કિમોથેરપી / પેટ અથવા અન્નનળીનાં કેન્સરગ્રસ્ત વૃદ્ધો માટે ઓછા ડોઝની કિમોથેરપી વધુ અસરકારક: સ્ટડી

Low-dose chemotherapy is more effective for stomach or oesophageal cancer: Study

divyabhaskar.com

May 16, 2019, 07:46 PM IST

હેલ્થ ડેસ્ક: ASCO (અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી) એન્યુઅલ મીટિંગ 2019માં રજૂ કરાયેલા સ્ટડી મુજબ, જે વૃધ્ધોને પેટ અથવા અન્નનળીનું કેન્સર હોય તેમના માટે ઓછી કિમોથેરપી ઓછી સાઈડ ઇફેક્ટ સાથે વધુ અસરકારક સાબિત થઇ શકે છે. કેન્સર રિસર્ચ યુકે એડિનબર્ગ સેન્ટરના કો-ચીફ ઇન્વેસ્ટિગેટર ઓફિસર ડોક્ટર પીટર હોલે જણાવ્યું કે, ધીરે ધીરે અમને ખબર પડી કે વ્યક્તિ ટ્રીટમેન્ટને કેટલી સારી રીતે સહન કરી શકે છે તેમાં ઉંમર સિવાય બીજા પણ ઘણાં ફેક્ટર મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે.

એવરેજ 76 વર્ષની ઉંમરના કુલ 514 પેટ અથવા અન્નનળીનું કેન્સર ધરાવતા દર્દી પર આ સ્ટડી કરાયો હતો, જેમાં સૌથી મોટી ઉંમરનો દર્દી 96 વર્ષનો હતો. દર્દીઓને યોગ્ય દવાઓ આપવામાં આવી ત્યારબાદ તેઓને માત્ર 2 ડ્રગ્સ સાથે કિમોથેરપી આપવામાં આવી. એ પછી કેન્સર કેટલું કાબુમાં આવ્યું, તેની કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નહીં તે જાણવા માટે મોનિટરિંગ કરવામાં આવ્યું.

રિઝલ્ટમાં જાણવા મળ્યું કે, મીડિયમ અને ઓછા ડોઝની કિમોથેરપી વધુ અસરકાર છે. તે કિમોથેરપીની અસર કેન્સરને કન્ટ્રોલ કરવા માટે આપવામાં આવતા ફુલ સ્ટ્રેન્થ ડોઝ જેટલી જ છે. પરંતુ, જ્યારે સંશોધકોએ ટ્રીટમેન્ટની લાઈફ ક્વોલિટી સહિત ઓવરઓલ ઇફેક્ટ પર નજર કરી તો તેમાં પણ સૌથી ઓછા ડોઝની ટ્રીટમેન્ટ સૌથી બેસ્ટ સાબિત થઇ.

કેન્સર રિસર્ચ યુકે એડિનબર્ગ સેન્ટરના બીજા કો-ચીફ ઇન્વેસ્ટિગેટર ઓફિસરે જણાવ્યું કે, અમારા પરિણામ પૂરતા સબૂત આપે છે જેથી ડોક્ટર હવે કોઈપણ ચિંતા વગર દર્દીને કિમોથેરપીનો ઓછો ડોઝ આપી શકે છે અને તે તેમના કેન્સરથી બચવાના ચાન્સમાં પણ કોઈ સમાધાન કરતું નથી.

X
Low-dose chemotherapy is more effective for stomach or oesophageal cancer: Study
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી