• Gujarati News
  • Lifestyle
  • Living Like A Heroine 100 Years Ago In Modern Times, This Beautiful Young Lady Spent 8 Lakh Rupees For A World War II Dress.

જીના ઈસીકા નામ હૈ:આધુનિક સમયમાં 100 વર્ષ પહેલાની હીરોઈનની જેમ રહે છે આ સુંદર યુવતી, બીજા વિશ્વયુદ્ધના ડ્રેસ માટે 8 લાખ રૂપિયા ખર્ચ્યા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંપતીએ એક જૂનું ઘર પણ ખરીદ્યું છે, જે 1910માં બનેલું હતું.

અમેરિકામાં ટેક્સાસની ડલાસની રહેવાસી ગ્વેન્ડોલિન એરિન પેટરસન માત્ર સેકન્ડ વર્લ્ડ વૉરના સમયના ડ્રેસ પહેરે છે. તેણે થ્રિફ્ટ સ્ટોરમાંથી આવો ડ્રેસ ખરીદવા માટે 10,000 ડોલર એટલે કે લગભગ 8 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આ કારણે પેટરસન ચર્ચામાં છે.

પેટરસનને 1930 અને 1940 ના દાયકાની જીવનશૈલી એટલી પસંદ છે કે તેણે મોડર્ન ડ્રેસ પહેરવાનું બંધ કરી દીધું છે.
પેટરસનને 1930 અને 1940 ના દાયકાની જીવનશૈલી એટલી પસંદ છે કે તેણે મોડર્ન ડ્રેસ પહેરવાનું બંધ કરી દીધું છે.

25 વર્ષની પેટરસને હંમેશાં તેના ડ્રેસ માટે વખાણવામાં આવે છે. હવે તે માત્ર 1930 અને 1940ના દાયકાના કોસ્ચ્યુમ પહેરે છે. તેણા આવા ડ્રેસના કલેક્શનમાં 50 વિન્ટેજ ટોપી, 60 બેગ અને 75 કપડા સામેલ છે. તેની કિંમત લગભગ 10,000 ડૉલરથી પણ વધારે છે.

ડ્રેસને લઈને દરેક જણ કન્ફ્યુઝ
પેટરસન જણાવે છે કે લોકો હંમેશાં એ વાત માટે કન્ફ્યુઝ રહે છે કે શું પહેરવું? આજે પબ્લિક પ્લેસમાં જતા સમયે સૌથી મુશ્કેલ એ નક્કી કરવાનું હોય છે કે આખરે શું પહેરવું? દરેક જગ્યાએ જવા માટે અલગ અલગ પોશાક હોય છે.

ટેક્સાસના રિયલ એસ્ટેટ એજન્ટ પેટરસન હવે માત્ર 1930 અને 1940ના કપડા પહેરે છે.
ટેક્સાસના રિયલ એસ્ટેટ એજન્ટ પેટરસન હવે માત્ર 1930 અને 1940ના કપડા પહેરે છે.

પાર્ટીમાં જવાનું છે તો થોડા મોડર્ન, ઓફિસ માટે અલગ, લોન્ગ ટૂર માટે અલગ, મિત્રોની સાથે કંઈક અલગ અને પરિવારની સાથે કંઈક અલગ. જે પ્રકારનો મૂડ અને પરિસ્થિતિ, એટલા પ્રકારના તેના પોશાક હોય છે.

લોકો વારંવાર પેટરસનને પૂછે છે કે શું તે ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે.
લોકો વારંવાર પેટરસનને પૂછે છે કે શું તે ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે.

બંને પતિ-પત્ની જૂની જીવનશૈલી ગમે છે
પેટરસને પોતાના પ્રેમી સેમ સાથે લગ્ન કર્યા છે. પતિ પણ 1940ના સમયના ડ્રેસનો ફેન છે. તેણે પોતાના લગ્નમાં બીજા વિશ્વયુદ્ધ અનુસાર કપડાં પહેર્યા હતા.

આ કપલનું કહેવું છે કે લોકોને તેમની જૂની લાઈફસ્ટાઈલ અજીબ લાગે છે.
આ કપલનું કહેવું છે કે લોકોને તેમની જૂની લાઈફસ્ટાઈલ અજીબ લાગે છે.

પેટરસનનો પતિ કહે છે કે ઘણી વખત લોકોને લાગે છે કે અમે લોકોએ કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન માટે ડ્રેસ પહેર્યો છે. તેમના અનોખા ડ્રેસના અનુસાર, લોકો અજીબોગરીબ કમેન્ટ પણ કરે છે. ઘણા લોકો તેમની ટિકા પણ કરે છે તો ઘણા લોકો પ્રશંસા પણ.

લોકોને લાગે છે અમે નાટકમાં રોલ નિભાવી રહ્યા છીએ
પેટરસનની પાસે જીઆઈ સેનાની કાર પણ છે. તે વ્યવસાયે રિયલ એસ્ટેટ એજન્ટ છે. તે જણાવે છે કે, વિન્ટેજના સમયની તમામ વસ્તુઓ પ્રત્યેનો તેનો લગાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. તે જણાવે છે કે લોકો હંમેશાં તેને પૂછે છે કે શું હું કોઈ નાટકમાં રોલ નિભાવી રહી છું.

પેટરસને તેના 29 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમયે પણ તેણે બીજા વિશ્વયુદ્ધની ફેશન જેવો ડ્રેસ પહેર્યો હતો.
પેટરસને તેના 29 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમયે પણ તેણે બીજા વિશ્વયુદ્ધની ફેશન જેવો ડ્રેસ પહેર્યો હતો.

જૂની ફિલ્મોના પાત્રો જેવું દેખાવું પસંદ છે
તે જણાવે છે કે વિન્ટેજ મારા જીવન સાથે જોડાઈ ગયું છે. હું દરરોજ જૂના કપડાં પહેરું છું અને મારી પાસે જે કંઈપણ છે તે 30 અને 40ના દાયકાનું છે. હું હંમેશાં એક જૂની ફિલ્મ સ્ટારની જેમ દેખાવા માગુ છું, હું ઓડ્રે હેપબર્ન અને મર્લિન મુનરોની લાઈફસ્ટાઈલથી ઘણી પ્રભાવિત છું.

દંપતીએ એક જૂનું ઘર પણ ખરીદ્યું છે, જે 1910માં બનેલું હતું.
દંપતીએ એક જૂનું ઘર પણ ખરીદ્યું છે, જે 1910માં બનેલું હતું.

પેટરસનના અનુસાર, જ્યાં સુધી તે સેકેન્ડ વર્લ્ડ વૉરના સમયના કપડાં પહેરે નહીં ત્યાં સુધી ક્યાંય બહાર જતી નથી. દંપતીનું કહેવું છે લોકોને તેમની જૂની લાઈફસ્ટાઈલ વિચિત્ર લાગે છે, પરંતુ તેઓ પોતાનું જીવન આવી રીતે જીવવાનું પસંદ કરે છે.