બ્યુટી ટિપ્સ:મેકઅપ બ્રશથી મેકઅપ બગડી શકે છે, જાણો બ્રશને સ્વચ્છ રાખવાની સાચી રીત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેકઅપ તો વારંવાર કરતા હોય છે પરંતુ શું તમને યાદ છે કે, તમે તમારું મેકઅપ બ્રશ છેલ્લે ક્યારે સાફ કર્યું હતું. મેકઅપ આર્ટિસ્ટ રાખી પાંડે મેકઅપ બ્રશને લઈને જણાવે છે કે, ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વાર સાફ કરવું જોઈએ. બ્રશને સાફ કરવાં પાછળનું કારણ એ છે કે, મેકઅપ બ્રશ સાફ કરવાથી સ્કિનની સમસ્યાથી બચી શકશો ફ અને સાફ મેકઅપ બ્રશથી કોઈ પેચ વગર ક્લીન મેકઅપ કરી શકો છો.

એન્ટીબેક્ટેરિયલ વોશિંગ લિક્વિડનો ઉપયોગ કરો
બ્રશને સાફ કરવા માટે એન્ટીબેક્ટેરિયલ વોશિંગ લિક્વિડનો ઉપયોગ કરો જેથી બ્રશ પર કોઈ ઓઇલ હોય તો આસાનીથી નીકળી જશે. આ માટે એક મગમાં હૂંફાળું પાણી લઇ વોશિંગ લિક્વિડ મિક્સ કરીને બ્રશને પલાળી રાખો અને તેને થોડીવાર માટે રહેવા દો અને પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો અને બાકીના પાણીથી લૂછી લો અને બ્રશને સૂકવવા માટે રાખો. મગમાં એટલું જ પાણી રાખો જેમાં બ્રશનું ફાઈબર ડૂબેલું રહે. વધુ પાણી હશે તો બ્રશનો ગ્લુ જેનાથી ફાઈબર ચોંટાડ્યું છે તે નીકળી શકે છે.

નો રીંસ લિક્વિડનો પણ કરી શકો છો ઉપયોગ
મેકઅપ આર્ટિસ્ટ નો રીંસ લિક્વિડનો ઉપયોગ કરે છે. આ માટે લિક્વિડને એક કપમાં મૂકો અને તેમાં બ્રશની ટોચ ડુબાડો અને બ્રશને ટીશ્યુ અથવા ટુવાલ પર હળવા હાથે સાફ કરો. આ રીતે સાફ કરવાથી બ્રશને સૂકવવામાં સમયની બચત થશે અને આ રીતે સફાઈ કર્યા પછી બ્રશનો તરત ઉપયોગ કરી શકાય છે.

શેમ્પુનો પણ ઉપયોગ કરો
એક કપમાં હૂંફાળું પાણી લો અને તેમાં શેમ્પૂનાં થોડા ટીપા નાખો. હવે કપમાં મેકઅપ બ્રશને 5થી 20 મિનિટ માટે રાખો. 10 મિનિટ બાદ આ બ્રશને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને બાદમાં સુકાવવાં માટે રાખો.