અજબ પ્રેમ કી ગજબ કહાની:પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, પતિને ડિવોર્સ આપ્યા બાદ મહિલાએ 60 વર્ષીય સસરા સાથે લગ્ન કર્યાં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
એરિકા ક્વિગ્લ અને તેનો પતિ જેફ ક્વિગ્લ. - Divya Bhaskar
એરિકા ક્વિગ્લ અને તેનો પતિ જેફ ક્વિગ્લ.
  • એરિકાના પહેલા પતિ જસ્ટિને પણ બીજા લગ્ન કરી લીધા છે અને બંનેની પાસે તેમના પહેલા પુત્રની કસ્ટડી પણ છે
  • પહેલા પતિ સાથે ઝઘડાને કારણે ડિવોર્સ લીધા, બાદમાં સાવકા સસરાએ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો

મોટા ભાગના લોકો જેમનું લગ્નજીવનમાં સફળ ન હોય તેઓ પોતાને બીજી તક જરૂરથી આપે છે, એટલે કે તેઓ ફરીથી લગ્ન કરીને ઘર વસાવે છે. અમેરિકાના કેન્ટુકીમાં રહેતી 31 વર્ષની એરિકા ક્વિગ્લે પણ આવું જ કર્યું, પરંતુ તેણે કોઈ બીજા સાથે નહીં, પણ પોતાના સાવકા સસરાને જીવનસાથી બનાવ્યો. ક્વિગ્લના પોતાના પતિ જસ્ટિન ટૉવેલ લાથે ડિવોર્સ થઈ ગયા હતા, ત્યાર બાદ તેણે તેના 60 વર્ષીય સાવકા સસરા સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

સસરાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો
‘ધ સન’ના રિપોર્ટ અનુસાર, એરિકા ક્વિગ્લના 19 વર્ષની ઉંમરમાં એક સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા જસ્ટિન ટૉવેલ સાથે લગ્ન થયા હતા. બંનેને એક બાળક પણ હતું, પરંતુ પરસ્પર વિવાદને કારણે 2011થી સંબંધોમાં તિરાડ પડી ગઈ. આ દરમિયાન એરિકા સાવકા સસરા જેફ ક્વિગલની નિકટ આવી. 2017માં જ્યારે એરિકા અને જસ્ટિનના ડિવોર્સ થયા, ત્યારે સાવકા સસરાએ મહિલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. થોડા સમય સુધી એરિકાએ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, પરંતુ થોડા સમય પછી તેણે હા પાડી.

બંનેની ઉંમર વચ્ચે 29 વર્ષનો તફાવત
ઉંમરમાં 29 વર્ષનો તફાવત હોવા છતાં બંને આજે પતિ-પત્ની તરીકે પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. લગ્નના એક વર્ષની અંદર એરિકા ક્વિગ્લે એક પુત્રીને જન્મ આપ્યો. હવે બંને બાળકો પોતાની માતાની સાથે રહે છે. તેના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતાં એરિકાએ કહ્યું હતું કે હું પૂર્વ પતિ જસ્ટિનની બહેનના માધ્યમથી જેફને ઓળખતી હતી. જ્યારે મુશ્કેલ સમયે જેફે ટેકો આપ્યો, ત્યારે મેં વિચાર્યું કે અમારી જોડી સારી રહેશે.

પૂર્વ પતિએ પણ લગ્ન કરી લીધા
એરિકા ક્વિગ્લે કહ્યું હતું કે જેફનું હૃદય હજી જુવાન છે, જ્યારે મારી ઉંમર તેના કરતાં વધારે દેખાય છે. એરિકાના પહેલા પતિ જસ્ટિને પણ બીજા લગ્ન કરી લીધા છે અને બંનેની પાસે તેમના પહેલા પુત્રની કસ્ટડી પણ છે. આ બંને પરિવાર નજીકમાં જ અલગ અલગ ઘરોમાં રહે છે. મહિલાના પહેલા પતિ જસ્ટિને કહ્યું હતું કે અમારી વચ્ચે હવે બધું સારું છે. હવે અમારી વચ્ચે કોઈ જાતની નફરત નથી. અમે અમારા પુત્ર વિશે વાત કરીએ છીએ અને અમારા જીવનની સાથે આગળ વધી રહ્યા છીએ.

આ રીતે નિકટતા વધી
બીજી તરફ, સસરાથી એરિકાના પતિ બનેલા જેફે કહ્યું હતું કે તેને એરિકામાં પોતાની પહેલી પત્ની દેખાય છે. અમે બંને એકબીજાની સાથે ખુશ છીએ અને દરેક ક્ષણનો આનંદ માણી રહ્યા છીએ. અમે ક્યારે પણ ઉંમરના તફાવત પર ધ્યાન નથી આપ્યું, અમે અમારા નિર્ણયથી ખુશ છીએ. એરિકાને વિન્ટેજ ફેશન શોમાં જવાનો શોખ હતો અને આ પ્રકારના શોને હોસ્ટ કરતો હતો. આ દરમિયાન બંનેને એકબીજાને નજીકથી જાણવાની તક મળી હતી.