તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Losing Sons But No Hope ... Mumbai Auto Driver Sells House To Educate Granddaughter, Gets Rs 24 Lakh In Donation

હૃદયસ્પર્શી કહાની:દીકરાઓ ગુમાવ્યા પણ આશા નહીં... મુંબઈના ઓટો ડ્રાઈવરે પૌત્રીને ભણાવવા માટે ઘર વેચી દીધું, દાનમાં 24 લાખ રૂપિયા મળ્યા

7 મહિનો પહેલા
  • ઓટો ડ્રાઈવર દેસરાજ પર બે વર્ષમાં બે પુત્રોના મૃત્યુથી દુઃખોનો પહાડ તૂટી પડ્યો

મુંબઈમાં હૃદયને સ્પર્શી જાય તેવી એક ઓટો ડ્રાઈવરની કહાની સામે આવી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી વાઈરલ થઈ રહી છે. ઓટો ડ્રાઈવર દેસરાજ પર બે વર્ષમાં બે પુત્રોના મૃત્યુથી દુઃખોનો પહાડ તૂટી પડ્યો, પરંતુ તેઓએ હાર નથી માની.

આર્થિક તંગીના કારણે 74 વર્ષના દેશરાજે પૌત્રીને ભણાવવા માટે પોતાનું ઘર પણ વેચું દીધું. પુત્રના મૃત્યુ બાદ તેમના બાળકો અને પત્નીની જવાબદારીઓ સંભાળતા વૃદ્ધ દેસરાજ જી તનતોડ મહેનત કરી રહ્યા છે. 'હ્યુમન્સ ઓફ બોમ્બે'એ તેના સોશિયલ મીડિયા પેજ પર આ હૃદયસ્પર્શી કહાનીને શેર કરી અને લોકોને મદદ માટે અપીલ કરી છે. આ પહેલ દ્વારા 20 લાખ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્યાંક હતું, પરંતુ આ રકમ તેના કરતાં વધારે એકત્રિત થઈ ગઈ છે. આ પહેલ દ્વારા હવે 24 લાખ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે અને ચેક ઓટો ડ્રાઈવરને સોંપવામાં આવ્યો છે.

'હ્યુમન્સ ઓફ બોમ્બે'એ ઓટો રિક્ષા ડ્રાઈવર દેસરાજની કહાનીને શેર કરતા લખ્યું કે, 6 વર્ષ પહેલા મારો મોટો દીકરો ઘરેથી ગુમ થઈ ગયો હતો. તે કામ માટે ઘરેથી ગયો હતો અને ક્યારેય પાછો ફર્યો નહીં. તેમના પુત્રનો શબ એક સપ્તાહ બાદ મળ્યો હતો. મુંબઈમાં ખારની પાસે ઓટો ચલાવતા દેસરાજના 40 વર્ષના દીકરાનું મૃત્યુ થઈ ગયું, પરંતુ તેમના વૃદ્ધ પિતાને તેનો શોક કરવાનો સમય પણ ન મળ્યો અને બીજા જ દિવસે તેઓ રસ્તામાં ઓટો ચલાવવા લાગ્યા.

એટલું ઓછું હોય એમ બે વર્ષ બાદ એક બીજો દુઃખનો પહાડ તૂટી પડ્યો અને તેમને બીજો દીકરી પણ ગુમાવ્યો. જ્યારે ઓટો ચલાવી રહ્યા હતા, ત્યારે એક કોલ આવ્યો કે તમારા દીકરાનો શબ પ્લેટફોર્મ પર મળ્યો છે, તેને સુસાઈડ કરી લીધું છે. બે દીકરાઓના શબને અગ્નિસંસ્કાર આપ્યા છે, એક પિતા માટે તેનાથી મોટું કોઈ દુંઃખ શું હોઈ શકે છે.

દેસરાજે જણાવ્યું કે, જ્યારે મારી પૌત્રીને 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 80 ટકા આવ્યા ત્યારે તેની ખુશી મનાવવા માટે ગ્રાહકોને ફ્રીમાં સવારી કરાવી. ત્યારબાદ જ્યારે તેમની પૌત્રીએ કહ્યું, તે બી.એડ કોર્સ માટે દિલ્હી જવા માગે છે તો દેસરાજની સામે એક મોટી સમસ્યા આવી ગઈ. દેસરાજને ખબર હતી કે તેઓ ક્યારેય આટલા પૈસા ભેગા નહીં કરી શકે. પરંતુ તેમણે હાર ન માની અને તેમને પોતાનું ઘર વેચી દીધું અને પૌત્રીને દિલ્હીની સ્કૂલમાં એડમિશન અપાવ્યું. ઓટો ડ્રાઈવર દેસરાજની આ કહાની સોશિયલ મીડિયા પર ઘણા લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે. અત્યારે ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...