દેશમાં ચાની દુકાનની વાત હોય કે પછી ચા વેચનારની વાત આવે છે ત્યારે સામાન્ય નાગરિકનો ઈશારો દેશના વડાપ્રધાન પર જ હોય છે. ફરી એક વાર ચાની દુકાને ચર્ચા જાગી છે. ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં બેરોજગાર લવલેશ નામના યુવકે ચાની દુકાન શરૂ કરી છે. આ ચાની દુકાન સામાન્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ચાની દુકાનમાં પ્રેમી પંખીડા માટે પણ અલગ ચા તો જે લોકોને પ્રેમમાં દગો મળ્યો છે તેના માટે પણ અલગ ચા છે.
આ ચાની દુકાનમાં 2 રીતે ચાના ભાવ નક્કી કરવામાં આવ્યો છે. એક ચાનો ભાવ 15 રૂપિયા છે તો બીજી ચાનો ભાવ 10 રૂપિયા છે. 15 રૂપિયા ચા એ લોકો માટે છે જે લોકો હાલ કોઈની સાથે ગળાડૂબ પ્રેમમાં છે. તો 10 રૂપિયાવાળી ચા એ લોકો માટે છે જે લોકોને પ્રેમમાં દગો મળ્યો છે.
તો આશ્ચર્યની વાત એ છે કે, આ ચાની દુકાનનું નામ પણ શાનદાર રાખવામાં આવ્યું છે. આ ચાની દુકાનનું નામ 'બેવફા ચાય વાલા' રાખવામાં આવ્યું છે. આ પ્રકારનું નામ રાખવા પાછળનું કારણ લવકેશે જણાવ્યું હતું કે, તેને પણ પ્રેમમાં દગો મળ્યો છે. તો લવકેશે વધુમાં જણાવ્યું હતું કે, એક યુવતીએ ગરીબી જોઈને યુવકને છોડી દીધો હતો. લવનેશે લોકોને ચા પીવડાવ્યા સિવાય અપીલ પણ કરે છે કે પ્રેમ કરો છો તો પણ સમજી વિચારીને કરો.
જો લવકેશ વિશે વાત કરવામાં આવે તો બીએ પાસ લવનેશ પાસે કોઈ રોજગારી ન હતી ઘરમાં હાંડલા હડીયું કાઢતા હતા, તો વધુમાં તેની ગરીબીને કારણે પ્રેમિકાએ પણ તેને છોડી દીધો હતો, આ બાદ ઉછીના-ઉધારા કરીને આ ચાની દુકાન ખોલીને પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું. 6 દિવસની અંદર જ આ ચાની દુકાન આખા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. લોકો દૂર-દૂરથી દુકાને ચા પીવા આવે છે,
લવનેશે જણાવ્યું હતું કે, કપલ્સે ચા માટે 15 રૂપિયા ચૂકવવા પડશે તો જે લોકોનું બ્રેકઅપ થઇ ગયું છે તે લોકોએ ચા માટે 10 રૂપિયા ચૂકવવા પડશે.
લોકો પણ કરી રહ્યા છે વખાણ
લોકોનું કહેવું છે કે લવનેશે ચાની દુકાનનું નામ પણ કમાલનું રાખ્યું છે. આ નામ સાંભળતા જ લાગે છે કે ત્યાં જઈને ચા પીવા લાગ્યા છે. લોકો સવારથી જ આ દુકાન પર આવવા લાગે છે અને મોડી સાંજ સુધી ભીડ કરે છે. લોકોનું કહેવું છે કે લવલેશ ચા પણ ખૂબ સારી રીતે બનાવે છે. ઘણા લોકોએ આ દુકાનની સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.