તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Make Watermelon mint Lassi And Its Syrup In Minutes, Add Ice Cubes And Drink Watermelon Smoothie

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમર સ્પેશિયલ 3 ડ્રિંક્સ:મિનિટોમાં બનાવો તરબૂચ-ફુદીનાની લસ્સી અને તેનો શરબત, બરફના ટૂકડા નાખીને પીવો વોટરમેલન સ્મૂધી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગરમીની સિઝન આવતા જ તમે એવા ડ્રિંક્સની શોધમાં રહો છો જેનાથી તમને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીથી પણ રાહત મળે. આ વખતે માત્ર તરબૂચ જ નહીં પરંતુ તેમાંથી બનાવેલી લસ્સી, સ્મૂધી અને શરબતની પણ મજા માણો. આ ડ્રિંક્સને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને તેનો સ્વાદ ઘરમાં બધાને પસંદ આવશે. આ ત્રણેય ડિંક્સને બનાવવાની રેસિપી અહીં જાણો.

તરબૂચ-ફુદીનાની લસ્સી
બનાવવાની રીતઃ
તાજું દહીં, બી વગરના તરબૂચના ટૂકડા, ખાંડ, કાળા મરીનો પાઉડર, ગુલાબજળ, ફુદીનાનાં પાંદડા અને બરફને મિક્સ કરીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો. તેને સર્વ કરવા માટે સૌથી પહેલા ગ્લાસમાં બરફના ટૂકડા નાખો. ત્યારબાદ ગુલાબજળ નાખો. હવે લસ્સી અને ફુદીનાના પાંદડાથી ગાર્નિંશ કરીને સર્વ કરો. ​​​​​​​

તરબૂચનો શરબત
બનાવવાની રીતઃ
તરબૂચના ટૂકડાને બ્લેન્ડરમાં નાખો. તેને બ્લેન્ડ કરીને બી અલગ કરી દો. તેમાં સ્વાદાનુસાર સુગર સિરપ, સંચળ, કાળા મરી, ફુદીનાના પાંદડા અને લીંબુનો રસ નાખો. તેને ક્રશ લેમન આઈસની સાથે સર્વ કરો. ​​​​​​​

વોટરમેલન સ્મૂધી
બનાવવાની રીતઃ
સૌથી પહેલા કેળાને ક્રશ કરીને બ્લેન્ડરમાં નાખો. તેમાં બી કાઢેલા તરબૂચના ટૂકડા નાખો. દહીં, ખાંડ અને થોડું પાણી મિક્સ કરીને બ્લેન્ડ કરો. હવે કાચના ગ્લાસમાં બરફના ટૂકડા નાખો. તેની ઉપર સ્મૂધી નાખીને સર્વ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો