• Gujarati News
 • Lifestyle
 • Loud Music Is Not Only Useful For Parties, It Can Also Be Effective In Preventing Dengue, Study Revealed

સંગીત વગાડો, મચ્છરો ભગાડો:લાઉડ મ્યુઝિક માત્ર પાર્ટીઓ જ નહીં પણ મચ્છર ભગાડવા પણ અસરદાર, આ ઉપાય તમને ડેન્ગ્યુથી બચાવી શકે છે

14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર વર્ષે મલેરિયાથી વર્લ્ડ લેવલે આશરે 4 લાખથી વધારે લોકોના મૃત્યુ થાય છે

દેશના ઘણા બધી રાજ્યોમાં ડેન્ગ્યુના કેસનો ઢગલો થઈ રહ્યો છે. ડેન્ગ્યુથી બચવા માટે લોકોને અલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. શૉકિંગ વાત એ છે કે, આ વખતે ડેન્ગ્યુના નવા સ્ટ્રેન ‘સીરોટાઈપ-2’ના કેસ મળ્યા છે. અમેરિકન જર્નલ ઓફ ટ્રોપિકલ મેડિસિન એન્ડ હાઈજીનના રિસર્ચ પ્રમાણે, ડેન્ગ્યુ સીરોટાઈપ-2 ખૂબ જ ગંભીર અને ઘાતક સાબિત થઈ શકે છે.

આવા માહોલમાં સૌથી જરૂરી છે. મચ્છરોથી બચવું. આજકાલ તો કેમિકલ પ્રોડક્ટ્સથી પણ મચ્છરો ભાગતા નથી, પરંતુ શું તમને ખબર છે કે લાઉડ મ્યુઝિકથી મચ્છરો ભગાડી શકાય છે? આ વાત સાંભળવામાં થોડી અજીબોગરીબ લાગે પણ આ મજાક નથી. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના સર્વે પ્રમાણે, મચ્છરોને હાઈ ફ્રિકવંસીવાળો અવાજ ગમતો નથી. ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના લાઉડ મ્યુઝિકમાં મચ્છરો તેમની સંખ્યા વધારી શકતા નથી કે કરડતા પણ નથી.

સ્માર્ટફોનથી પણ મચ્છરો ભગાડી શકો છો
મચ્છરો ભગાડવા માટે તમે સ્માર્ટફોનની મદદ પણ લઈ શકો છો. આ માટે અમુક એપ્સ ડાઉનલોડ કરવી પડશે. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એન્ટિ મોસ્કિટો રિપલેન્ટ એપ્સ અવેલેબલ છે. મચ્છરોને આ એપ્સનો હાઈ ફ્રિકવંસીનો અવાજ જરાય ગમતો નથી. તેઓ જ્યાં મ્યુઝિક વાગતું હોય ત્યાં ફરકતા બંધ થઈ જાય છે. આ એપ્સમાંથી 17થી 22 કિલો હર્ટ્સના તરંગો નીકળે છે. તે મચ્છરો અને માખીઓને ભગાડવા માટે મજબૂર કરે છે. આ તરંગો માણસોને સંભળાતી નથી અને જોખમી પણ નથી. મોટા રૂમમાં મોબાઈલ ફોનનું સ્પીકર ઓન કરી શકો છો.

શું મચ્છરો અવાજ સાંભળી શકે છે?
​​​​​​​મચ્છરોની સાંભળવાની ક્ષમતા આશરે 2000 હર્ટ્સ હોય છે. નર મચ્છરોની સાંભળવાની ક્ષમતા વધારે છે. ઘણા સમયથી એવું માનવામાં આવતું હતું કે, માદા મચ્છરો બહેરી હોય છે પરંતુ વર્ષ 2006માં થયેલી કરંટ બાયોલોજીમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, માદા મચ્છરો સાંભળી શકે છે. મચ્છરોના માથા પર બે પાંખવાળું એન્ટિના હોય છે. તેનો ઉપયોગ તે સાંભળવા માટે કરે છે.

