• Gujarati News
  • Lifestyle
  • Little Help From People Can Change Someone's Life But The Thought Of 'what Will People Think' Stops Us From Helping Someone.

રેન્ડમ એક્ટ ઓફ કાઈન્ડનેસ:લોકોની નાની-નાની મદદ કોઈનું જીવન બદલી કાઢે છે પણ ‘લોકો શું વિચારશે’ એ વિચાર આપણને કોઇની મદદ કરતા રોકે છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમારું દયાભર્યું વલણ, કોઇની નાની એવી મદદ માત્ર તમને કે મદદ મેળવનારને જ નહીં પણ આખા સમાજને ખુશીઓથી ભરી શકે છે. જર્નલ ઑફ એક્સપરિમેન્ટલ સાઇકોલોજીમાં પ્રકાશિત નવા સ્ટડી મુજબ આપણે ઘણીવાર કોઇની મદદ કરી શકવાની સ્થિતિમાં હોવા છતાં એમ વિચારીને પાછળ હટી જઈએ છીએ કે બીજા લોકો શું વિચારશે? આ માનસિકતા આપણને ઘણીવાર લોકોને નાની-નાની મદદ કરતા રોકે છે.

મનોવિજ્ઞાની મેરિસા ફ્રેન્કો કહે છે કે, આપણે આપણા વર્તનના હકારાત્મક પાસા તરફ ધ્યાન નથી આપી શકતા. મદદ માટે સમાજમાં આગળ આવવાની જરૂર હોય ત્યારે મનમાં નકારાત્મકતા આવવા લાગે છે. આ પ્રકારના સ્ટડીમાં આ બાબત સાબિત થયા બાદ લોકો ખચકાટ છોડશે અને પરિચિત/અજાણ્યા લોકોની મદદ કરશે.

‘લોકો શું વિચારશે’ એ વિચાર આપણને કોઇની મદદ કરતા રોકે છે
‘લોકો શું વિચારશે’ એ વિચાર આપણને કોઇની મદદ કરતા રોકે છે

રિસર્ચમાં લોકોને મદદ કરાવવામાં આવી
સ્ટડી માટે જુદા જુદા 8 પ્રયોગ કરવામાં આવ્યા હતા. એક પ્રયોગમાં ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને લોકોની મદદ કરવા જણાવાયું હતું, જેમાં કોઇ અન્ય સ્ટુડન્ટને તેના ઘરેથી કોલેજ લાવવા, કોઇને ચા/કોફી પીવડાવવાની મદદ પણ સામેલ હતી.

અન્ય પ્રયોગમાં 84 લોકોને બે દિવસ ઠંડા સ્થળે રખાયા, જ્યાં તેમને ગરમ ચોકલેટ આપીને કહેવાયું કે આ ચોકલેટ તેઓ ખાઇ શકે છે કે બીજાને આપી શકે છે. 75 લોકોએ તેમની ચોકલેટ બીજાને આપી શકે છે. પછી તેમને રેટિંગ આપવા કહેવાયું કે તેમણે જેને ચોકલેટ આપી તેને કેવું લાગ્યું હશે?

જે વ્યક્તિએ મદદ કરી છે તેના અનુભવનું સાચું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે
તેમાંથી જે લોકો સામાન્ય રીતે પણ લોકોની મદદ કરતાં રહેતાં હતાં તેમને લાગ્યું કે આ મોટી વાત નથી અને ચોકલેટ મેળવનારા લોકોને ઝાઝો ફરક નહીં પડ્યો હોય જ્યારે સામાન્ય રીતે લોકોની મદદ ન કરતા લોકોને એવું લાગ્યું કે ચોકલેટ મેળવનારા ખૂબ ખુશ હશે. યુનિવર્સિટી ઑફ ટેક્સાસના માર્કેટિંગ અને મનોવિજ્ઞાનના પ્રોફેસર ડૉ. અમિતકુમાર આ સ્ટડીનો હિસ્સો હતા. તેમણે કહ્યું કે આપણે જેમને મદદ કરીએ છીએ તેમને કેવું લાગ્યું હશે તેનું ખોટું આકલન આપણને મદદ કરતા રોકે છે.

દયાળુ હોવાના વિચારથી આપણને તકલીફ થાય છે
મિત્રો સાથે મુલાકાત-વાતચીત, ત્યાં સુધી કે મોબાઇલ પર આવેલો મેસેજ પણ આપણને શાંતિ આપે છે. નવા સ્ટડીથી જાણવા મળ્યું કે લોકોની મદદ કરવામાં પણ તેટલી જ શક્તિ હોય છે. મદદ ભલે ગમે તેટલી નાની કેમ ન હોય, તે માનસિક તાણ ઘટાડે છે. ક્લિનિકલ મનોવિજ્ઞાની તારા કૌજિનૌઉ કહે છે કે લોકો દયા ઇચ્છે છે અને છતાં દયાળુ હોવાના વિચારથી તેમને મુશ્કેલી હોય છે. દયા એક આવેગ છે, જે ઊઠે ત્યારે આપણે વધારે વિચારવા માંડીએ છીએ.