• Gujarati News
  • Lifestyle
  • Make Plastic Bricks At Home From Waste, Decorate Gardens And Roads With Bricks Like This

દિવાળીમાં ઘરની જ નહીં, પરંતુ બહારની પણ સફાઈ જરૂરી:કચરામાંથી ઘરે બેઠા બનાવો પ્લાસ્ટિકની ઈંટ, બાગ-બગીચા અને રસ્તા પર આ રીતે ઈંટથી કરો શણગાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હાલ બધાનાં ઘરમાં સાફસફાઇ ચાલી રહી છે. આ દરમિયાન ઘણી એવી વસ્તુઓને ઘરમાંથી કાઢીને કચરામાં ફેંકી દઈએ છીએ, પરંતુ નાગપુરની આ મહિલાઓ કચરામાંથી પણ ડેકોરેશન કરે છે. આ મહિલાઓએ પર્યાવરણને સુરક્ષિત કરવાની જવાબદારી લીધી છે. છેલ્લાં 10 વર્ષથી આ મહિલાઓ 'અન્વિતિ' નામનું ગ્રુપ બનાવીને પ્લાસ્ટિકના કચરામાંથી ઈકો ઈંટો, એટલે કે પ્લાસ્ટિકની ઈંટો બનાવે છે, જેમાંથી ટેબલ, ખુરસી કે પાર્ક વગેરેની બાઉન્ડરી બનાવવામાં આવે છે.

'અન્વિતિ' ગ્રુપ કચરામાંથી બનાવે છે અવનવી વસ્તુ
શેફાલી જણાવે છે, આપણે ઘરમાં આવેલી વસ્તુઓ, જેવી કે ચોકલેટ, બિસ્કિટ અને ચિપ્સનાં રેપરને ફેંકી દઇએ છીએ, ત્યારે આપણે જો એનો વ્યવસ્થિત ઉપયોગ પણ કરી શકીએ છીએ. આ માટે પ્લાસ્ટિકના કચરામાંથી ઈકો ઈંટો એટલે કે પ્લાસ્ટિકની ઈંટો બનાવવાનું શરૂ કર્યું હતું. એનો ઉપયોગ ટેબલ, ખુરસીઓ અથવા પાર્કની બાઉન્ડરી બનાવવા માટે પણ કરી શકાય છે. પ્લાસ્ટિક ઘટાડવાની આ સૌથી અસરકારક રીત છે.

પ્લાસ્ટિકથી ડેકોરેશન કરી શકાય છે.
પ્લાસ્ટિકથી ડેકોરેશન કરી શકાય છે.

સોસાયટીની પાર્ટીમાં લોકો ઘરેથી થાળી, વાટકો અને ચમચી લઇને આવે છે
આ ગ્રુપની એક મહિલા ઉષા બાગરી કહે છે, “અમારી પાસે 50 મહિલાનું ગ્રુપ છે. અમે ડોર ટુ ડોર જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવીએ છીએ. દુકાનદારથી લઈને ગ્રાહકોને પોલિથીનનો ઉપયોગ કરવાના ગેરફાયદા જણાવવા સાથે તેમને કાપડની થેલીઓ પણ આપીએ છીએ. ઉષા વધુમાં કહે છે કે 'અમારી સોસાયટીમાં 124 ફ્લેટ છે. જ્યારે અમે કોઈપણ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ ત્યારે અમે પોતપોતાના ઘરેથી થાળી-વાટકી-ચમચી લાવીએ છીએ.

ઇ-વેસ્ટનું કલેકશન કરીને રિસાઇકલ કંપનીને આપીએ છીએ
નંદા વર્મા જણાવે છે, “અમે પ્લાસ્ટિકને ડિસ્પોઝેબલ બોટલોમાં ભરીને ઈકો ઈંટો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ સાથે અમે વૃક્ષો માટે મેટ અને ઓછી ઊંચાઈની દીવાલ પણ બનાવીએ છીએ. આ ઈકો ઈંટોનો ઉપયોગ પેવમેન્ટ અને જમીન પર બિછાવવા માટે થાય છે, જેની મદદથી આપણે ઘરનો બગીચો, આસપાસ પાર્ક, શાળા પરિસરને સજાવવાનું કામ કરીએ છીએ. આ ઉપરાંત તહેવારોની સીઝનમાં તેઓ ઘરોમાંથી ઈ-વેસ્ટ એકઠો કરીને પ્લાસ્ટિક રિસાઇક્લિંગ કંપનીને આપી દઇએ છીએ.

'અન્વિતિ' ગ્રુપ પાર્ક,શાળા કેમ્પસને ડેકોરેશન કરવાનું કામ કરે છે.
'અન્વિતિ' ગ્રુપ પાર્ક,શાળા કેમ્પસને ડેકોરેશન કરવાનું કામ કરે છે.

આ રીતે બનાવી શકો છો ઈકો ઈંટો
ઈકો ઈંટ અથવા પ્લાસ્ટિકની ઈંટ બનાવવા માટે ઘરમાં પડેલી પ્લાસ્ટિકની બોટલની અંદર પોલિથીન, રેપર અથવા પ્લાસ્ટિકના કચરાથી ખીચોખીચ ભરો. આવી ઘણી બોટલો તૈયાર કર્યા પછી એનો ઉપયોગ વિવિધ પ્રકારના સામાન બનાવવા માટે કરી શકાય છે. પાર્કમાં જે રીતે ઈંટમાંથી બનેલી ખુરસી છે એ જ રીતે ઈકો ઈંટોની ખુરસી પણ બનાવી શકાય છે. એ જ સમયે તેમને તડકામાં ઓગળવાનો કોઈ ભય રહેશે નહીં, કારણ કે આ પ્લાસ્ટિકની બોટલોની આસપાસ સિમેન્ટના શેલ હશે.

વિદેશમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે
વિદેશથી આવેલી આ કોન્સેપ્ટ હવે ભારતમાં પણ અપનાવવામાં આવી રહ્યો છે. ઈંગ્લેન્ડના લંકા શાયરની એક પ્રાથમિક શાળાનાં બાળકોએ 3,000 પ્લાસ્ટિકની બોટલોથી તેમનો વર્ગખંડ તૈયાર કર્યો છે. જોકે સરકારે 1 જુલાઈથી પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ 'અન્વિતિ' ગ્રુપની મહિલાઓ છેલ્લાં 10 વર્ષથી પ્લાસ્ટિકના કચરાનો શણગાર માટે ઉપયોગ કરી રહી છે.