• Gujarati News
  • Lifestyle
  • 'Liquid Lip And Chic Tinge' Is The Best Option If You Want To Do Makeup On A Low Budget.

આ રીતે મળશે ગુલાબી નિખાર:ઓછા બજેટમાં મેકઅપ કરવો હોય તો ‘લિક્વિડ લિપ એન્ડ ચીક ટિંગ’ બેસ્ટ ઓપ્શન છે, મેકઅપનો થોકડો નહીં લાગે અને ફોટો મસ્ત આવશે

કમલા બડોની12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેકઅપ વિશે વધારે નોલેજ ના હોય તો હેવી મેકઅપથી દૂર રહેવું

આજકાલ મહિલાઓને વધારે પડતો મેકઅપ ગમતો નથી. રૂટીન મેકઅપ માટે તેઓ એવી બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે જે વધારે મોંઘી ના હોય અને ઓછા સમયમાં ચહેરાની રોનક વધારે, સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ વિનોદ ઘોલપે જણાવી ઓછા સમયમાં વ્યાજબી ભાવે અને સારી રીતે મેકઅપ કરવાની રીત.

ફોટો મસ્ત આવશે એની પૂરી ગેરંટી!!
સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આથી HD મેકઅપની ડિમાન્ડ પણ વધી ગઈ છે. મહિલાઓ હવે નેચરલ મેકઅપ કરાવવા ઈચ્છે છે, જેથી તેઓ સુંદર દેખાય અને ચહેરા પર મેકઅપના થપ્પા ના લાગે. જો તમારો ફોટો સારો ના આવતો હોય તો મેકઅપ સ્ટાઈલ બદલી જુઓ. સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ વિનોદ ઘોલપે કહ્યું, આજકાલ લોંગ લાસ્ટિંગ લિક્વિડ લિપ એન્ડ ચીક ટીંટની બોલબાલા વધી રહી છે. આ નેચરલ મેકઅપ ફ્રેશ અને યંગ લુક આપે છે. આ અપ્લાય કર્યા પછી ફોટો પણ સારો આવે છે.

આ રીતે કરો મેકઅપ
લિક્વિડ લિપ એન્ડ ચીક ટીંટ વિશે વિનોદે કહ્યું, આમાં મોટાભાગે પિંક, પીચ જેવા સોફ્ટ શેડ્સ મળે છે અને તે સ્કિન પર સરળતાથી બ્લેન્ડ થઈ જાય છે. આને તમે બ્રશ કે આંગળીઓથી લિપ અને ચીક્સ પર અપ્લાય કરી શકો છો. તમે ઈચ્છો તો આઈશેડો તરીકે પણ અપ્લાય કરી શકો છો. એ પછી માત્ર ફાઉન્ડેશન લગાવો અને તમારો ફ્રેશ નો મેકઅપ લુક તૈયાર છે. જેમની સ્કિન ઓઈલી છે તેઓ કોમ્પેક્ટ લગાવી શકે છે. આ મેકઅપ સ્પ્રેડ થતો નથી. આથી લગાવતી વખતે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચહેરા પર લગાવ્યા પછી ફાઉન્ડેશન લગાવો.

હેવી મેકઅપથી દૂર રહો
જો તમે સુંદર દેખાવા માટે સ્કિન કલરથી લાઈટ કલરનું ફાઉન્ડેશન લગાવશો તો આ નેચરલ નહીં દેખાય. વધારે ફાઉન્ડેશનથી ચહેરો પેચી દેખાય છે. જો તમે મેકઅપ માટે ડાર્ક શેડ્સ વાપરશો તો ચહેરો હાર્શ દેખાશે. મેકઅપ વિશે વધારે નોલેજ ના હોય તો હેવી મેકઅપથી દૂર રહેવું. લાઈટ મેકઅપથી તમે યંગ અને ફ્રેશ દેખાશો. તમને મેકઅપ કરતા ના આવડતો હોય તો લિક્વિડ લિપ એન્ડ ચીક ટીંટ અને ફાઉન્ડેશન લગાવી લો. એ પછી તમારે બીજું કઈ કરવાની જરૂર નહીં રહે.