• Gujarati News
  • Lifestyle
  • Make Eyelashes Thick And Attractive With Homemade Eyelash Gel, No Need For Mascara After Following These Tips

બ્યુટી:હોમમેડ આઈલેશ જેલથી પાંપણ ઘટ્ટ અને આકર્ષક બનાવો, આ ટિપ્સ ફોલો કર્યા પછી મસ્કરાની જરૂર નહીં પડે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હંમેશાં કાજલ અને આઈ લાઈનર આંખોની ઉપરના ભાગમાં લગાવવી જોઈએ
  • કલરફુલ આઈબ્રો પેન્સિલનો ઉપયોગ ના કરો

મેકઅપ કરતી વખતે મહિલાઓ આંખો પર ખાસ ધ્યાન આપે છે. લાંબી પાંપણની ચાહમાં ઘણીવાર નકલી આઈલેશ પણ લગાવે છે. પરંતુ રોજ આઈલેશ ફિક્સ કરવી એ તકલીફવાળું કામ છે. અમે તમને આ બધી ઝંઝટમાંથી છૂટકારો મેળવવાની ટિપ્સ જણાવી રહ્યા છે. બ્યુટી એક્સપર્ટ કાજલ સિંહ લાંબી અને ઘટ્ટ આઈલેશ માટે જણાવી રહી છે સરળ રીત. આ ફોલો કરીને તમે ઘરે જ નેચરલ વસ્તુઓથી આઈલેશ જેલ તૈયાર કરી શકો છો, તેનાથી પાંપણ ઘટ્ટ અને આકર્ષક બનશે.

સુંદર પાંપણ માટેના ઘરેલુ ઉપાય

  • વિટામિન Eનું જેલ: આ જેલ બનાવવા માટે અડધી-અડધી ચમચી નારિયેળ તેલ, દિવેલ અને ઓલિવ ઓઇલ લો. તેમાં વિટામિન Eની કેપ્સ્યુલ નાખી સરખી રીતે મિક્સ કરો. મિક્સ્ચરને મસ્કરા ટ્યુબમાં ડુબાળો. રોજ રાતે સૂતા પહેલાં આ જેલ પાંપણ પર લગાવો અને સવારે આંખો ધોઈ લો.
  • બદામનું તેલ: એક વાટકીમાં 1/2 ચમચી બદામ તેલ, 2-3 ટીપા કેસ્ટર ઓઇલ, એક વિટામિન E કેપ્સ્યુલ અને 1 મોટી ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. પેસ્ટ બની ગયા પછી એર ટાઈટ કન્ટેનર કે ચોખ્ખી મસ્કરા ટ્યુબમાં નાખો. સૂતા પહેલાં પાંપણ પર લગાવો અને સવારે ટિશ્યુ પેપરથી સાફ કરી લો.
  • અળસીનું તેલ: એક પેનમાં 1/4 કપ અળસી અને ત્રણ કપ પાણી નાખીને ઉકાળી લો. 10-15 મિનિટ સુધી ઉકલ્યા પછી પાણી જેલ જેવું થઈ જશે. આ પાણીને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. એક મોટી ચમચી જેલ અને વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરો. મિક્સ્ચરને મસ્કરા ટ્યુબમાં ભરો. રોજ રાતે સૂતા પહેલાં આ જેલ પાંપણ પર લગાવો અને સવારે આંખો ધોઈ લો
  • નારિયેળ તેલ જેલ: સૌપ્રથમ એક બાઉલમાં 1 ચમચી નારિયેળ તેલ અને એક ચમચી દિવેલ મિક્સ કરો. તેમાં વિટામિન Eની કેપ્સ્યુલ સારી રીતે મિક્સ કરી લો. આ સીરમનો ઉપયોગ આઈ લેશ પર કરી શકાય છે.

આઈ મેકઅપ કરતા હો, તો આટલી વાતોનું ધ્યાન રાખો:

  1. મેકઅપ લગાવતા પહેલાં બંને હાથ સારી રીતે ધોઈ લો અથવા તો હાથોની જગ્યાએ બ્રશ યુઝ કરો.
  2. બીજા સાથે મેકઅપ પ્રોડક્ટ્સ શૅર ના કરો, જેથી બેક્ટેરિયા આંખો સુધી ના પહોંચે.
  3. હંમેશાં કાજલ અને આઈ લાઈનર આંખોની ઉપરના ભાગમાં લગાવવું જોઈએ.
  1. કલરફુલ આઈબ્રો પેન્સિલનો ઉપયોગ ના કરો.
  2. સૂતા પહેલાં આંખ પરથી મેકઅપ કાઢી લો.
  1. આઈ મેકઅપ દરમિયાન હાઇજીનનું ધ્યાન રાખો.
  2. લોકલ બ્રાન્ડની પ્રોડક્ટ્સ ના વાપરવી.