તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Like A Human Imitating Bird 'Lyrebird', It Makes The Sound Of Crying Children In Such A Way That No One Is Surprised

નકલખોર ચકલી:જંગલમાં અચનાક બાળકના રડવાનો અવાજ સંભળાય તો ગભરાઈ ન જતાં, 'લાયરબર્ડ' નામની ચકલી તમને મૂંઝવણમાં મૂકી શકે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'લાયરબર્ડ' નામની ચકલી કારનાં એન્જિનથી લઈને પશુઓના અવાજની નકલ કરવામાં એક્સપર્ટ
  • તે અન્ય પક્ષીઓના અવાજ કાઢી પોતાની સુરક્ષા કરે છે

તમે કોઈ સૂમસામ જંગલમાંથી પસાર થઈ રહ્યા હો અને તમને અચાનક બાળકના રડવાનો અવાજ આવે તો તમે ચોક્કસ ગભરામણથી પાણી પાણી થઈ જશો, પરંતુ તેનું કારણ એક નકલખોર પક્ષી પણ હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત તારોંગા ઝૂમાં એક એવી ચકલી જોવા મળી છે જે માણસના અવાજની નકલ કરે છે. આ પક્ષી આબેહૂબ બાળકના રડવાનો અવાજ કાઢી શકે છે. આ ચકલીનું નામ 'લાયરબર્ડ ઈકો' છે. માણસના અવાજની નકલ કરવાને કારણે તેને નકલખોર ચકલી પણ કહેવાય છે.

કારના એન્જિનથી લઈને પશુઓના અવાજની નકલ કરવામાં એક્સપર્ટ
ઓસ્ટ્રેલિયાના તારોંગા ઝૂએ લાયરબર્ડનો સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. ઝૂના જણાવ્યા પ્રમાણે, લાયરબર્ડ અવાજોની નકલ કરવામાં એક્સપર્ટ છે. તે આસપાસ લાકડું
કાપવાનાં મશીન, કારનાં એન્જિન, પશુઓના અવાજ સહિત અનેક અવાજોની નકલ કરી શકે છે.

પ્રાણીસંગ્રહાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ લાયરબર્ડ ક્યારેક એટલા ડરામણાં અવાજ કાઢે છે કે ઝૂના કર્મચારી ગભરાઈ જાય છે. નેશનલ ઓઉડ્ડુબોન સોસાયટીનું કહેવું છે કે, જ્યારે નર લાયરબર્ડ માદા સાથે સંબંધ બનાવવા માગે છે કે ત્યારે જોર જોરથી અવાજો કાઢે છે. જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન તેમનું પ્રજનન થાય છે. આ દરમિયાન આ ચકલી 4-4 કલાકો સુધી ગીતો ગાય છે.

અવાજથી પોતાની સુરક્ષા કરે છે
કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, જ્યારે આ પક્ષી પર કોઈ પણ પ્રકારનું સંકટ તોળાય છે તો તે સમૂહમાં રહેનાર પક્ષીના અવાજ કાઢી એવું દર્શાવે છે કે તેની આસપાસ ઘણા પક્ષી
છે.

અન્ય સમાચારો પણ છે...