• Gujarati News
  • Lifestyle
  • Luxury Wedding Photographer Ronika Kandhari Becomes The First Female Photographer In The Country To Photograph The Royal Family Of Riyadh

ફોટોગ્રાફી ડે:લક્ઝરી વેડિંગ ફોટોગ્રાફર રોનિકા કંધારી, રિયાધના શાહી પરિવાર માટે ફોટોગ્રાફી કરનારી દેશની પ્રથમ મહિલા બની

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલિવૂડ કપલ રિતેશ અને જેનેલિયા દેશમુખના લગ્નમાં ફોટોગ્રાફી રોનિકાએ કરી હતી
  • રોનિકાએ અત્યાર સુધી 15 બુક્સ લખી છે

ઈન્ડિયન ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ યોગદાન આપનારી રોનિકાએ પુરુષ પ્રધાન કહેવાતા ફોટોગ્રાફી સેગમેન્ટમાં અલગ જ ઓળખ બનાવી છે. તેના કામમાં મૂડનું ફ્યુઝન અને કેન્ડિડ ફોટોગ્રાફીની ઝલક મળે છે. રોનિકાએ અત્યાર સુધી કિંગ અલ સાઉદ ઓફ રિયાધ, બોલિવૂડ કપલ રીતેશ અને જેનેલિયા દેશમુખના લગ્ન, પોલિટિકલ લીડર વિલાસરાવ દેશમુખ અને પ્રફુલ્લ પટેલ ઉપરાંત જિંદાલ, અંબાણી, મિત્તલ અને નારાયણ મૂર્તિ જેવા ટોપ મોસ્ટ સેલિબ્રિટી માટે ફોટોગ્રાફી કરી છે. તે ભારતની પ્રથમ મહિલા છે જેને રિયાધના શાહી પરિવાર માટે ફોટોગ્રાફી કરવાનો મોકો મળ્યો. આ ક્ષેત્રનો અનુભવ 15 વર્ષનો છે.

રોનિકાએ અત્યાર સુધી 15 બુક્સ લખી રોનિકાએ કહ્યું, આ સફર હંમેશાં ચાલતી રહે તે માટે મારે હજુ પણ ઘણું બધું શીખવાનું બાકી છે. મોનિકાની ફોટોગ્રાફી કંપનીમાં પ્રી વેડિંગ, વેડિંગ, કોન્સેપ્ટ શૂટ, ફેમિલી શૂટ, બેબી એન્ડ બંપ માટે ફોટોશૂટ કરવામાં આવે છે. રોનિકાએ APJ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન દિલ્હીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. એ પછી તેણે આગળનો અભ્યાસ ત્રિવેણી કલા સંગમ અને ન્યૂ યોર્ક એકેડમીમાં પૂરો કર્યો. વર્ષ 2012માં રોનિકાએ ‘ચલો ડ્રાઈવર’ નામની એક ફિલ્મનું પ્રોડક્શન કર્યું હતું. તે અત્યાર સુધીમાં 15 બુક્સ લખી ચૂકી છે.

ફોટોગ્રાફીથી અલગ જગ્યાએ ટ્રાવેલ કરવાની પ્રેરણા મળે છે
રોનિકા માને છે કે, દરેક લગ્નની એક અલગ સ્ટોરી હોય છે. અહીં ખુશ કરનારી ઘણી બધી પળ હોય છે, પરંતુ જો ફોટોગ્રાફી સરખી રીતે કરી હોય તો આ દરેક પળ યોગ્ય રીતે કેમેરામાં કેદ થઈ શકે. ફોટોગ્રાફી માટે રોનિકાને અલગ-અલગ દેશમાં ટ્રાવેલ કરવાની પ્રેરણા મળે છે. આ ઉપરાંત લેટેસ્ટ ફેશન અને આર્ટ તેની ફોટોગ્રાફીમાં ચાર ચાંદ લગાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...