• Gujarati News
  • Lifestyle
  • Lives Are Not Safe Themselves, Praying For The Safety Of Others, More Than 3 Lakh Innocent People Begging On The Signal

બાળ દિવસ પર કડવી વાસ્તવિકતા:ટ્રાફિક સિગ્નલ પર દિલ ખોલીને બીજાને આશીર્વાદ આપતી જિંદગીઓ જ સુરક્ષિત નથી, દેશમાં દર વર્ષે 3 લાખથી વધારે માસૂમ ભીખ માગવા મજબૂર

સુનાક્ષી ગુપ્તા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર રહેતા બાળકો મળેલી મીઠાઈઓ અને ઉતરેલા કપડાંથી તહેવાર ઉજવે છે
  • આ બાળકોને ભણી-ગણીને પોલીસ બનવાની ઈચ્છા છે

જેવું ટ્રાફિક સિગ્નલ લાલ થાય છે કે તરત બાળકોનું ઝૂંડ ગાડીઓ તરફ ડોટ મૂકે છે. હાથમાં નાનું કપડું લઈને 7-8 વર્ષના બાળકો ગાડીના કાચ સાફ કરે છે અને પછી તે ચમકતા કાચ પર આંખો ચિપકાવીને બોલે છે, કંઈક ખાવાનું આપી દો, સવારનું કઈ ખાધું નથી. જો તેમને રૂપિયા કે ખાવાની કોઈ વસ્તુ મળે તો સામે આશીર્વાદ પણ આપે છે. હાથમાં પેન, રમકડાં કે ગુલાબ લઈને ફરતા બાળકો સિગ્નલ પર ઊભેલી ગાડીના ડ્રાઈવરને કહે છે, સર, અમારો સામાન ખરીદી લો. ઉપરવાળો તમને ખુશ રાખશે. ક્યારેક બાળકોના સામાન વેચાય છે ક્યારેક નહીં. સિગ્નલ પર ભીખ માગતી બાળકીઓના યૌન શોષણની પણ અલગ જ સ્ટોરી છે. ચિલ્ડ્રન ડે પર ભાસ્કરની ટીમે રાજધાનીની અમુક જગ્યા પર બાળકો સાથે સમય પસાર કર્યો.

આ બાળકો સાથે વાત કરતા ખબર પડી કે, તેમની ઝિંદગી કેવી છે? તેમના સપનાં શું છે? ફ્યુચર પ્લાન શું છે?... માત્ર ડરના પડછાયામાં તેમની જીવન વીતે છે!

નવા કપડાં અપાવવાનું કહીને બાળકીનું કિડનેપ કર્યું
દિલ્હીમાં નેહરુ પ્લેસ પર પહોંચ્યા તો ત્યાં વિશાળ બિલ્ડિંગ અને હોટેલ્સની બહાર ફૂટપાથ પર લોકોની ભીડ હતી. બાળકો ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા. જેવું સિગ્નલ રેડ થયું કે તરત જ તેઓ કાર પાછળ ભાગે છે અને રૂપિયા માગે છે. રાજસ્થાનના અજમેર જિલ્લાથી આવેલા આ પરિવારનું ગુજરાન આવી રીતે જ ચાલે છે. ચાર મહિના પહેલાં આ જ રીતે એક પરિવારની દીકરી સીમા તેની નાની બહેન સાથે રસ્તા પર ઊભી હતી અને બીજે દિવસે અચાનક ગાયબ થઈ ગઈ. આજ સુધી તેના કોઈ સમાચાર નથી. દરજીની દુકાન પર ઊભેલી એક મહિલાએ સીમાને નવા કપડાં લઇ આપવાનું કહીને પોતાની સાથે લઈ ગઈ. આજ સુધી સીમા ઘરે આવી નથી.

સીમાની માતાની આંખો હંમેશાં તેની દીકરીને શોધતી રહે છે. ચાર મહિનામાં તેણે દિલ્હી, ગુરુગ્રામ અને રાજસ્થાનના પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છે. હાલ તે દીકરીનો ફોટો સાથે લઈને ફરે છે. ગીતાએ કહ્યું, સીમા માટે મારો પરિવાર એટલો બધો રડ્યો છે કે હવે અમારા આંસુ પણ સૂકાઈ ગયા છે. મારી 14 વર્ષની દીકરી હતી. તે ગામમાં જ રહેતી હતી. થોડા સમય પહેલાં જ શહેરમાં આવી હતી. બાકીના બાળકો સાથે તે પણ કચરો વીણવા જતી હતી. તે ગાયબ થઇ ગયા પછી અન્ય બાળકીઓ ડરી ગઈ છે.

