વખતે એક બાળકીને 8મા માળે લટકતી જોઈ હતી. ત્યાં બીજા લોકો પણ જમા થઈ ગયા હતા, પરંતુ કોઈપણ બાળકીને બચાવવા ઉપર જતું ન હતું. આવી સ્થિતિમાં તે વ્યક્તિએ કોઈ પણ મદદ વગર બારીથી લટકીને 80 ફૂટ ઉપરથી બાળકીને સુરક્ષિત રીતે ઉતારી લીધી.
મિત્રોની સાથે કામ પર જઈ રહ્યો હતો, બારી પર લટકતી હતી માસૂમ
સબિત શોંતકબાએવ દરરોજની જેમ પોતાના મિત્રોની સાથે કામ પર જઈ રહ્યો હતો. ત્યારે તેણે ભીડ જોઈ. ભીડ એક બિલ્ડિંગની નીચે હતી. તે બિલ્ડિંગના 8મા માળની બારી પર એક નાની બાળકી ફસાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં સબિતે તેને બચાવવાનો નિર્ણય કર્યો અને કોઈપણ સુરક્ષા ઉપકરણ વગર તેણે બારી પર લટકતી બાળકીને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધી.
માતા શોપિંગ કરવા ગઈ હતી, ઘરમાં બાળકી એકલી હતી
ત્રણ વર્ષની બાળકીની માતા તેને ઘરમાં એકલી મૂકીને શોપિંગ કરવા ગઈ હતી. બાળકી બારી સુધી પહોંચવા માટે ઓશીકા અને પોતાના રમકડાંથી સીડી બનાવી હતી. આમ કરતા કરતા તે બારી પર ફસાઈ ગઈ હતી. આ બારી જમીનથી 80 ફૂટ ઉંચી હતી.
મોડું થઈ રહ્યું હતું એટલે રેસ્ક્યુ પછી સીધો કામ પર ગયો સબિત
સબિતે કામ પર જતી વખતે બાળકીને ફસાયેલી જોઈ હતી. તેને બચાવવામાં સબિતને કામ માટે મોડું થઈ ગયું. તેથી રેસ્ક્યુ પછી તે કોઈને પણ મળ્યા વગર સીધો પોતાના મિત્રોની સાથે કામ પર જતો રહ્યો. તેણે બાળકીની માતાની શોપિંગથી પરત ફરવાની પણ રાહ જોઈ ન હતી. હવે સબિતને કઝાકિસ્તાન સરકાર દ્વારા મેડલ આપવામાં આવ્યું છે. લોકો તેણે હીરો તરીકે જોઈ રહ્યા છે.
રિપોર્ટના અનુસાર, સબિતે જણાવ્યું કે, 'તેણે નથી લાગતું કે તેણે કોઈ હીરોવાળુ કામ કર્યું હોય. બધા લોકોએ આવી સ્થિતિમાં આવું કરવું જોઈએ.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.