હોલિવૂડ ફિલ્મની રિયલ સ્ટોરી:લોકડાઉને શીખવાડ્યું કૂકિંગ, 66 દિવસ સુધી ઘરમાં એકલો રહેતો છોકરો બની ગયો શેફ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ ડિલિવરી બંધ થઈ તો બાળકે જાતે ખાવાનું બનાવ્યું

ચીનમાં એક 13 વર્ષનો બાળક અમેરિકન ફિલ્મ 'હોમ અલોન'ના પાત્રની વાસ્તવિક જીંદગી દર્શાવતો જોવા મળી રહ્યો છે. આ છોકરો 66 દિવસ સુધી પોતાના માતા-પિતા વગર ઘરમાં એકલો રહેતો હતો. ચીનના કુનશનમાં કોરોનાવાઈરસના કારણે લોકડાઉનના કારણે આ બાળકના માતા-પિતા 2 મહિના સુધી બીજા શહેરમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન બાળકે ફોન પર વાત કરીને ખાવાનું બનાવતા શીખવાની સાથે પાલતુ કૂતરા અને બિલાડીનું ધ્યાન રાખ્યું.

ફૂડ ડિલિવરી બંધ થઈ તો બાળકે જાતે ખાવાનું બનાવ્યું
ચીનના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અનુસાર, બાળકના માતા-પિતા શાંઘાઈમાં પિતાની સારવાર કરાવવા માટે 28 ફેબ્રુઆરીએ ગયા હતા. પરંતુ આ દરમિયાન ત્યાં અચાનક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. તેઓ એપ્રિલ સુધી પોતાના દીકરાને મળી શક્યા નહીં.

કિશોરવયના બાળકની માતાનું કહેવું છે કે, શરૂઆતમાં હું મારા દીકરાની સુરક્ષા વિશે ઘણી ચિંતામાં હતી. પરંતુ ધીમે ધીમે તેના દીકરાએ માતાને વિશ્વાસ અપાવ્યો કે તે સુરક્ષિત છે. માર્ચમાં તે બાળકના ખાવા માટે ઘરમાં ફૂડ ડિલિવરી એપની મદદથી ખાવાનું મોકલતી રહી. આ દરમિયાન કુનશન શહેરમાં કોરોનાના કેસ વધવાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. તેના પછી દીકરાએ થોડા દિવસ સુધી પેક્ડ ફૂડ જેમ કે ચિપ્સ, બિસ્કિટ વગેરે ખાતો રહ્યો. પરંતુ તે છોકરો આ બધું દરરોજ ખાઈને કંટાળી ગયો. છેલ્લે તેને પોતાની માતાને ફોન કરીને કહ્યું કે તમે મને ફોન પર જ ખાવાનું બનાવતા શીખવાડો. માતાએ દીકરાની વાત માની અને તે ફોન પર ખાવાની રેસિપી જણાવતી હતી તો બીજી તરફ દીકરો ખાવાનું બનાવતો હતો. આ રીતે ધીમે ધીમે બાળક કૂકિંગ શીખી ગયો.

ઘરે પહોંચ્યા તો માતા-પિતા દીકરાને ઓળખી જ ન શક્યા
બાળકની માતા જણાવે છે કે, તેને પોતાના દીકરા પર ગર્વ છે કે તેને મુશ્કેલ સમયમાં હિંમત ન હારી અને પોતાની સાથે પાલતુ પ્રાણીઓનું પણ ધ્યાન રાખ્યું. પરંતુ જ્યારે તેઓ એપ્રિલમાં લગભગ બે મહિના પછી પોતાના ઘરે પહોંચ્યા તો દીકરાને ઓળખી શક્યા નહીં. તેમના દીકરાની સાથે પાલતુ કૂતરા અને બિલાડીનું વજન પણ વધી ગયું હતું. તેમજ ઘરની પરિસ્થિતિ એવી હતી કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. આખું ઘર ખૂબ જ ગંદુ હતું.

કૂતરાને બહાર લઈ જતો અને સ્નાન કરાવતો હતો બાળક
ઈંગ્લિશ ફિલ્મ 'હોમ અલોન'માં મુખ્ય પાત્ર નિભાવી રહેલા બાળકને બતાવવામાં આવ્યું હતું કે તે પોતાનું ધ્યાન જાતે રાખતો હતો. ચોરોનો સામનો કરતો અને માર્કેટમાંથી ખાવાનું લઈને આવતો. આ રીતે જ્યારે આ બાળકની કહાની સામે આવી તો ચીનના ઘણા અખબારોએ આ બાળકની કહાનીને ફિલ્મના પાત્ર સાથે જોડી દીધી.

બાળકની માતાનું કહેવું છે કે દીકરો બિલાડીનું લિટર બોક્સ સાફ કરતો, કૂતરાને બહાર લઈ જતો. તેને સમયસર ખાવાનું આપતો. તે પોતાના દીકરાની હિંમત જોઈ ઘણી ખુશ છે. તે જણાવે છે કે પહેલા તેનો દીકરો ઘણો આળસુ હતો, તેણે હંમેશા લાગતું હતું કે તેનો દીકરો અન્ય બાળકો કરતા ઓછો આત્મનિર્ભર છે. પરંતુ તે ખોટી સાબિત થઈ ગઈ છે.