ઘણા લોકોને લાઈટ શેડની લિપસ્ટિક પસંદ હોય છે તો ઘણા લોકોને ડાર્ક શેડની લિપસ્ટિક પસંદ હોય છે. ડાર્ક શેડમાં પણ કાળા કલરની લિપસ્ટિક કયારે પણ લગાવી છે? ઘણી બોલિવૂડ એક્ટ્રેસ બ્લેક લિપસ્ટિકના કારણે ચર્ચામાં આવી ચુકી છે. તો શ્રુતિ હાસન અને દીપિકા પાદુકોણ આ બોલ્ડ સ્ટાઇલને લઈને ટ્રોલ પણ થઇ ચુકી છે. આર્ટેમિસ હોસ્પિટલના મનોવૈજ્ઞાનિક રચના સિંહ પાસેથી બ્લેક લિપસ્ટિક લગાવતી મહિલાઓના સ્વભાવ વિશે જણાવે છે. પર્સનાલિટીની ડાર્ક સાઈડ દેખાડે છે
લિપસ્ટિકનો બ્લેક શેડ પર્સનાલિટીની ડાર્ક સાઈડને દેખાડે છે. આ મહિલાઓના દિલમાં તમે સરળતાથી જગ્યા બનાવી શકતા નથી. જે મહિલાઓને બ્લેક લિપસ્ટિક પસંદ હોય છે તે મહિલાઓ ડાર્ક કલર તરફ આકર્ષિત થાય છે.
બ્યુટીફૂલ એન્ડ બોલ્ડ
જે મહિલાઓને બ્લેક લિપસ્ટિક અથવા ડાર્ક લિપસ્ટિક પસંદ હોય છે તેઓના સ્વભાવમાં નેગેટિવિટી નથી હોતી. જે મહિલાઓ બ્લેક લિપસ્ટિક લગાવે છે તેઓને અમુક પ્રકારની ફિલ્મ, ઈન્ડી મ્યુઝિક અને બળવાખોરો દ્વારા લખાયેલી ક્રાંતિની વાર્તાઓ વાંચવી ગમે છે. આ મહિલાઓ બોલ્ડ અને સુંદર દેખાવમાં માને છે.
આ એક્ટ્રેસ બ્લેક લિપ્સ્ટીકને કારણે થઇ હતી ટ્રોલ
એક્ટ્રેસ શ્રુતિને બ્લેક અને ડાર્ક લિપસ્ટિક પસંદ છે. એકવાર તેણે સોશિયલ મીડિયા પર બ્લેક લિપસ્ટિક વાળો ફોટો શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેના આ ફોટો પર ઘણી નેગેટિવ કોમેન્ટ આવી હતી. યુઝર્સે તેને ટ્રોલ પણકરી હતી ત્યાં સુધી તેણીને ડાકણ પણ કહી દીધી હતી.
ગોથિક ફેશન શું છે?
ગોથિક ફેશનમાં મહિલાઓમાં ડાર્ક લિપસ્ટિક, આઈલાઈનર અને આઈ શેડો લગાવે છે. બ્લેક આઉટફિટ અને મેસો હેરસ્ટાઇલ એક અલગ જ લુક આપે છે. મહિલાઓની આ સ્ટાઇલ રહસ્યમય લુક આપે છે.
ગોથિક ફેશન કેવી રીતે શરૂ થઈ?
સાયલન્ટ ફિલ્મના સ્ટાર થેડા બારાને ગોથિક ફેશનનો જન્મદાતા કહેવામાં આવે છે.તેમને 'અમેરિકાનો પ્રથમ ગોથ' પણ કહેવામાં આવે છે.1920 ના દાયકાથી તેણે ગોથિક ફેશન સ્ટાઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ અંતર્ગત તે આંખો પર ડાર્ક મેકઅપ કરતી હતી અને વિચિત્ર કપડાં પહેરતી હતી.
નરગીસ ફખરી પણ બ્લેક લિપસ્ટિક પાછળ છે પાગલ
મૂળ અમેરિકન મૂળની એક્ટ્રેસ અને ટોપ મોડલ નરગીસ ફખરીએ પણ બ્લેક પ્રિન્ટેડ ડ્રેસ સાથે બ્લેક લિપ શેડ લગાવ્યો છે. નરગીસ આ લુકમાં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણે બ્લેક લિપસ્ટિકને ગોલ્ડન શીયર સાડી સાથે ફ્લોન્ટ કરી હતી.
બોલ્ડ અને બ્યુટીફુલ
જો તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો અને બીજાના અભિપ્રાયથી તમને કોઈ ફરક પડતો નથી, તો સંપૂર્ણ સ્વેગ સાથે બ્લેક લિપસ્ટિક કરો. તમારામાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે ત્યારે કોઈ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.