મચ્છરો તમને કેવી રીતે શોધે છે?
​​​​​​​કેલિફોર્નિયામાં એક સંસ્થાનના રિસર્ચ પ્રમાણે, માણસોની ગંધ, શરીરમાંથી નીકળી ગરમી અને મચ્છરોની તેજ ઇન્દ્રિયોને લીધે તેઓ વ્યક્તિને શોધી લે છે. માદા મચ્છરો હંમેશાં વ્યક્તિના લોહીને પ્રાથમિકતા આપે છે. વ્યક્તિ સહિત ઘણા બધા પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. માદા મચ્છરો આ ગેસની ગંધ 30 ફૂટ દૂરથી પણ સરળતાથી ઓળખી લે છે. આ જ કારણે અંધારું થતા તેઓ અટેક કરવાનું શરૂ કરી દે છે.

પ્રેગ્નન્ટ મહિલાઓ નોર્મલ માણસોની સરખામણીએ 20% વધારે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. આથી સૌથી વધારે મચ્છરો તેમને કરડે છે. જો કોઈને પરસેવો થાય છે, તો તેમને પણ મચ્છરો વધારે કરડે છે.

આ દેશમાં ફેક્ટરીની અંદર મચ્છરોનું ઉત્પાદન થાય છે
​​​​​​​ચીનના દક્ષિણ વિસ્તારમાં ગુઆંગઝૉયમાં એક ફેક્ટરી છે, તે સારા મચ્છરોનું ઉત્પાદન કરે છે. આ મચ્છરો બીમારી ફેલાવતા મચ્છરોનો ગ્રોથ અટકાવી દે છે. સારા મચ્છરો વોલબેચિયા બેક્ટેરિયાથી સંક્રમિત હોય છે. એક રિસર્ચ પછી ચીને મચ્છરોનું પ્રોડક્શન ચાલુ કર્યું હતું. અહીં દર અઠવાડિયે આશરે 2 કરોડ મચ્છરોનું ઉત્પાદન થાય છે.

મચ્છરો કરડવાથી ઘણી બીમારીઓનું સંકટ
WHOના રિપોર્ટ પ્રમાણે, વર્લ્ડ લેવલે આશરે 219 મિલિયન મેલેરિયાના કેસ આવે છે. તેને લીધે 4 લાખથી વધારે મૃત્યુ થાય છે. દર વર્ષે આશરે 40 હજાર મૃત્યુ પાછળ ડેન્ગ્યુ જવાબદાર હોય છે.

જયપુરની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. પ્રવીણ કણોજીયાએ જણાવ્યું કે, ઘણા લોકો માટે મચ્છર કરડે એ નોર્મલ વાત છે. મોટાભાગના લોકો ઘરે જ ઉપાય કરીને મચ્છરો ભગાડે છે. ઘણા કેસમાં ડૉક્ટર પાસે પણ જવું પડે છે. મચ્છરો કરડવાથી ઘણી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. જે જગ્યાએ મચ્છર કરડે, ત્યાં ખંજવાળો નહીં. તેની પર હાઈડ્રોકાર્ટિસન ક્રીમ લગાવી શકો છો.

આ મુખ્ય બીમારીઓ

 • મલેરિયા
 • ડેન્ગ્યુ
 • ચિકનગુનિયા
 • ઝીકા વાઇરસ
 • યેલ્લો ફીવર
 • બ્રેન ફીવર
 • ફાઇલેરિયા

આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો

 • તાવ
 • માથામાં દુખાવો
 • આંખોમાં બળતરા
 • શ્વાસ ચઢવો
 • ઠંડી લાગવી
 • થાક અને નબળાઈ
 • પેઢામાંથી લોહી નીકળવું
 • પીળાશ શરીર
 • ઊલટી
 • ગળામાં દુખાવો

મચ્છરોથી બચવાની રીત​​​​​​​​​​​​​​

 1. તજનો સ્પ્રે યુઝ કરો.
 2. સૂતી વખતે પંખો ફાસ્ટ કરવો.
 3. દરવાજા અને બારી પર જાળી લગાવો.
 4. ઘર અને આજુબાજુની જગ્યા સાફ રાખો.
 5. મચ્છરદાની અને કીટ સ્પેનો ઉપયોગ કરો.
 6. લીમડાનું તેલ હાથ-પગ પર લગાવો
 7. ફુદીનાનો રસ છાંટવો
 8. ઘરમાં તુલસીનો છોડ મચ્છરોથી દૂર રાખશે.
 9. સૂતી વખતે ચમકતા કે આછા રંગના કપડાં પહેરો.
 10. મચ્છર મારતા રેકેટનો ઉપયોગ કરો.