તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Palkova, Known As The Queen Of Sweets, Chhena Poda Of Odisha And Malaiyo Of Benaras At Home This Diwali

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના ચાર ખૂણાની 4 ફેમસ મીઠાઈ:આ દિવાળી પર ઘરે બનાવો મીઠાઈની રાણી તરીકે ઓળખાતી પલ્કોવા, ઓરિસ્સાના છેના પોડા અને બનારસની મલઈયો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પલ્કોવાને દક્ષિણ ભારતમાં ‘ક્વીન ઓફ સ્વીટ્સ’ પણ કહેવામાં આવે છે
  • ઓરિસ્સાની ભાષામાં છેના પોડાનો અર્થ થાય છે દાઝેલી ચીઝ

મીઠાઈઓ વગર કોઈપણ ભારતીય તહેવાર અધૂરો છે. દિવાળીના તહેવાર પર એવી મિઠાઈઓ વિશે જાણો જે શિયાળાના દિવસોમાં ખાવામાં આવે છે. ફૂડ રાઈટર અને શેફ હરપાલ સિંહ સોખી જણાવી રહ્યા છે દેશની ચાર મીઠાઈઓ વિશે...

પલ્કોવા
પલ્કોવા

પલ્કોવા- તેને ક્વીન ઓફ સ્વીટ્સ કહેવામાં આવે છે
આ મીઠાઈને દક્ષિણ ભારતમાં ‘ક્વીન ઓફ સ્વીટ્સ’ પણ કહેવામાં આવે છે. આ મિઠાઈ તમિલનાડુના મદુરાઈથી લગભગ 80 કિમી દૂર એક નાનાકડા કસ્બા શ્રીવિલ્લીપુથુરના નામથી ફેમસ છે, જેવી રીતે ઉત્તર ભારતમાં આગરના પેઠા છે. પલ્કોવાનો અર્થ થાય છે ખોયા.

પરંપરાગત રીતે આ મીઠાઈ માટીની હાંડીમાં બનાવવામાં આવે છે. જો કે, આ દિવસોમાં તેને નોન સ્ટિક કઢાઈ અથવા તળવામાં આવતી મોટી કઢાઈમાં જ બનાવવામાં આવે છે. પલ્કોવાને બનાવવા માટે મુખ્યત્વે બે વસ્તુઓની જરૂર પડે છે - દૂધ અને ખાંડ. તેને બનાવવા માટે માટીની હાંડી અથવા કઢાઈમાં દૂધ લઈને તેને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળવામાં આવે છે, જ્યાં સુધી તે ઉકળીને અડધું ન થઈ જાય. વચ્ચે વચ્ચે ચમચાથી દૂધને હલાવવું જરૂરી છે, જેથી તે કઢાઈમાં ચોંટીને દાઝી ન જાય.

ત્યાર બાદ તેમાં જરૂરિયાત અનુસાર, ખાંડ નાખવામાં આવે છે. ત્યારબાદ ફરીથી અડધું થાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે. આ વખતે તે થોડું બ્રાઉન થઈ જાય છે. હવે તેને બીજા વાસણમાં કાઢવામાં આવે છે. કેટલાક લોકો સ્વાદ વધારવા માટે તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખે છે. તો તૈયાર છે જેને કહેવામાં આવે છે. ‘શ્રીવિલ્લીપુથુર પલ્કોવા’.

છેના પોડા
છેના પોડા

છેના પોડાઃ ઓરિસ્સામાં દુર્ગાપૂજાથી દિવાળી સુધી આ મીઠાઈની સૌથી વધારે માગ રહે છે
ઓરિસ્સાની મુખ્ય મીઠાઈ છે. ઓરિસ્સાની ભાષામાં છેના પોડાનો અર્થ થાય છે દાઝેલી ચીઝ. તેમાં મુખ્ય સામગ્રી હોય છે છેના, ખાંડ, રવો અને થોડું ઘી. કેટલાકો લોકો બદામ, કાજુ, કિશમિશ જેવા ડ્રાયફ્રૂટ્સ પણ નાખે છે. છેના અને રવાની સાથે ખાંડને મિક્સ કરીને તેને ત્યાં સુધી પકાવામાં આવે છે જ્યાં સુધી છેના રેડ બ્રાઉન કલરના ન થઈ જાય.