ચહેરો સંતાડીને આવતા રાક્ષસો બાળકોને ચોકલેટની લાલચ આપે છે
સિગ્નલ પર લોકો સાથે ભીખ માગીને પેટ ભરતી આઠ વર્ષની સૌમ્યાએ કહ્યું, દીદી, ઘણા લોકો અમને ચોકલેટ અને કપડાંની લાલચ આપે છે પણ બધા લોકો સારા હોતા નથી. આવા લોકોથી અમે દૂર રહીએ છીએ. થોડા દિવસ પહેલાં એક છોકરો મોઢું છુપાવીને આવ્યો હતો અને તે મને ચોકલેટની લાલચ આપી રહ્યો હતો. હું તેની નજીક ન ગઈ, નહીં તો તે પણ મને સીમાની જેમ ક્યાંક લઈ જાત. ઘણીવાર લોકો અમને ગાડીમાં બોલાવે છે પણ અમને તે બધાથી ડર લાગે છે.

ભીખ નહીં માગીએ તો છોટુ સ્કૂલ કેવી રીતે જશે?
દિલ્હીનું ઓફિસ હબ કહેવાતા નેહરુ પ્લેસમાં ફ્લાયઓવરની નીચે અનેરસ્તાની બાજુમાં ફરી રહેલું બાળકોનું ટોળું દરેક પાસેથી 10 રૂપિયા માંગી રહ્યું હતું. અમે પૂછ્યું, આ રૂપિયાનું શું કરશો? તો કહ્યું, અમે પેટ ભરીને ખાઈશું. નાની અમારી પાસેથી રૂપિયા માગે છે. અમે રોજ તેને 150-200 રૂપિયા આપીએ છીએ. ક્યારેક કચરો વેચીને જુગાડ કરીએ છીએ. નાની પણ ભીખ માગવા જાય છે.

દીદી, તમે અમને ભણાવો, ચોપડીઓ પણ લાવજો
આ બાળકોનું જીવન ભલે રસ્તા પર પસાર થઈ રહ્યું હોય પણ તેમના સપનાં મોટા છે. 10 વર્ષની અંજલિ અભ્યાસની વાત આવતાની સાથે જ ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, અમે સ્કૂલ જઈ શકતા નથી પણ એક દીદી અમને ભણાવવા આવતા હતા. થોડા સમય પહેલાં તેમના લગ્ન થઈ ગયા. હવે ભણાવવા કોઈ આવતું નથી. અંજલિ એકદમ માસૂમ બનીને કહે છે, દીદી તમે અમને ભણાવવા આવતા જાઓ. મારે ભણવું છે. સાથે ચોપડીઓ પણ લાવજો. આટલું બોલ્યા પછી અંજલિ ફટાફટ 1થી 10 આંકડા બોલી ગઈ.

મળેલી મીઠાઈઓ અને ઉતરેલા કપડાંથી તહેવાર ઉજવે છે
​​​​​​​રસ્તા પર ફરતા રહેતા બાળકોને નથી ખબર કે નેતા શું કરે છે. તેમને બાળ દિવસ વિશે પણ કઈ ખબર નથી પણ જો કોઈ મીઠાઈ આપે તો ખુશ થઈને ખાઈ લે છે. દિવાળી પર લોકો પાસેથી મીઠાઈ અને કપડાં માગીને લાવે છે અને રસ્તા પર જ તહેવાર ઉજવે છે. તેમને પોતાનો જન્મદિવસ પણ ખબર નથી.

દર વર્ષે 3 લાખ બાળકો ભીખ માગે છે
​​​​​​​દેશમાં રોજ 4 લાખ લોકો ભીખ માગીને ગુજરાન ચલાવે છે તેમાં 3 લાખ બાળકો સામેલ છે. આ આંકડો જનગણના 2011માં રેકોર્ડ કર્યો હતો. આ તે બાળકોનો આંકડો છે જેમનું ઠેકાણું છે, પણ લાખો લોકો હજુ પણ લિસ્ટમાંથી ગાયબ છે તેમની પાસે કોઈ આધારકાર્ડ નથી કે રહેવા છત નથી. જેમના જીવવા, મરવા કે ખોઈ જવાથી કોઈને ચિંતા થઈ નથી.