ઘણીવાર નાના બાળકો તો એકલાં રહેતા ડરતા જ હોય છે પરંતુ મોટેરાઓને પણ ક્યારેક ડર લાગતો હોય છે. એક યુવતીએ તેના પતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મારા પતિ એકલાં નથી રહી શકતા. મને પિયર પણ નથી જવા દેતા. મારા વગર ઊંઘતા પણ નથી. હું હંમેશા તેમની સાથે બેસી રહું. હું ના હોય તો જમતા નથી અને ગભરાવવા લાગે છે. આ મામલો છ મહિના પહેલાં દિલ્હીના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ.પ્રજ્ઞા મલિક પાસે આવ્યો હતો. તે યુવતીનાં પતિને કોઈ બીમારી ના હતી, પરંતુ તેમની સાથે બાળપણમાં એવી ઘટનાઓ ઘટી હતી કે તેઓ મોટા થવા છતાં પર એકલા નથી રહી શકતા.
એકલું ન રહેવું તે બીમારી?
જામિયામાં રિસર્ચ સ્કોલર અને દિલ્લી યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભણેલા સમીર અંસારી જણાવે છે કે, આ પ્રકારના લોકો થોડા સમય માટે કોઈ એક પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવે છે અને બાદમાં છોડીને બીજો પાર્ટનર શોધી લે છે. આ પ્રકારના લોકો એકલા નથી રહી શકતા.
આ લોકોની અંદર 'બોર્ડર લાઈન પર્સનાલિટીની ટેંડેંસી' વધુ હોય છે, આ જ કારણે હંમેશા એકલાપણું, એકદમ કોઈ સાથે મન જોડાઈ જાય, જેટલું જલ્દી કોઈથી નજીક આવવું તેટલું જ દૂર જવું જેવા લક્ષણો જોવા મળે છે.
આ લોકો એક સાથે લગ્ન કરે છે, તે પછી છોડી દે છે અને ફરી બીજા સાથે સંબંધ બાંધે છે. આ રીતે એક જાળ બનતી જાય અને એકલાં નથી રહી શકતા. તેથી આ સ્થિતિને 'સિરિયલ મોનોગેમી કહેવામાં આવે છે. જે લોકો આ પ્રેક્ટિસ કરે છે તેને સીરીયલ મોનોગૈમિસ્ટ કહેવામાં આવે છે.
સીરિયલ મોનોગૈમિસ્ટમાં એવું પણ જોવા મળે છે કે જો પાર્ટનર તેમના મુજબ ન હોય તો તેઓ તેને છોડી દે છે અને તરત જ બીજાની શોધ કરવા લાગે છે. આખરે, સિંગલ રહેવાનું ટેન્શન શા માટે છે, કયા કારણો છે, તમે સિંગલ કેમ નથી રહી શકતા… જાણો નિષ્ણાતો પાસેથી આ સવાલોના જવાબ.
સિંગલ છે અને પરેશાન પણ?
કોઈ વ્યક્તિ એકલું ના રહી શકતું હોય તેની પાછળ ઘણાં કારણો હોય શકે છે, મનોવૈજ્ઞાનિકથી લઈને વ્યક્તિગત તકલીફ પણ હોય શકે છે. ડો. પ્રજ્ઞા મલિક આ સ્થિતિને બીજા પર નિર્ભર રહેનાર વ્યક્તિત્વ કહે છે. કોઈ વ્યક્તિ એકલું રહેવાથી કેમ ગભરાઈ છે. જે કારણો જાણો છો?
જરૂરિયાત ને ના સમજવી
જે લોકો એક પાર્ટનર હોવાની સાથે બીજા પાર્ટનર તરફ આકર્ષિત થાય છે અને હંમેશા બીજા લોકોની તલાશમાં રહે છે. જે લોકો પોતાની જરૂરિયાતને નથી જાણી શકતા અને સમજી નથી શકતા કે તે કોણ છે અને આખરે કરવા શું માંગે છે. જેનાથી તેમની તલાશ પૂર્ણ થઇ જાય. આ વ્યક્તિને એકલા રહેવા પર ડર લાગે છે. તેથી ઈચ્છે છે કે, હંમેશા તેમની સાથે એક પાર્ટનર રહે.
પોતાને ઓછો આંકવું
કેટલાક લોકોને લાગે છે કે જો તેઓ એકલા હોય તો તેમનું મૂલ્ય નથી. તેમની પાસે કોઈ જીવનસાથી નથી કે જેની સાથે તેઓ સંપૂર્ણ અનુભવ કરી શકે. તેનું સિંગલ સ્ટેટસ તેને 'સિંગલ શેમિંગ' અનુભવે છે. આવા લોકો પોતાના કરતા વધારે બીજાની સાથે રહીને આત્મવિશ્વાસ મેળવે છે. જ્યારે તેઓ કોઈની સાથે મેળ ખાતા નથી, ત્યારે તેઓ પોતાને ઓછો આંકવા લાગે છે.
બાળપણનાં ખરાબ અનુભવ
ડો.પ્રજ્ઞા કહે છે કે, જે મહિલા તેમના પતિની પરેશાનીનું નિરાકરણ કરવા માટે આવી હતી. તેમના પતિએ જણાવ્યું હતું કે, તેની માતા તેને છોડીને ચાલી ગઈ હતી. જેના કારણે આ યુવકને લાગતું હતું કે, અંધારામાં બધા છોડીને જતા રહે છે. બાળપણમાં ખરાબ અનુભવ થયો હોય તો પણ એકલા રહેવાથી ડર લાગે છે.
તમારી પાસે એક પાર્ટનર છે, પરંતુ તેમ છતાં તમે તેની પાસેથી જોઈતી કંપની મેળવી શકતા નથી. તમે વારંવાર કહેતા જોવા મળે છે કે 'મીત મિલા ન મન કા'. જીવનસાથી સાથે હોવા છતાં એકલતા અનુભવો છો.
એકલા ન રહેવામાં તકલીફ શું?
જો કોઈ વ્યક્તિ સિંગલ ન રહી શકે તો તેને સારા કે ખરાબમાં ગણી નહીં. તે દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. જે લોકો કમિટેડ રિલેશનશિપમાં હોય છે. તેના કારણે તેઓ મિત્રો કે પરિવારને સમય આપી શકતા નથી અને સામાજિક જીવન પર નકારાત્મક અસર થવા લાગે છે.
સમસ્યા છે તો સમાધાન પણ છે
ડો. પ્રજ્ઞા કહે છે કે, આ લોકોએ સૌથી પહેલાં એકલા રહેવાનો જે ડર છે તે કાઢી નાખવો જોઈએ. એક દિવસ પાર્ટનર વગર રહીને જોવું જોઈએ અને મૂલ્યાંકન કરો કે તેમની સાથે શું ખોટું થયું છે? જો કંઇ ખોટું ન થાય તો તેનો અર્થ એ છે કે તમે એકલતાને પણ પ્રેમ કરી શકો છો. તમે તમારામાં સ્થિરતા લાવી શકો છો, જેથી તમે તમારા મનપસંદ જીવનસાથી સાથે સુખી જીવન પસાર કરી શકો છો. કુટુંબ અને મિત્રો પણ એકલતાના ડરને દૂર કરવામાં મદદ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.