ફ્રૂટ્સમાં મિનરલ અને વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે ફ્રૂટ્સ ફક્ત સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક જ નથી પરંતુ ત્વચાને સારી રાખે છે. ગ્લોઈંગ સ્કિન માટે સૌથી બેસ્ટ હોય તો છે ફ્રૂટ ફેસ માસ્ક. બ્રાઇડલ બ્યુટી ટ્રીટમેન્ટ હોય કે પછી સ્કિન કેર રૂટિન બંને માટે ફ્રૂટ ફેસ માસ્ક બેસ્ટ છે. આ કેમિકલ ફ્રી ફ્રુટી ટ્રીટમેન્ટ તમે ઘરે બેસીને પણ કરી શકો છો. જે ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના ગ્લોઈંગ અને સોફ્ટ બનાવે છે. બ્યુટી એક્સપર્ટ ભારતી તનેજાએ જણાવ્યું હતું કે, લગ્નના દિવસે ગ્લોઈંગ લુક કેવી રીતે મેળવવો.
ઘર પર જ બનાવો ફ્રૂટ ફેસ પેક
પપૈયામાં વિટામીન A અને પપૈન એન્ઝાઇમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ડેડ સ્કિન અને પિગમેન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે. પપૈયામાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે જેનાથી ખીલની સમસ્યામાંથી છુટકારો થાય છે. લગ્ન પહેલા ત્વચા પર દાગ-ધબ્બાથી છુટકારો મેળવવા માટે પપૈયાના પલ્પમાં દહીં, મધ મિક્સ કરીને ફેસ માસ્ક બનાવો અને તેનો ઉપયોગ કરો. જો ત્વચા ડ્રાય હોય તો તેમાં દહીને બદલે દૂધ ઉમેરો. આ ફેસપૅકનાં ઉપયોગથી ત્વચા ગ્લો કરશે અને સ્વચ્છ પણ રહેશે.
કેળાથી ત્વચાને કરો મોઇશ્ચરાઇઝર
કેળામાં વિટામિન સી, વિટામિન B6, સિલિકામ પોટેશિયમ અને અન્ય પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે જે હાઇપરપિગમેંટેશનને દૂર કરે છે અને ત્વચાને સનબર્નથી બચાવે છે. કેળા એક ઉત્તમ મોઇશ્ચરાઇઝર અને ઉનાળા માટે સ્કિન કેર પ્રોડક્ટ છે. કેળાને મેશ કરો અને તેમાં 1/2 ચમચી મધ અને 1/4 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ફેસ પર લગાવો. 10 મિનિટ પછી સાદા પાણીથી ફેસને ધોઈ નાખો.
યુવી કિરણોથી બચવા માટે કરો આ ઉપાય
સંતરાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. સંતરાની છાલ સૂર્યપ્રકાશ અને યુવી કિરણોને કારણે થતા નુકસાનથી ત્વચાને રક્ષણ આપે છે. નારંગીની છાલને સૂકવીને પાવડર બનાવી લો. આ પાવડરમાં જરૂર મુજબ દહીં અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ ફેસપેકથી ત્વચા ચમકદાર બને છે અને ફ્રેશ પણ લાગે છે.
તરબૂચ પણ સ્કિનને રાખશે ગ્લોઈંગ
ઉનાળાની ઋતુમાં તરબૂચનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તરબૂચમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે જ તરબૂચમાં 90 ટકા પાણી હોય છે. ઉનાળામાં ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે તરબૂચને બેસ્ટ માનવામાં આવે છે. આ સાથે જ દ્રાક્ષ અને સફરજનમાં પણ વિટામિન સી હોય છે. જે ત્વચાને ટોન કરવામાં મદદ કરે છે. ત્રણેય ફળોને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં 1 ચમચી દહીં સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો. ત્વચાને હાઇડ્રેટ કરવા માટે આ એક સારો ફેસ પેક છે.
સ્ક્રબનો કરો ઉપયોગ
કાકડીમાં 96 ટકા પાણી હોય છે જે ત્વચાને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. કાકડીને છોલીને છીણી લો. તેમાં કેલામાઈન પાવડર અને બ્રાઉન સુગર ઉમેરો અને તેનો ફેસ સ્ક્રબ અને માસ્ક તરીકે ઉપયોગ કરો. તેનાથી ત્વચા સોફ્ટ અને ચમકદાર થઇ જાય છે.
એલોવેરા ત્વચાને કોમળ રાખે છે એલોવેરામાંથી ખુબ જ સારું સ્ક્રબ બનાવી શકાય છે. આ માટે તમે એલોવેરાના પલ્પમાં લીંબુનો રસ, બ્રાઉન સુગર અથવા ખસખસ ઉમેરીને આખા શરીર કે ચહેરાને સ્ક્રબ કરી શકો છો. આ સિવાય અખરોટની છાલના પાવડરમાંથી પણ સ્ક્રબ બનાવી શકાય છે. આ માટે તમે અખરોટનો પાઉડર, ઓલિવ તેલ, 1 ચમચી કાઓલિન અને લીંબુનો રસ, થોડું ગ્લિસરીન મિક્સ કરીને શરીર પર સ્ક્રબ કરી શકો છો.
આઇકેર માટે પણ બેસ્ટ છે ફેસપેક
ઉપર પૈકી કોઈપણ ફેસ પેકને મલમલના કપડામાં રાખી અને નાની પોટલી બનાવો. આ પોટલીને ફ્રીજમાં રાખો. આંખો પર આ પોટલી રાખવાથી આરામ મળશે, થાક અને ડાર્ક સર્કલ પણ છુમંતર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.