તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Make A Vegetable By Mixing Two Oils, This Will Give You A New Test, Add A Little Salt To The Ground Spices To Prevent Them From Getting Spoiled.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિચન ટિપ્સ:દળેલા મસાલા ખરાબ ના થાય તે માટે તેમાં થોડું મીઠું ઉમેરો, બે તેલ મિક્સ કરી શાક બનાવવાથી અલગ ટેસ્ટ આવશે

5 દિવસ પહેલા
 • કૉપી લિંક

કિચનમાં ઘણી નાની-નાની વાતનું ધ્યાન રાખીને પણ તમે તમારો સમય બચાવી શકી છે. કેટલીક ખાસ ટિપ્સ છે જે ટ્રાય કરવાથી ભોજનનો સ્વાદ વધશે. આ ટિપ્સ મસાલાને લાંબા સમય સુધી ખરાબ થતા પણ બચાવશે. એકવાર ટ્રાય કરીને જુઓ...

 • જૂની કે વાસી બ્રેડ એર ટાઈટ ડબ્બામાં રાખો. એ પછી તેનો ઉપયોગ કટલેસ કે કબાબ બનાવવામાં કરો. તેનાથી તે તૂટશે નહિ અને ટેસ્ટી પણ લાગશે.
 • રિચ ગ્રેવી બનાવવા માટે ડુંગળી, ટમેટું, આદુ, લસણ અને કાજુ થોડા સમય માટે બાફી લો. ટમેટાની છાલ ઉતારી બધી વસ્તુઓ એકસાથે ક્રશ કરી ગાળી લો. સર્વ કરતાં પહેલાં ક્રીમ ઉમેરો.
 • ટમેટાનું સલાડ બનાવવા માટે તેને ધોઈને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકો. એ પછી તમને ગમતા શેપમાં કટ કરો. ટમેટાનો શેપ ખરાબ નહિ થાય.
 • જો તમે કોઈ પણ શાકનો ટેસ્ટ બદલવા માગો છો તો બે પ્રકારના તેલ સરસવ અને સોયાબીનને એક સાથે મિક્સ કરીને ઉપયોગ કરો. શાકનો ટેસ્ટ અલગ લાગશે
 • ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ લોટ બાંધવામાં કરો. તેનાથી લોટ મુલાયમ થશે અને રોટલી નરમ બનશે. આ રોટલી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
 • જો તમે લાંબા સમય સુધી ગાજર ફ્રેશ રાખવા માગો છો તો એલ્યુમિનિયમ ફોઈલથી કવર કરીને ફ્રિજમાં રાખો
 • દળેલા મસાલા ખરાબ ના થાય તે માટે તેમાં થોડું મીઠું ઉમેરો, આમ કરવાથી મસાલા બગડશે નહિ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો