ઈન્ડોનેશિયા:ગૂગલ મેપ્સની ભૂલને કારણે દુલ્હાના અન્ય કોઈ યુવતી સાથે લગ્ન થતાં બચ્યા, સોશિયલ મીડિયામાં વેડિંગ વેન્યુનો વીડિયો વાઈરલ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેડિંગ વેન્યુ પર દુલ્હન મેકઅપમાં એટલી વ્યસ્ત હતી કે તેને જાણ જ ના થઈ કે આ કોઈ બીજી જ ફેમિલીની જાન આવી છે
  • બીજી ફેમિલી વેડિંગ વેન્યુ પર ગૂગલ મેપ્સની એરરને કારણે પહોંચી હતી

કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમથી લઈને ઓનલાઈન અભ્યાસ માટે દુનિયાભરના લોકો ટેક્નોલોજી પર નિર્ભર બન્યા છે. પરંતુ માણસોની જેમ આ ટેક્નોલોજીની પણ પોતાની એક સીમા છે. ટેક્નોલોજીની એરરને કારણે કેવી અજીબો ગરીબ ઘટનાઓ બની શકે તેનો એક હાસ્યાસ્પદ કિસ્સો ઈન્ડોનેશિયામાં સામે આવ્યો છે. ગૂગલ મેપ્સની એરરને કારણે વરરાજા બીજી કોઈ દુલ્હન સાથે લગ્ન કરતાં બચ્યો છે.

વરરાજા અને તેમની ફેમિલી ગૂગલ મેપ્સના સહારે વેડિંગ વેન્યુ પર પહોંચ્યા હતા, પરંતુ આ વેન્યુ કોઈક બીજો જ હતો અને ત્યાં કોઈ બીજા કપલના લગ્ન થવાના હતા. બંને ફેમિલી વચ્ચે એટલું કન્ફ્યુશન થયું કે વરરાજા અને તેની ફેમિલીને દુલ્હનની ફેમિલીએ ગિફ્ટ્સ અને સારું માન સન્માન આપ્યું, પરંતુ વાત વાતમાં ખોટાં વેન્યુ પર રહેલી દુલ્હનના એક ફેમિલી મેમ્બરને જાણ થઈ કે આ દુલ્હે રાજાની ફેમિલી તો અલગ જ છે.

ખોટા એડ્રેસ પર પહોંચેલી વરરાજાની ફેમિલીને ગિફ્ટ્સ અને માન સન્માન પણ મળ્યું
ખોટા એડ્રેસ પર પહોંચેલી વરરાજાની ફેમિલીને ગિફ્ટ્સ અને માન સન્માન પણ મળ્યું

ગૂગલ મેપ્સને લીધે થયું મોટું કનફ્યુશન
લોકલ મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કન્ફ્યુશન એટલા માટે થયું કે ઈન્ડોનેશિયાના સેન્ટ્રલ જાવા ગામમાં એક સાથે 2 પ્રસંગો યોજાવાના હતા. પહેલાં દુલ્હનને ખ્યાલ જ રહ્યો કે વેન્યુ પર આવેલી જાન એ લોકોની નથી જેની તે આતુરતાથી રાહ જોઈ રહી હતી. કારણ કે દુલ્હન તેના મેકઅપમાં વ્યસ્ત હતી. ખોટા એડ્રેસ પર પહોંચેલી ફેમિલીનો વેન્યુ છોડી રહેલો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

આ બધું જ કન્ફ્યુશન ગૂગલ મેપ્સની એરરને કારણ થયું હતું. ભુલથી જે લોકો જાન લઈને બીજા એડ્રેસે પહોંચી ગયેલા તેમણે વેન્યુ શોધવા માટે ગૂગલ મેપ્સનો સહારો લીધો હતો. દુલ્હાના લગન સેન્ટ્રલ જાવાના લોસારી હેમલેટમાં થવાના હતા. પરંતુ ગૂગલ મેપ્સે તેમને જેન્ગકોલ હેમલેટનો રસ્તો બતાવ્યો હતો. આ બંને જગ્યા એકબીજાથી ખુબ નજીક હતી. લોસારી હેલમેટમાં મારિયા ઉલ્ફા અને બુરહાન સિદ્દિકીના લગ્ન થવાના હતા.

એક્ચ્યુઅલ દુલ્હાની ફેમિલી ટોઈલેટની શોધમાં મોડી પડી
બુરહાન સિદ્દિકી વેન્યુ પર મોડા આવતા ખોટા એડ્રેસ પર આવેલા સગાઓનું ઉલ્ફાની ફેમિલીએ સ્વાગત કર્યું હતું. સિદ્દિકીની ફેમિલી એટલા માટે મોડી પડી હતી કારણ કે તેઓ રસ્તામાં ટોઈલેટની શોધમાં હતાં. તેવામાં બીજી જ ફેમિલી આવી જતાં ઉત્સાહમાં મસમોટું કન્ફયુશન થયું હતું.

ફાઈનલી બંને કપલે તેમના પાર્ટનર સાથે લગ્ન કર્યા
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ લોકો અનેક પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. મોટા ભાગના યુઝર્સને એ જ આશ્ચર્ય છે કે દુલ્હાને એ કેમ ન ખબર પડી કે તો ખોટા એડ્રેસ પર આવી ગયો છે. કેટલાક યુઝર એવું ગણિત લગાવી રહ્યા છે કે કદાચ તેમના એરેન્જ મેરેજ હશે. જોકે હાંશકારો એ વાતનો છે કે બંને કપલે તેમના મનપસંદ પાર્ટનર સાથે જ લગ્ન કર્યા અને ગૂગલ મેપ્સની ભૂલને કારણે થયેલાં કન્ફ્યુશન પછી પણ ટ્રેજેડી થતાં બચી ગઈ.