તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Long COVID Side Effects And Kidney Problems; Us Washington University Research Latest Study

ભગવાન બચાવે કોરોનાથી:ICUમાં દાખલ થયેલાં કોરોના દર્દીઓને કિડની ફેલ થવાનું જોખમ, 90% દર્દીઓ તેનાં લક્ષણોથી અજાણ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પણ તેની આફ્ટર ઈફેક્ટ્સ પીછો નથી છોડી રહી. કોરોનાથી સ્વસ્થ થયા બાદ દર્દીઓની કિડની ડેમેજ થઈ રહી છે. ચિંતાજનક વાત એ છે કે આ ડેમેજનાં લક્ષણો પણ જણાઈ રહ્યા નથી. આ દાવો અમેરિકન વોશિંગ્ટન યુનિવર્સિટીના રિસર્ચમાં કરવામાં આવ્યો છે. રિસર્ચ પ્રમાણે, હોસ્પિટલમાં દાખલ થયેલાં અથવા લોન્ગ કોવિડથી પીડિત દર્દીઓને કિડની ડેમેજનું જોખમ રહે છે.

1 સપ્ટેમ્બરે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી જર્નલમાં પબ્લિશ થયેલાં રિપોર્ટ પ્રમાણે, કોરોનાથી સ્વસ્થ થયેલાં દર્દીઓમાં ધમનીઓ સંબંધિત સમસ્યા જોવા મળી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ દર્દીઓમાં કિડનીની બીમારી શરૂ થઈ. વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધક ઝિયાદ અલ અલી જણાવે છે કે, સંક્રમણ થયા બાદ ICUમાં દાખલ થનારા દર્દીઓમાં કિડની ફેલ થવાનું જોખમ વધારે છે.

દર્દીઓમાં 70થી 80% કેસમાં કિડની ફેલ
સેન્ટ લુઈસ હેલ્થ કેર સિસ્ટમ અને વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ અમેરિકામાં ફેડરલ હેલ્થ ડેટાનું એનાલિસિસ કર્યું. રિપોર્ટ પ્રમાણે, કિડની ફેલ્યોર થવાનું કારણ 'લોન્ગ કોવિડ' છે.

કિડનીના દર્દીઓમાં સામાન્ય રીતે તેનાં લક્ષણો જોવાં મળતાં નથી. નેશનલ કિડની ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, આશરે 90% દર્દીઓમાં કિડનીની બીમારીનાં લક્ષણો જોવાં મળતાં નથી. અમેરિકાના 3.7 કરોડ લોકો તેનાથી પીડિત છે.

એક્સપર્ટનું કહેવું છે કે, કિડનીના દર્દીઓમાં 70થી 80% સુધી કિડની ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દે છે. કિડની ડેમેજ થઈ ચૂકી હોય ત્યાં સુધી દર્દીને તેની કોઈ શંકા પણ રહેતી નથી. યુરિનમાં પ્રોટીનનું લેવલ વધી જવું, પગની ઘૂંટી અને આંખની ચારે બાજુ સોજા હોવા, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવાનાં લક્ષણોની અવગણના ન કરો.

આ રીતે કિડની ફેલ થતાં બચાવો

  • અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી CDC પ્રમાણે, તમારા બ્લડ પ્રેશરને 140/90થી ઓછું રાખો અથવા ડોક્ટરની સલાહ લઈને બ્લડ પ્રેશરનું ટાર્ગેટ જાણી લો. ઓછા મીઠાવાળું ભોજન લો, ફળ અને શાકભાજી ખાઓ. આ ઉપરાંત એક્ટિવ રહો અને તમારી કોલેસ્ટેરોલની રેન્જ નક્કી કરો. સાથે જ ડોક્ટરની સલાહ લઇને દવાઓ લેતા રહો.
  • જો તમારી કિડની ફેલ થઈ જાય છે તો તમારે ડાયલિસિસ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. તેવામાં કિડનીને સ્વસ્થ રાખવી અને ફેલ થવાથી બચાવવી ઘણી જરૂરી છે.
  • CDCના જણાવ્યા પ્રમાણે, તમને ડાયાબિટીઝ હોય તો યુરિન અને બ્લડ ટેસ્ટ કરાવો અને બ્લડ શુગર રેન્જમાં હોવું જોઈએ. એક જગ્યા પર બેસવાની આદત છોડી દો, એક્ટિવ બનો.
  • વધારે વજનને લીધે તકલીફ થઇ શકે છે. જો તમારું વજન વધારે છે તો તમે ઓછું કરો અને સ્મોકિંગની આદત છોડી દો. કિડનીને સ્વસ્થ રાખવા માટે ફૂડ પ્લાન કરો.

આ રીતે સુરક્ષિત રહો
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કોવિડના દર્દીઓએ સમયાંતરે ક્રિએટિનિન ટેસ્ટ કરાવવો જોઈએ. કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ તે જાણવા માટે eGFR ટેસ્ટ કરાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...