• Gujarati News
  • Lifestyle
  • Madonna's Private Part Shows Tree butterflies Emerging, 3D Nude Artwork Created For Charity, People Say Gone Mad In Old Age

વિવાદ:મેડોનાનાં પ્રાઈવેટ પાર્ટમાંથી ઝાડ-પતંગિયા નીકળતા દર્શાવાયા, ચેરિટી માટે 3D ન્યૂડ આર્ટવર્ક બનાવ્યું, લોકોએ કહ્યું- વૃદ્ધાવસ્થામાં પાગલ થઈ ગઈ છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોલિવૂડ પોપસ્ટાર મેડોના અને અમેરિકન ડિજિટલ આર્ટિસ્ટ બીપલની 'મધર્સ ઓફ ક્રિએશન'ના કારણે ઈન્ટરનેટ પર વિવાદ શરૂ થયો છે. NFT પ્રોજેક્ટે આ એનિમેટેડ વીડિયોમાં મેડોના કપડાં વગર દેખાઈ રહી છે અને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી ઘણી વસ્તુઓ નીકળતી જોવા મળી રહી છે. આ વીડિયો માટે ઈન્ટરનેટ પર યુઝર્સ તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.

મધરહુડને સેલિબ્રેટ કરવા માટે વીડિયો બનાવવામાં આવ્યો
'મધર્સ ઓફ ક્રિએશન'ને ત્રણ પાર્ટમાં શૂટ કરવામાં આવી છે. ત્રણેય પાર્ટમાં મેડોનાને પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુઓને જન્મ આપતી બતાવવામાં આવી છે. પહેલા પાર્ટને 'મધર્સ ઓફ નેચર' નામ આપવામાં આવ્યું છે અને પ્લાન્ટ લાઈફ પર ફોકસ કરવામાં આવ્યું છે. તેમાં પોપસ્ટાર એક લેબના બેડ પર સૂતા સૂતા એક વૃક્ષને જન્મ આપતી બતાવવામાં આવી છે. જે તેની બોડીમાંથી નીકળીને ખીલવા લાગે છે.

'જસ્ટિફાય માય લવ'ની ધુન પર વીડિયો બનાવવામાં આવ્યો છે
બીજા પાર્ટને 'મધર્સ ઓફ ઈવોલ્યુશન' નામ આપવામાં આવ્યું છે. જે એનિમલ લાઈફ પર ફોકસ કરે છે. તેમાંથી મેડોનાને એક વિરાન શહેરમાં નેકેડ અને મોડિફાઈડ વ્હીકલ પર બેઠેલી બતાવવામાં આવી છે. તે પોતાના પગ ફેલાવે છે અને તેની અંદરથી ઘણા પતંગિયા નીકળે છે. ત્રીજા પાર્ટનું નામ 'મધર્સ ઓફ ટેક્નોલોજી' રાખવામાં આવ્યું છે. તેમાં ફોકસ એડવાન્સ ટેક્નોલોજી હોય છે. આ પાર્ટમાં મેડોના જંગલમાં સૂઈ જાય છે અને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી બાયોમેકેનિકલ સેન્ટીપીડ નીકળીને તેના હાથ પર ફરવા લાગે છે. ત્રણેય પાર્ટના વીડિયોમાં મેડોના પોતાનું ગીત 'જસ્ટિફાય માય લવ'ના ગીત ગાતી જોવા મળે છે.

પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળતા ઝાડ, પતંગિયા પર યુઝર્સ ગુસ્સે થયા
મેડોના અને બીપલનું આ આર્ટ વર્ક લોકોને બિલકુલ પસંદ નથી આવ્યું. ટ્વિટર યુઝર્સ 'અટેન્શન સીકર', 'ક્રિંઝ' અને વીડિયોને વિલક્ષણ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'ટેક્નોલોજી એક ભૂલ હતી.' તો અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું- 'દુનિયાને અત્યારે આટલી જ જરૂર છે'. એક યુઝરે લખ્યું- 'આ બીમાર વિચાર છે.' એક યુઝરે મેડોનાની ઉંમર પર કમેન્ટ કરતા લખ્યું- તે વૃદ્ધાવસ્થામાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવું કરી રહી છે.

મેડોનાનું 3D સ્કેન બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો
બીપલ અને મેડોનાએ મેડોનાના 3D સ્કેનનો ઉપયોગ કરી NFT બનાવ્યું. તેને પૂર્ણ થવામાં એક વર્ષથી વધુનો સમય લાગ્યો. બુધવારે આ આર્ટની હરાજી SuperRare ખુલવાની હતી. હરાજીમાંથી મળનારી રકમ માતાઓ માટે કામ કરતી સંસ્થાને દાનમાં આપવામાં આવશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતા મેડોના જણાવે છે કે, મેં અને બીપલે એક વર્ષ પહેલા આ પ્રોજેક્ટ પર કામ કરવાનો નિર્ણય કર્યો હતો. તે એક ઈન્ટલેક્ચુઅલ આઈડિયાથી ઈમોશનલ સ્ટોરી બનવા સુધીની સુંદર યાત્રા રહી.

અન્ય સમાચારો પણ છે...