ફેશન ટિપ્સ:રફલ સ્ટાઈલમાં દેખાશો સ્ટાઈલિશ, પરંતુ, ઓછી હાઈટવાળાએ રાખવું પડશે ધ્યાન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ યુવતીઓની પહેલી પસંદ રફલ સાડી, રફલ સ્લીવ અને રફલ ગાઉન છે. એક્ટ્રેસ પણ રફલ્સ સ્ટાઇલની પસંદગી કરી રહી છે. દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સંદીપ ખોસલા અને અબુ જાનીની ડિઝાઇન કરેલી ઓફ વ્હાઈટ સાડી પહેરી હતી. દીપિકાનો આ લુક બધાને ખુબ જ પસંદ આવ્યો હતો. ડિઝાઈનર દીપનીતા સિંહ પાસેથી જાણીએ રફલને સ્ટાઇલ કરવાની ટ્રેન્ડી ટિપ્સ.

છેલ્લા ઘણા સમયથી રફલ ફેશનમાં છે. બ્લાઉઝની સ્લીવ, ડિઝાઈનર સાડી અને ગાઉનમાં રફલ ડિટેલિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રફલની ખાસ વાત એ છે કે, ઓફિસ, પાર્ટી, પારિવારિક પ્રસંગમાં પહેરી શકાય છે.

રફલ સાડી છે નવી ફેશન
પ્રસંગોમાં પરંપરાગત આઉટફિટ તો પહેરવાનું પસંદ હોય તો દીપિકા પાદુકોણ પાસેથી પ્રેરણા લઈ શકો છો. દીપિકાએ પહેરેલી રંગબેરંગી રફલ સાડીઓ ઓનલાઈન શોપિંગ સાઈટ પર રૂ. 576 થી શરૂ થતી વિવિધ રેન્જમાં ઉપલબ્ધ છે.

માધુરી દીક્ષિતે પણ રફલ સ્લીવવાળું બ્લાઉઝ કેરી કર્યું હતું. આ સિવાય રફલ બોર્ડરવાળી સાડી પણ પહેરી શકો છો. બુટિકમાંથી તમે રફલ બ્લાઉઝ અથવા સાડી ડિઝાઇન કરી શકો છો.

વેસ્ટર્ન આઉટફિટ્સમાં રફલ

પેરિસમાં એક ઇવેન્ટ દરમિયાન પ્રિયંકા ચોપરાએ સફેદ રફલ સાથે બ્લેક ગાઉન સ્ટાઇલ કર્યું હતું. આ સિવાય શિલ્પા શેટ્ટી, ઉર્વશી રૌતેલા અને સારા અલી ખાને પણ રફલ સ્ટાઈલ સાથે વેસ્ટર્ન આઉટફિટ્સ પહેર્યા હતા. તમે રફલ સ્કર્ટ અથવા ફ્રોક ડ્રેસને પણ સ્ટાઇલ કરી શકો છો.

બોડી શેપ અને હાઇટનું ખાસ ધ્યાન રાખો

જો તમારી ઊંચાઈ 5:4 કે તેથી વધુ છે, તો રફલ ડિટેલિંગવાળી સાડી અથવા ડ્રેસ તમને ખૂબ જ સુંદર લાગશે.

હેવી બોડીવાળી સ્ત્રીઓએ રફલ્સ સ્ટાઈલ ન કરવી જોઈએ, જેનાથી તેમનું ફિગર સંપૂર્ણ દેખાશે. જો તમે દુબળા અને કર્વી છો તો તમે રફલ્સ સાડી કે ગાઉન ટ્રાય કરી શકો છો.