તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Little Goodness, A Healthy Snack Startup From Bengaluru Based Harshvardhan And Pariksha Rao, Launched B 12 Jaggery This Year To Address Vitamin B 12 Deficiency Among Indians

કપલની સક્સેસ સ્ટોરી:બેંગલુરૂના હર્ષવર્ધન અને પરીક્ષા રાવે હેલ્ધી સ્નેક્સ સ્ટાર્ટઅપ લિટલ ગુડનેસની શરૂઆત કરી, B-12ની ઊણપ પૂરી કરવા ‘B-12’ જેગરી લોન્ચ કર્યું

2 મહિનો પહેલા
  • હર્ષવર્ધને IIM કોલકાતાથી અભ્યાસ કર્યો છે અને તેની પત્ની પરીક્ષા ન્યૂટ્રીશનિસ્ટ છે
  • ભારતમાં રહેતા 74% લોકોમાં વિટામિન B-12ની અછત છે

બે વર્ષ પહેલાં બેંગલુરુનાં હર્ષવર્ધન અને પરીક્ષા રાવે હેલ્ધી સ્નેક્સ સ્ટાર્ટઅપની શરુઆત કરી. આ વર્ષે તેમણે પોતાની પ્રોડક્ટમાં B-12 જેગરી પણ સામેલ કર્યું છે. કપલનો ગોલ ભારતમાં B-12ની અછત પૂરી કરવાનો છે. જો કે, મહામારી દરમિયાન લોકો ઈમ્યુનિટી બિલ્ડિંગ અને હેલ્ધી ડાયટને લઈને વધારે જાગૃત થયા છે. રિસર્ચ ફર્મ યુરોમોનિટર પેગ્સના જણાવ્યા પ્રમાણે, ભારતમાં નાશ્તાનો બિઝનેસ 33,500 કરોડ રૂપિયાનો છે. હર્ષવર્ધને IIM કોલકાતાથી અભ્યાસ કર્યો છે અને તેની પત્ની પરીક્ષા ન્યૂટ્રીશનિસ્ટ છે.

પરીક્ષાએ જણાવ્યું કે, ભારતમાં રહેતા 74% લોકોમાં વિટામિન B-12ની અછત છે. આ એ જ વિટામિન છે જે હિમોગ્લોબિનનાં પ્રોડક્શનમાં ખાસ ભૂમિકા ભજવે છે. આયર્નની અછત થાય ત્યારે આ વિટામિન લેવાની સલાહ આપવામાં આવે છે. મોટાભાગના ભારતીઓ આ વિટામિનની અછત પૂરી કરવા માટે દવા લેવાનું પસંદ કરે છે. પરીક્ષાનું માનવું છે કે, દવા લેવાને બદલે B-12 જેગરી વધારે અસરકારક છે. જેગરીમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછી છે અને ફ્લેવોનોઈડ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે.

કપલે પ્રોડક્ટ્સમાં પ્રોટીન, વિટામિન B-12, વિટામિન C, આયર્ન અને ઝિંક પર ફોકસ કર્યું છે. આ બધા પોષકતત્વો કોઈ એક વસ્તુમાં મળવા મુશ્કેલ છે. બ્રાંડનાં માધ્યમથી બાળકોમાં પોષકતત્વોની અછત પૂરી કરવા માટે પ્રોટીન બોક્સ લોન્ચ કર્યું છે. સપ્ટેમ્બર 2019માં આ બ્રાંડે એક કૂલ મીલની શરુઆત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...