પરંપરાગત રીતે તેને બનાવવા માટે છેના અને તેના મિશ્રણને કેકનો આકાર આપીને સાલના પાંદડામાં સારી રીતે લપેટી દેવામાં આવે છે. ત્યારબાદ તેને લાકડી અથવા કોલસાની ભઠ્ઠીમાં બેથી ત્રણ કલાક સુધી ચઢાવવામાં આવે છે. આજકાલ, લોકો ઘરે સામાન્ય ઓવન અથવા પ્રેશર કૂકરમાં જ બનાવી લે છે.

ઓરિસ્સામાં તેને હંમેશાં દુર્ગાપૂજા અને દિવાળીના સમયે બનાવવામાં આવે છે. છેના કેકની શોધ કરવાનો શ્રેય ઓરિસ્સાના નયાગઢ સ્થિત એક કન્ફેક્શનરી સ્ટોરના માલિક સુદર્શન સાહુને જાય છે.

મલઈયોઃ બનારસમાં શિયાળીની સિઝનમાં ખાવામાં આવતી સૌથી લોકપ્રિય મીઠાઈ
તે બનારસની ખાસ મીઠાઈ છે. જો કે, તેને દિવાળી પર ઓછી બનાવવામાં આવે છે, કેમ કે, તે મોટાભાગે ત્યારે બનાવવામાં આવે છે, જ્યારે વધારે ઠંડી પડે છે. તેમાં મુખ્ય ભૂમિકા ઠંડીમાં પડતા ઝાકળના ટીપાં છે. બનારસમાં મલઈયો સામાન્ય રીતે સવારે 11 વાગ્યા પહેલા જ મળે છે, કેમ કે, તેનું ફીણ માત્ર સવારની ઠંડીમાં જળવાય રહે છે.

જેમ જેમ ઠંડક ઓછી થતી જાય છે, ફીણ પણ ઓછું થઈ જાય છે અને ફીણ વગર તેનો કોઈ સ્વાદ નથી આવતો. મલઈયોને તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી લાંબી છે. પહેલા કાચા દૂધને લોખંડની એક કઢાઈમાં લાંબા સમય સુધી ઉકાળવામાં આવે છે

ત્યારબાદ ઉકાળેલા દૂધને આખી રાત ખુલ્લા આકાશની નીચે રાખવામાં આવે છે જેથી તેના પર ઝાકળ પડી શકે. સવાર થતાં જ દૂધને વલોવવામાં આવે છે, જેથી તેમાંથી સારું ફીણ નીકળી શકે. આ ફીણમાં ખાંડ, કેસર, પિસ્તા, ડ્રાયફ્રૂટ્સ, એલચી વગેરે મિક્સ કરવામાં આવે છે. તો તૈયાર છે મલઈયો. ત્યારબાદ તેને માટીની કુલડી અથવા નાની નાની મટકીમાં ગાર્નિશ કરીને સર્વ કરવામાં આવે છે.

પિન્નીઃ આ પંજાબી મિઠાઈ શિયાળામાં શરીરને ગરમ રાખે છે
આ પંજાબની ખાસ મિઠાઈ છે. સામાન્ય રીતે લોટમાંથી બનાવવામાં આવે છે. જો કે, ઘણા લોકો મગ અથવા અડદની દાળમાંથી પણ બનાવે છે. તેમાં ડ્રાયફ્રૂટ્સ, અજમો, અને તલ નાખવામાં આવે છે. પિન્નીની તાસીર ગરમ હોય છે. તેથી ખાસ કરીને દિવાળી બાદ ઠંડીના દિવસોમાં તે વધારે બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે જેથી શરીરને ગરમી મળી શકે. પિન્નીને જો એર ટાઈટ કન્ટેનરમાં રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો