• Gujarati News
  • Lifestyle
  • Male Mosquitoes Move Around Humans To 'eel Eel' With Female Mosquitoes, Detecting Human Odors From 10 Meters Away

રિસર્ચ:માદા મચ્છરો સાથે 'ઈલુ ઈલુ' કરવા માટે નર મચ્છર માણસોની આજુ બાજુ ફર્યા કરે છે, 10 મીટર દૂરથી માણસોની ગંધ પારખી લે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માદા મચ્છર જ માણસનો કરડે છે જ્યારે નર મચ્છર ફૂલોના રસ પર નિર્ભર હોય છે

કાન પાસે ગણગણાટ કરતા મચ્છરોથી તમે ભલે કંટાળી ગયા હો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દરેક મચ્છર તમને હેરાન કરવા કે કરડવા માટે આવતા નથી. નર મચ્છર માણસોનું લોહી પીવા માટે તેમની આસપાસ નથી ફરતા પરંતુ તેઓ માણસોનું લોહી ચૂસતા માદા મચ્છરો સાથે 'ઈલુ ઈલુ' કરવા માટે ફરે છે. નવાં રિસર્ચ પ્રમાણે, નર મચ્છર માણસો તરફ આકર્ષાય છે અને તેમની આજુ બાજુ ફર્યા કરે છે. તાજેતરમાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

10 મીટર દૂરથી માણસની ગંધ પારખી લે છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મચ્છર આશરે 10 મીટર દૂરનાં અંતરેથી માણસો શોધી લે છે. તેનું કારણ માણસોના ઉચ્છવાસ વાટે બહાર આવતો કાર્બન ડાયોક્સાઈડ વાયુ છે. મચ્છર કાર્બન ડાયોક્સાઈડ શોધતાં શોધતાં ગણતરીની સેકન્ડમાં માણસોની ગંધ પારખી લે છે. માણસોને કરડવાનું કામ માત્ર માદા મચ્છર કરે છે. નર મચ્છર પોતાની ભૂખ મટાડવા માટે ફૂલોના રસ પર નિર્ભર હોય છે.

માણસને હેરાન કરવામાં નર મચ્છરો પણ ચઢિયાતા
નવાં રિસર્ચ પ્રમાણે, નર મચ્છર ભલે માણસોનું લોહી ન ચૂસતાં હોય પરંતુ તે પણ માણસોને હેરાન કરવાનું બાકી નથી રાખતાં. 'જર્નલ ઓફ મેડિકલ એન્ટોમોલોજી'માં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, અત્યાર સુધી માનવામાં આવતું હતું કે નર મચ્છર માણસોની આજુ બાજુ ફરકતા નથી.

રિસર્ચ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નર મચ્છર પણ માણસની આસપાસ ફરે છે કે કેમ તે તપાસવા માટે એડીઝ ઈજિપ્ટી પ્રજાતિ પર એક પ્રયોગ કરવામાં આવ્યો. એક યાર્ડમાં આ પ્રજાતિના માત્ર નર મચ્છરો છોડવામાં આવ્યા. કેમેરાની મદદથી તેમનાં પર નજર રાખવામાં આવી. રિસર્ચ દરમિયાન સાબિત થયું કે નર મચ્છર માણસો તરફ આકર્ષાય છે. માદા મચ્છર માણસનું લોહી ચૂસી ઉડી જાય છે. રિસર્ચ પ્રમાણે નર મચ્છર માણસોની આસપાસ ફર્યા કરે છે અને ખુબ ઓછા સમય માટે એક જગ્યાએ બેસે છે.

માદા મચ્છરોની શોધમાં માણસોની આસપાસ ફરે છે
નર મચ્છર લોહી નથી ચૂસતાં તો શા માટે માણસોની આજુબાજુ ફર્યા કરે છે? આ સવાલ પર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માદા મચ્છરોની શોધમાં માણસો તરફ નર મચ્છરોની આજુ બાજુ ફરવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે માદા મચ્છરો લોહી ચૂસવા માટે માણસોની આસપાસ ફરે છે. નર મચ્છરો શા માટે માણસો તરફ આકર્ષાય છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે હજુ વધારે રિસર્ચ કરવાની જરૂર છે.