• Gujarati News
  • Lifestyle
  • Malvika, 20, Made History By Beating Saina Nehwal, Who Started Playing Badminton At The Age Of Eight.

યુવા ટેલેન્ટનો યુગ શરૂ:20 વર્ષની માલવિકાએ સાઈના નેહવાલને હરાવીને ઈતિહાસ રચ્યો, 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમવાનું શરુ કર્યું હતું

રાધા તિવારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલવિકાના માતા-પિતા ડેન્ટિસ્ટ છે
  • બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં માલવિકાનો રેન્ક 111મો છે

રાતોરાત મહારાષ્ટ્રની માલવિકા બનસોડ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. માલવિકાએ ઇન્ડિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ગુરુવારે લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ સાઈના નેહવાલને હરાવીને બાજી પલટી દીધી. વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં માલવિકાએ સાઇનાને 21-17, 21-9થી હરાવી છે. આ મેચ 34 મિનિટ સુધી ચાલી હતી. સાઇના અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં 25માં નંબર પર છે. જ્યારે માલવિકાનો રેન્ક 111મો છે.

માલવિકા મહારાષ્ટ્રના નાગપુર શહેરની રહેવાસી છે. 20 વર્ષની ખેલાડીએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. તે અંડર-13 અને અંડર-17 લેવલ પર સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે. વર્ષ 2018માં માલવિકા વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ થઈ હતી. વર્ષ 2018માં તેણે કાઠમાંડુમાં સાઉથ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જીત મેળવી હતી. વર્ષ 2019માં ઓલ ઇન્ડિયા સીનિયર રેન્કિંગ ટુર્નામેન્ટ જીતી. વર્ષ 2019માં માલવિકાએ મોલદિવ્સ ઇન્ટરનેશનલ ફ્યુચર સીરિઝ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું.

સાઈનાને હરાવીને ઈતિહાસ રચ્યો
માલવિકા સાઈના નેહવાલને પોતાની આદર્શ માને છે. આ ગેમમાં તે પ્રથમવાર સાઈનાને મળી હતી. માલવિકા સાઈનાને હરાવીને જીતનારી બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. વર્ષ 2007માં પીવી સિંધુ પછી સાઈના નેહવાલને હરાવવામાં માલવિકા સફળ રહી. સાઈના વિરુદ્ધ રમ્યા પછી માલવિકાએ કહ્યું હતું, હું બાળપણની તેને જોઉં છું. તે મારી આદર્શ છે. તેને હરાવવી એ મારા માટે કોઈ સપનું સાચું થયું હોય તેવું છે.

જાણો કોણ છે માલવિકા બનસોડ?
માલવિકાનો જન્મ 15 સપ્ટેમ્બર, 2001માં મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. માલવિકાનું સમગ્ર ફેમિલી ગ્રેજ્યુએટ છે. માતા-પિતા ડેન્ટિસ્ટ છે. માલવિકાની માતાએ તેની દીકરીને બેડમિન્ટનના કરિયરમાં મદદ કરવા માટે સ્પોર્ટ્સ સાયન્સમાં માસ્ટર કર્યું. તેણે 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમવાનું શરુ કર્યું હતું. એવું નથી સ્પોર્ટ્સમાં આગળ હોવાને લીધે અભ્યાસમાં પાછળ છે. તેણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 90%થી વધારે માર્ક્સ મેળવ્યા હતા. માલવિકાના પર્ફોમન્સ પરથી લાગી રહ્યું છે કે બેડમિન્ટનમાં યુવા ટેલેન્ટનો યુગ શરૂ થઈ ગયો.