તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Madhya Pradesh Farmer's Fortune Shines Six Times In Two Years, This Time 6.47 Carat Diamond Worth Rs 30 Lakh

મૂલ્યવાન ડાયમંડ:મધ્ય પ્રદેશના ખેડૂતનું નસીબ બે વર્ષમાં છ વાર ચમક્યું, આ વખતે 6.47 કેરેટનો 30 લાખ રૂપિયાનો ડાયમંડ મળ્યો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકાશ મજમુદાર નામનાં ખેડૂતને પહેલીવાર આટલા વધારે કેરેટનો ડાયમંડ મળ્યો
  • 6.47 કેરેટના ડાયમંડને ટૂંક સમયમાં હરાજી માટે મૂકવામાં આવશે

મધ્ય પ્રદેશમાં પન્ના જીલ્લામાં રહેતા ખેડૂતને બે વર્ષમાં છઠ્ઠીવાર હાઈ ક્વોલિટીનો હીરો મળ્યો છે. આ ડાયમંડનું વજન 6.47 કેરેટ છે. શુક્રવારે પ્રકાશ મજમુદારને તેના ગામમાં ખાણમાંથી આ મૂલ્યવાન હીરો મળ્યો હતો.

સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે કિંમત નક્કી થશે
હીરા મળ્યા હોવાની જાણકારી ઈન્ચાર્જ ઓફિસર નુતન જૈને આપી. નુતને કહ્યું, 6.47 કેરેટના ડાયમંડને ટૂંક સમયમાં હરાજી માટે મૂકવામાં આવશે અને તેની કિંમત સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે નક્કી કરવામાં આવશે.

છેલ્લા બે વર્ષમાં અન્ય 2 અને 2.5 કેરેટના મૂલ્યવાન ડાયમંડ પણ મળ્યા
પ્રકાશ મજમુદારે મીડિયાને જણાવ્યું, ‘અમે 5 પાર્ટનર છીએ. ખાણમાં ખોદકામ દરમિયાન અમને 6.47 કેરેટનો હીરો મળ્યો હતો. આ હીરો અમે ગવર્મેન્ટ ડાયમંડ ઓફિસમાં જમા કરાવી દીધો છે. ગયા વર્ષે મને 7.44 કેરેટનો ડાયમંડ મળ્યો હતો. છેલ્લા બે વર્ષમાં અન્ય 2 અને 2.5 કેરેટના મૂલ્યવાન ડાયમંડ પણ મળ્યા હતા.’ રો ડાયમંડની હરાજી પછી તેમાંથી સરકારી રોયલ્ટી અને ટેક્સ કાપીને ખેડૂતને હીરાની કિંમત ચૂકવવામાં આવશે. પ્રાઈવેટ એસ્ટિમેટ પ્રમાણે, 6.47 કેરેટ ડાયમંડની હરાજી આશરે 30 લાખ રૂપિયામાં થઈ શકે છે.

ડાયમંડની ખાણ
પન્ના ડાયમંડ રિઝર્વ એરિયામાં સ્થાનિક ખેડૂતો અને મજૂરોને હીરાની ખાણનો અમુક ભાગ ભાડે આપે છે. આ જમીનમાંથી મૂલ્યવાન ડાયમંડ મળતા તેઓ જિલ્લા ખાણ અધિકારી પાસે જમા કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...