મધ્ય પ્રદેશ:બોયફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા ગર્લફ્રેન્ડે પોલીસ પાસે મદદ માગી, પોલીસે બંનેને સમજાવી લગ્ન કરાવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી તેના બોયફ્રેન્ડને બર્થડે પર વિશ કરવાનું ભૂલી ગઈ હતી, આથી તેને ખોટું લાગ્યું
  • પોલીસે બંનેનું કાઉન્સલિંગ કરીને લગ્ન કરવાની સલાહ આપી હતી

‘પ્રેમ કરવો સરળ છે પણ નિભાવવો મુશ્કેલ છે’ આ લાઈન તો તમે સાંભળી જ હશે. ઘણી લવ સ્ટોરીનો એન્ડ સારો હોય છે તો ઘણી લવ સ્ટોરીમાં છૂટા પડવાનો વારો આવે છે. મધ્ય પ્રદેશના છીંદવાડામાં રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. યુવતીના બોયફ્રેન્ડે બોલવાનું બંધ કરી દેતા તે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડી અને પોલીસે તેમની લવ સ્ટોરીમાં ચાર ચાંદ લગાવી દીધા.

છીંદવાડામાં રહેતી યુવતી સારણી શહેરમાં રહેતા યુવક સાથે રિલેશનશિપમાં હતી. બંને વચ્ચે બધું સારું ચાલતું હતું પણ યુવતીથી એક ભૂલ થઈ ગઈ. તે પોતાના બોયફ્રેન્ડને બર્થડે વિશ કરવાનું ભૂલી ગઈ. આ કારણે બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને બોયફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દીધું.

કપલે આર્ય સમાજમાં લગ્ન કર્યા
યુવતીએ તેના પ્રેમીને મનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તે માન્યો અંતે થાકીને તે પોલીસ સ્ટેશને ગઈ અને મદદ માગી. પોલીસે તેના બોયફ્રેન્ડને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને અમુક કલાક સુધી કપલનું કાઉન્સલિંગ કર્યું. પોલીસે કપલને પરણવાની સલાહ આપી અને ફેમિલી મેમ્બર્સને પણ મનાવ્યા. બંને પરિવારની રાજીખુશીથી કપલે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા.

‘બાબુ, બાબુ, એક બાર બાત કર લો
આની પહેલાં જુલાઈ મહિનામાં એક યુવતીનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. મધ્ય પ્રદેશમાં હોશંગાબાદમાં રહેતી યુવતી 3 વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી. બંને જણા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા. તેનો બોયફ્રેન્ડ કોઈ બીજા સાથે પરણતા તે લગ્નના લોકેશન પર પહોંચી ગઈ હતી અને ગેટ પર ઊભી રહીને રડતા-રડતા ‘બાબુ, એક બાર બાત કર લો’ની બૂમો પાડી રહી હતી. જો કે, ઘટનાસ્થળે પોલીસ આવી ગઈ અને તેને અંદર ના જવા દીધી.