નુસરત ભરુચા જનહિતમાં બોલી:કોન્ડોમને સુરક્ષાની દ્રષ્ટિએ જુઓ, તેના ઉપયોગથી 98 ટકા સુધી સેક્સ સેફ બનાવી શકો છો

18 દિવસ પહેલા
 • કૉપી લિંક

અભિનેતા નુસરત ભરૂચાની 'જનહિત મે જારી' આવતીકાલે રિલીઝ થવાની છે. આ એક પારિવારિક ફિલ્મ છે જેમાં કોન્ડોમ જેવા સેન્સેટિવ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. આ ફિલ્મમાં નુસરત કોન્ડોમ વેચવાની એક કંપનીમાં કામ કરે છે. અહીં પહેલાં કોઈ છોકરીએ કામ કર્યું નથી એટલે તેની સામે અનેક પ્રકારના પડકારો આવે છે. આવી જ એક ચેલેન્જનો નુસરતને ફિલ્મના પ્રમોશન દરમિયાન સામનો કરવો પડ્યો. તે આ ફિલ્મ માટે સતત ટ્રોલ થઈ રહ્યા છે. કોન્ડોમ વેચવા માટે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

પુરુષો કરતાં મહિલાઓને કોન્ડોમની વધુ જરૂર હોય છે - નુસરત
નુસરતનું કહેવું છે કે, કોન્ડોમ કેટલું મહત્વનું છે, તે તેને આ ફિલ્મ માટે રિસર્ચ કરતી વખતે ખબર પડી હતી. સામાન્ય લોકો કોન્ડોમને સેક્સના દ્રષ્ટિકોણથી જ જુએ છે પણ આ વલણ બદલવું પડશે. તેને સુરક્ષાની દ્રષ્ટિએ જોવું જોઈએ. બાળકોને 7માં ધોરણમાં સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે, તો બાળકો માટે કોન્ડોમ સમસ્યા કેવી રીતે હોઈ શકે? મારા કુટુંબમાં દરેક સભ્ય સેક્સ એજ્યુકેશન વિશે ખુલ્લાં મનના છે. તેથી જ હું મારા પરિવાર સાથે બધું શેર કરી શકું છું.

મને લાગે છે કે, કોન્ડોમનો ઉપયોગ ના કરવાથી પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ પડતી તકલીફ ભોગવવી પડે છે. ગર્ભપાતનો ખતરો વધી જાય છે. આ ફિલ્મમાં વધતાં જતાં ગર્ભપાતના કેસોની પણ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે તમે ડેટા જોશો તો સ્પષ્ટ થશે કે, કોન્ડોમ કેટલાં મહત્વના છે. તો મારી સલાહ છે કે, જો છોકરો કોન્ડોમ ના ખરીદે તો છોકરીઓએ તેને સેનેટરી પેડની જેમ પોતાની બેગમાં રાખવી જોઈએ, એ જ આપણી સુરક્ષા છે તેવી વાત નુસરત ભરૂચાએ કરી હતી. હવે કોન્ડોમનો ઉપયોગ કરવો ખરેખર જરૂરી સમજનારાઓના તમામ સવાલોના જવાબ આપીએ? તેનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે?

નુસરતનું કહેવું છે કે, પુરુષો કરતાં મહિલાઓને કોન્ડોમની વધુ જરૂર હોય છે.
નુસરતનું કહેવું છે કે, પુરુષો કરતાં મહિલાઓને કોન્ડોમની વધુ જરૂર હોય છે.

સવાલ: કોન્ડોમનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
જવાબ:
સેફ સેક્સ કરવા માટે લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કરવાથી યૌન સંબંધિત રોગો (એઈડ્સ, એચઆઈવી)નું જોખમ ઘટે છે.

સવાલ: શું મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ કોન્ડોમ આવે છે?
જવાબ :
હા. બંને માટે બજારમાં અલગ-અલગ પ્રકારના કોન્ડોમ ઉપલબ્ધ છે.

મહિલા કોન્ડોમ વિશેની 6 મહત્વપૂર્ણ વાતો

 • તે 95 ટકા સુધી સુરક્ષિત છે.
 • તે પાણી અથવા તેલ-આધારિત લ્યુબ્રિકન્ટ્સમાંથી બનાવવામાં આવે છે.
 • તેનો ઉપયોગ કરવો થોડો મુશ્કેલ છે.
 • તે દરેક મેડિકલ સ્ટોરમાં મળી શકતા નથી.
 • આ કોન્ડોમ પુરુષોના કોન્ડોમ કરતાં વધુ ખર્ચાળ છે.
 • તેમનું કદ સરખું જ હોય છે.

પુરુષોના કોન્ડોમ વિશેની 6 મહત્વપૂર્ણ વાતો

 • તે 98 ટકા સુધી સુરક્ષિત છે.
 • તેમાં પાણી આધારિત લુબ્રિકેન્ટ હોય છે.
 • તેનો ઉપયોગ એકદમ સરળતાથી થઈ શકે છે.
 • તે મેડિકલ સ્ટોર્સમાં સરળતાથી મળી જાય છે.
 • તે મહિલાઓના કોન્ડોમ કરતાં સસ્તાં હોય છે.
 • તે જુદી-જુદી સાઈઝ અને ફલેવરના આવે છે.

સવાલ: શું કોન્ડોમથી કોઈ નુકસાન થઈ શકે છે?
જવાબ :
હા, જે વસ્તુના ફાયદા હોય તેના ગેરફાયદા પણ હોય છે. કેટલાક પુરુષોની ફરિયાદ છે કે કોન્ડોમનો ઉપયોગ કરવાથી સેક્સ દરમિયાન તેમનો ઉત્સાહ ઘટી જાય છે. આ સિવાય જો તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ડેમેજ થઈ શકે છે અથવા ફાટી શકે છે. કોન્ડોમમાં લેટેક્ષ હોય છે. ઘણાં લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે.

લેટેસ્ટ ડેટા તરફ એક નજર ફેેરવીએ

 • દર 10માંથી 1 પુરુષ કોન્ડોમનો ઉપયોગ કરે છે, તેમને વંધ્યીકરણનો ડર લાગે છે.
 • દેશમાં દર 10માંથી ફક્ત 1 પુરુષ જ કોન્ડોમનો ઉપયોગ કરે છે. પુરુષો કોન્ડોમનો ઉપયોગ ન કરે તો કોઈ વાંધો નથી, પરંતુ તેનાથી મહિલાઓનું જીવન બદલાઈ શકે છે. તે પ્રેગનેન્ટ થઇ શકે છે, જેના કારણે તેના શરીરમાં ઘણાં બદલાવ આવે છે. ઘણી વખત તો ગર્ભપાત કરાવવો જ એકમાત્ર ઉપાય હોય છે. તે મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.
 • નસબંધીના નામે પુરુષોને શારીરિક નબળાઈ, માથાનો દુખાવો અને કોઈ રોગનો ભોગ બનવાનો ડર સતાવે છે.
 • નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS) અનુસાર ફેમિલી પ્લાનિંગ કરનારી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. 10માંથી 4 સ્ત્રીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા માટે વંધ્યીકરણ કરાવે છે, જ્યારે વંધ્યીકરણ કરાવનારા પુરુષોની સંખ્યા અસ્તિત્વમાં નથી.