માતા પ્રત્યે અનોખો પ્રેમ:પહેલી ડેટ પર યુવક માતાના અસ્થિ લઈને પહોંચ્યો, આઘાતમાં યુવતીએ તેને ફરી મળવાની ઘસીને ના પાડી દીધી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ડેડિંગ એપ પર વાતો કર્યા બાદ બંનેએ લંચ પર મીટિંગનો પ્લાન બનાવ્યો
  • યુવકને તેની માતાના અસ્થિ સાથે જોઈ યુવતી ચોંકી ગઈ

ઓનલાઈન ડેટિંગ એપનાં માધ્મયથી થતી ડેટના એક્સપિરિઅન્સ ઘણી યુવતીઓને હંમેશાં માટે યાદ રહી જાય તેવા હોય છે. એક યુવતીને તેની પહેલી જ ડેટનો એક્સપિરિઅન્સ એવો વિચિત્ર થયો કે તે ક્યારેય નહિ ભૂલી શકે. યુવતીને મળવા માટે યુવક તેની માતાના અસ્થિ લઈને આવ્યો અને મહિલા ચોંકી ગઈ.

યુવતી આ યુવક સાથે ટિન્ડર એપ પર ઘણા સમયથી વાતો કરતી હતી. ફાઈનલી તેમણે મળવાનો વિચાર કર્યો. યુવતીએ તેને ઘરે લંચ માટે બોલાવ્યો. પહેલી જ મીટિંગમાં યુવક મોડો પડ્યો.

સામાન્ય રીતે છોકરીઓ ઘણી વાતોડી હોય છે પરંતુ આ ડેટમાં સ્થિતિ વિપરિત હતી. યુવતીની સામે યુવકે દરેક ફેમિલી ડ્રામા શેર કર્યા. વાતવાતમાં અચાનક યુવકે તેના ખિસ્સાંમાંથી એક કાચની શીશી કાઢી. આ શીશીમાં તેની માતાના અસ્થિ હતા.

યુવકે આ કાચની શીશી બહાર કાઢી યુવતીને કહ્યું, હું મારી માતા સાથે તમને ઈન્ટ્રોડ્યુસ કરાવું. આ સાંભળીને જ યુવતી ચોંકી ગઈ. આવી પરિસ્થિતિમાં તેને ન સમજાયું કે તે હસે, રડે કે તે જગ્યાએથી દોટ મૂકે.

માતાનો હંમેશાં સાથ રહે તે માટે અસ્થિ જોડે રાખે છે
અસ્થિ બહાર કાઢી યુવતીને કહ્યું કે, તેની લાઈફના દરેક મહત્ત્વના પ્રસંગે તે પોતાની માતાને સાથે રાખે છે. તેના નેકલેસ અને રિંગમાં પણ માતાના અસ્થિનો સમાવેશ થાય છે.

આટલું જ નહિ લંચ પત્યા પછી યુવકે યુવતીને મેસેજ કર્યો કે, મમ્મીને તું ખુબ પસંદ છે હું તમને ફરી મળવા માગીશ. આ સાંભળી યુવતીએ તેને જવાબ આપ્યો કે યુવક કે તેની માતા સાથે તેને કોઈ કનેક્શન ફીલ થયું નહીં.

અન્ય સમાચારો પણ છે...