તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Lose Weight Without Exercising, A Device Created By Scientists That Will Lose 6kg In Two Weeks

આવી ગયું મેદસ્વિતા ઘટાડવાનું ડિવાઈસ:એક્સર્સાઈઝ કર્યા વગર ઘટાડો વજન, વૈજ્ઞાનિકોએ બનાવ્યું એવું ડિવાઈસ કે, બે સપ્તાહમાં 6KG વજન ઘટી જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રોફેસર પોલ બ્રંટન દ્વારા આ ડિવાઈસ બનાવવામાં આવ્યું છે. - Divya Bhaskar
પ્રોફેસર પોલ બ્રંટન દ્વારા આ ડિવાઈસ બનાવવામાં આવ્યું છે.
  • આ ડિવાઈસનું નામ DentalSlim Diet Control રાખવામાં આવ્યું
  • ન્યૂઝીલેન્ડની ઓટાગો યુનિવર્સિટીમાં સંશોધકો દ્વારા આ ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું

મેદસ્વિતા જે લોકોથી હેરાન છે, તેમના માટે સારા સમાચાર છે. સંશોધકોએ એક ખાસ ડિવાઈસ તૈયાર કર્યું છે, જેનાથી માત્ર બે સપ્તાહમાં છ કિલો સુધી વજન ઘટાડી શકાય છે. આ ડિવાઇસ તમારા દાંતો પર તાળુ લગાવી દેશે.

આ ડિવાઈસના ટ્રાયલમાં પ્રતિભાગીઓએ બે સપ્તાહમાં સરેરાશ 6.36 કિલો વજન ઘટાડ્યું. ન્યૂઝીલેન્ડની ઓટાગો યુનિવર્સિટીમાં સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડિવાઈસનું નામ DentalSlim Diet Control રાખવામાં આવ્યું છે. આ ડિવાઈસને મેદસ્વી લોકોના દાંત પર ફિટ કરવામાં આવે છે. તેને ફિટ કરતા જ વ્યક્તિ સોલીડ ફૂડ ખાઇ શકતો નથી અને વધુમાં વધુ લિક્વિડ લેવા લાગે છે, જેના કારણે વજન આપમેળે ઓછું થવા લાગે છે.

કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ
આ ડિવાઈસ મેગિનેટિક કોન્ટ્રેપ્શન છે, જેને બોલ્ટ દ્વારા મેદસ્વી લોકોના દાંતમાં ફિટ કરવામાં આવે છે. તેના કારણે વ્યક્તિ પોતાનું મોં 2 મિલીમીટર કરતાં વધારે નથી ખોલી શકતો. જો કે, સંશોધકોનો દાવો છે કે આ ડિવાઇસ લગાવનારને બોલવા અને શ્વાસ લેવામાં તકલીફ નથી થતી.

ધ સનના રિપોર્ટ અનુસાર, આ ડિવાઈસને તૈયાર કર્યા બાદ જ્યારે ટ્રાયલ થયું, તો તેમાં સફળતા પણ મળી. બે સપ્તાહની અંદર લોકોએ 6 કિલો સુધી વજન ઘટાડ્યું. આ ડિવાઈસને તૈયાર કરનાર લોકોનું કહેવું છે કે, મેદસ્વિતા માટે કરાવવામાં આવતી સર્જરી કરતા આ સસ્તુ છે અને સારો ઓપ્શન છે.

ડેન્ટલ સ્લિમ ડાયટ કંટ્રોલ ડિવાઈસ બનાવનાર પ્રોફેસર પોલ બ્રંટનના જણાવ્યા પ્રમાણે, ડેન્ટિસ્ટ આ ડિવાઈસને લગાવી શકે છે. તેમજ ખાસ વાત એ છે કે તેને ગમે ત્યારે સરળતાથી કાઢી શકાય છે અને બાદમાં ફરીથી લગાવી શકાય છે.

પ્રોફેસ પોલ બ્રંટને જણાવ્યું કે, આ ડિવાઈસનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસર નથી થતી. ડાયટિશિયન કેથ ફાઉહીનું માનવું છે કે. આ તે લોકો માટે ફાયદાકારક હશે, જે લોકો સર્જરી પહેલા પોતાનું વજન ઓછું કરવા માગે છે.

જે લોકો પોતાના ભોજન પર નિયંત્રણ કરી શકતા નથી અને તેમનું વજન વધી રહ્યું છે તેઓ માટે આ ડિવાઈસ ઉપયોગી સાબિત થઈ શકે છે.