• Gujarati News
  • Lifestyle
  • Lives Lost Due To Drinking Too Much Water; Theories Like Affair, Poison And Curse Have Also Come Up Earlier

બ્રુસ લીની મોત પર નવો દાવો:વધુ પડતું પાણી પીવાનાં કારણે જીવ ગુમાવ્યો; અફેર, ઝેર અને શ્રાપ જેવી થિયરી પણ અગાઉ આવી ચૂકી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આખા વિશ્વમાં માર્શલ આર્ટસને ઓળખ અપાવનાર અમેરિકી અભિનેતા બ્રુસ લીની મોત વર્ષ 1973માં માત્ર 32 વર્ષની ઉંમરે થઈ હતી. આ સમયે ડોક્ટર્સનું કહેવું એવું હતું કે, કોઈ પેઈનકિલર ખાવાનાં કારણે તેમનાં મગજમાં સોજો ચડી ગયો હતો અને તેના કારણે તેમનું નિધન થયું હતું. જો કે, વર્તમાન સમયનાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, તેમની મોત કોઈ દવાનાં કારણે નહી પણ વધુ પડતું પાણી પીવાનાં કારણે થયું છે.

બ્રુસ લીની મોત પર 4 થિયરી
1 માફિયા-
બ્રૂસ લીની મોત 50 વર્ષથી એક રહસ્ય છે. અમુક લોકોનું કહેવું એવું છે કે, ચીની માફિયાએ પૈસાનાં કારણે અભિનેતાની હત્યા કરી હતી.

2. અફેર અને ઝેર- બીજી થિયરી એવું કહે છે કે, પરિણિત હોવા છતાં બ્રૂસ લીનું કોઈ બીજી જગ્યાએ અફેર ચાલી રહ્યું હતું. આ કારણોસર અભિનેતાની પત્નીએ જ તેને ઝેર આપી દીધું.

3. ડ્રગ ઓવરડોઝ- અમુક લોકોનું માનવું એવું હતું કે, બ્રૂસ લી ડ્રગ એડિક્ટિવ હતું. તે LSD જેવા હાઈટેક ડ્રગ્સ લેતો હતો, જેનાં ઓવરડોઝનાં કારણે તેની મોત થઈ ગઈ હતી.

4. શ્રાપિત હતા- ચોથી અને સૌથી કોન્ટ્રોવર્શિયવલ થિયરી એ છે કે, બ્રૂસ લી જન્મથી જ શ્રાપિત છે, જેના કારણે તેમની અકાળે મોત થઈ.

માર્શલ આર્ટિસ્ટ બ્રુસ લીનું 20 જુલાઇ 1973ના રોજ હોંગકોંગમાં અવસાન થયું હતું
માર્શલ આર્ટિસ્ટ બ્રુસ લીનું 20 જુલાઇ 1973ના રોજ હોંગકોંગમાં અવસાન થયું હતું

મોતનું કારણ હાઈપોનાટ્રેમિયા હતું
ક્લિનિકલ કિડની જર્નલમાં છપાયેલા આ રિસર્ચ મુજબ, બ્રૂસ લી ની મોત હાઈપોનેટ્રેમિયાનાં કારણે થઈ હતી. આ એક એવી કંડિશન છે કે, જેમાં સોડિયમની માત્રા એકદમ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે શરીરમાં પાણીની માત્રા વધવાનાં કારણે સોડિયમ તેમાં ભળી જાય છે. તેના કારણે મજગનાં સેલ્સ (કોશિકાઓ)માં સોજો ચડી જાય છે. આ સોજાને ‘સેરિબ્રલ ઓએડેમા’ કહે છે.

બ્રૂસ લીને હાઈપોનાટ્રેમિયા થવાનું જોખમ સૌથી વધુ હતુ
સંશોધકોનું એવું કહેવું છે કે, હાઈપોનાટ્રેમિયા થવાનું જોખમ અનેક ગણું હતું, તે જરુરિયાત કરતાં વધુ ફ્લુઈડ ડાયટ લેતો હતો. તેમની શારીરિક ગતિવિધિઓ પણ એવી હતી કે, જેના કારણે તેને વધુ પડતી તરસ લાગતી હતી. ગાંજા અને આલ્કોહોલ જેવા ડ્રગ્સનાં સેવનનાં કારણે તેમની કિડની યોગ્ય રીતે કામ કરી રહી ન હતી, જેના કારણે તેની ફિલ્ટરની ક્ષમતા પણ નબળી પડી રહી હતી.

બ્રુસ લી આજે પણ પોતાની માર્શલ આર્ટ ટેકનિક, ફિટનેસ અને એક્ટિંગ માટે જાણીતા છે
બ્રુસ લી આજે પણ પોતાની માર્શલ આર્ટ ટેકનિક, ફિટનેસ અને એક્ટિંગ માટે જાણીતા છે

બ્રૂસ લીની કિડનીઓ ખરાબ થઈ ચૂકી હતી
વૈજ્ઞાનિકોની જો વાત માનીએ તો, મોતના સમયે બ્રૂસ લીની કિડનીઓ ખરાબ થઈ ચૂકી હતી. તેનાં શરીરમાં પાણીનું યોગ્ય રીતે ફિલ્ટરેશન થતું ન હતું, જેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ વધી ગયું. જ્યારે શરીરમાં યૂરિન અને પાણીનું લેવલ સંતુલિત ન થયું તો મગજમાં સોજા ચડી ગયા. આ સ્થિતિ સર્જાયાનાં થોડા સમય પછી બ્રૂસ લી એ દેહત્યાગ કર્યો.

પત્નીએ કર્યો હતો ફ્લુઈડ ડાયટનો ઉલ્લેખ
બ્રૂસ લીની પત્નીએ લિંડા લી કેડવેલે એકવાર તેની ફ્લુઈડ ડાયટનો ઉલ્લેખ કર્યો હતો. તે નિયમિત રુપથી ગાજર અને સફરજનનાં જ્યુસનું સેવન કરતા હતા. ન્યૂયોર્ક પોસ્ટની રિપોર્ટ મુજબ વર્ષ 2018માં આવેલી બુક ‘બ્રૂસ લી: અ લાઈફ’માં પણ લેખક મેથ્યૂ પોલીએ આ અભિનેતા દરરોજ વધુ પડતું પાણી પીતો હતો એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.