પબજી ગેમ ભલે બંધ થઈ ગઈ હોય પણ આજની તારીખમાં ઘણી એવી ગેમ્સ છે જે બાળકોને હિંસક બનાવી રહી છે. ડિજિટલ દુનિયામાં વાયોલન્સ વાઇરલ રોકવું મુશ્કેલ છે. આથી જરૂરી છે કે બાળકોને ડિજિટલ વાયોલન્સથી દૂર રાખવામાં આવે. તેમને દયાળુ અને વિનમ્ર બનાવવાની જરૂર છે. દિલ્હીમાં ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રજ્ઞા મલિકે આ વિષય પર કહ્યું કે, બાળકોને દયાળુ અને વિનમ્ર બનાવ્યા પહેલાં પેરેન્ટ્સે તેમના આઇડિયલ બનવું પડશે. આ માટે પેરેન્ટ્સે ઘણી બધી રીત અપનાવવી પડશે.
ભૂલ સ્વીકારો
પેરન્ટ્સથી કોઈ ભૂલ થાય તો તેમણે સ્વીકારવી જોઈએ જેથી બાળકો પણ તેમને જોઈને શીખશે. બાળપણથી માતા-પિતામાં પોઝિટિવ ક્વોલિટી જોશે તો પોતે પણ કંઈક નવું શીખશે. ઘણા લોકોની આદત હોય છે કે તે બીજાની ભૂલ કાઢે છે અને પોતાનું જોતા નથી. આ આદત પહેલાં તમારા સંતાન વિશે વિચારવું જોઈએ.
બીજા પ્રત્યે આભાર વ્યક્ત કરો
કોઈની પણ લાઈફ પરફેક્ટ હોતી નથી, પરંતુ આપણને જીવનમાં જે પણ મળે છે તેના પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ અને જીવન સુધારવા દરેક પોઝિટિવ પ્રયત્નો કરવા જોઈએ. કોઈ પણ મદદ ભૂલી ના જવી જોઈએ અને હંમેશાં મદદ કરનારાનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પેરેન્ટ્સ થેંક્યુ બોલશે તો ધીમે-ધીમે આ ટેવ બાળકોને પડી જશે.
વધારે પડતા વખાણ ના કરવા
ઘણા પેરેન્ટ્સની ટેવ હોય છે કે એ તેઓ પોતાની સંપત્તિને લઈને વખાણ કરતા હોય છે. આમ કરવાથી બાળકો પર ખરાબ અસર પડે છે. તેમનો વ્યવહાર બગડે છે. બાળકોની નજરમાં સંપત્તિનું મહત્ત્વ વધી જાય છે અને આગળ જઈને તેમના વિચાર પણ તેવા જ રહે છે. જો તમે બાળકને હકીકત સાથે જીવતા શીખવાડશો તો તેમનું જીવન સરળ બની જશે અને તેઓ દયાળુ પણ બનશે.
ઈમોશનલ ડેવલપમેન્ટ
બાળકના ઈમોશનલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે કે પેરેન્ટ્સ દર વખતે બાળકો સાથે ઊભા રહે. ઘણી વાત માતા-પિતા વિચારે છે કે તેમને હવે અમારી જરૂર નથી પણ આવું હોતું નથી. બાળકોને પેરેન્ટ્સની ઈમોશનલ હેલ્પની જરૂર હંમેશાં રહે છે. તેઓ એકલા રહેશે તો ચીડિયા બની જશે. ઈમોશનલ હેલ્પથી બાળકો ફિઝિકલી અને ઇમોશનલી સ્ટ્રોંગ બને છે. આ તેમને મોટા થઈને ફાઇનાન્શિયલી પણ સ્ટ્રોંગ બનાવે છે.
સરખામણી ના કરો
ઘણા પેરેન્ટ્સને ટેવ હોય છે કે તેઓ બીજા બાળકો સાથે તેમના બાળકોની સરખામણી કરે છે. ડૉ. પ્રજ્ઞાએ કહ્યું, પેરેન્ટ્સની ટેવ હોય છે કે બાળકોને બધું શીખવાડવાની ટેવ સ્કૂલની હોય છે. પ્રાઈમરી એજ્યુકેશન તો બાળકોને ઘરેથી જ મળે છે. બાળકોની સરખામણી બીજા સાથે ક્યારેય ના કરવી જોઈએ.
પેરેન્ટ્સની સંવેદનશીલતા બાળકને સમાજનો એક સંવેદનશીલ નાગરિક બનાવવામાં મદદ કરશે અને ભવિષ્યમાં સારી વ્યક્તિ બની શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.