તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Lifestyle
 • Lightning Strike Kills 75 In Up Mp And Rajasthan Know How Lightning Stroke Cause Casuality

કુદરતી આફત સામે આ રીતે બચો:વાદળો અથડાવાથી વીજળી થાય છે, મૃત્યુનું સૌથી વધારે જોખમ ખુલ્લાં મેદાનમાં; જાણો વીજળી પડે તો ક્યારે મૃત્યુ થાય છે અને તેનાથી કેવી રીતે બચવું

14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ક્યારેય પણ જમીન પર ન સૂવું જોઈએ
 • જમીન પર કરન્ટ ઝડપથી અને દૂર સુધી ફેલાય છે
 • વીજળીથી બચવા માટે વરસાદમાં વૃક્ષની નીચે ઊભા ન રહેવું જોઈએ

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાથી 70થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે. સૌથી વધારે મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયાં છે. 2019ના રિપોર્ટ પ્રમાણે, વીજળી પડવાને કારણે સૌથી વધારે મૃત્યુ બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં થાય છે.

આકાશી વીજળી કેમ પડે છે? મૃત્યુનું જોખમ ક્યારે વધારે રહે છે? તેનાથી બચવા માટે સૌથી સુરક્ષિત જગ્યા કઈ છે? આવો તેના જવાબ જાણીએ...

શા માટે વીજળી પડે છે
સરળ ભાષામાં સમજીએ તો આકાશમાં વાદળો પરસ્પર અથડાય છે. વાદળમાં ઘર્ષણ થવા પર ઈલેક્ટ્રિકલ ચાર્જ ઉત્પન્ન થાય છે અને ઈલેક્ટ્રિકલ ફીલ્ડ તૈયાર થાય છે. અહીં વીજળી બન્યા બાદ કન્ડક્ટરની શોધમાં તે જમીન પર પડે છે. તેનાથી માણસો માટે જોખમ વધી જાય છે.

વીજળી પડવા પર ક્યારે કેટલું જોખમ

 • અમેરિકાની NWS (નેશનલ વેધર સર્વિસ)નું કહેવું છે કે, આકાશી વીજળી માણસને અનેક રીતે નુક્સાન કરી શકે છે. પ્રથમ સીધી વીજળી પડવા પર. જોકે આવા કિસ્સાઓ ઓછા હોય છે પરંતુ તે જોખમકારક હોય છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લાં મેદાનમાં હોય. આ કેસમાં મોટા ભાગે મૃત્યુ થતું હોય છે.
 • બીજી સ્થિતિમાં વીજળી પડવા પર તેની ગરમીથી ચામડી બળી જાય છે. કરન્ટ લાગવા પર શરીરને જે અસર થાય આ તેના જેવું જ છે. વરસાદ દરમિયાન ઘણા લોકો વૃક્ષોની નીચે અથવા મકાનની છતની નીચે ઊભા રહી જાય છે. આવા લોકોને આકાશીય વીજળીથી જોખમ રહે છે.
 • દેશના પ્રથમ એન્યુઅલ લાઈટનિંગ રિપોર્ટ 2019-20ના જણાવ્યા પ્રમાણે, આકાશીય વીજળી પડવા પર સૌથી વધારે કેસ ત્યારે જોવામાં આવ્યા જ્યારે વરસાદથી બચવા માટે વ્યક્તિ વૃક્ષ નીચે ઊભો હોય. ભારતમાં 71% આવા જ કેસ હોય છે. 25% કેસમાં સીધા આકાશમાંથી વીજળી પડવા પર મૃત્યુ થાય છે. 4% કેસમાં વ્યક્તિ સીધી રીતે તેનાથી પ્રભાવિત થયેલા હોતા નથી.
 • NWSના ડેટા પ્રમાણે, કરન્ટ ફેલાયલો હોય તેવી જમીન પર વીજળી પડવા પર મૃત્યુ અને ઈજાગ્રસ્ત થવાનું જોખમ વધારે હોય છે. આવું એટલા માટે બને છે કારણ કે જમીનમાં રહેલો કરન્ટ મોટા ક્ષેત્રમાં ફેલાયેલો હોય છે. જમીનના સહારે દૂર સુધી તેની અસર જોવા મળે છે.

વીજળી પડવાને કારણે સૌથી વધારે જુલાઈ 2019માં મૃત્યુ થયાં
રિપોર્ટ પ્રમાણે, વીજળી પડવાને લીધે વર્ષ 2018માં 2357 અને 2019માં 2876 લોકોનાં મૃત્યુ થયાં. તેનાથી સૌથી વધારે બિહાર (400), મધ્ય પ્રદેશ (400), ઝારખંડ (334) અને ઉત્તર પ્રદેશ (321)માં થયાં હતાં. 25થી 31 જુલાઈ 2019માં સૌથી વધારે મૃત્યું થયાં હતાં. આ દરમિયાન દેશમાં 4 લાખ વખત વીજળી પડી હતી.

વીજળીથી પોતાની જાતને કેવી રીતે બચાવશો

 • NWSના જણાવ્યા પ્રમાણે, આકાશીય વીજળીથી બચવા માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી. તો પણ સારું રહેશે કે ઘરની અંદર રહેવામાં આવે. વીજળીના અવાજ સાંભળતાં જ ઘરની અંદર જતા રહો.
 • નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, આકાશમાં વીજળી ગરજતી હોય ત્યારે મેટલ, મેટાલિક પાઈપ, ઈલેક્ટ્રિકલ સિસ્ટમ, ટીવી અથવા કેબલ વાયર અને પાણીનો સ્પર્શ કરવો નહિ. તેનાથી જોખમ વધે છે કારણ કે તે કન્ડક્ટર (સુવાહક) તરીકે કામ કરે છે.
 • ક્યારેય પણ જમીન પર ન સૂઓ, કારણ કે જમીન પર કરન્ટ ઝડપથી ફેલાય છે. આમ થવા પર વીજળી પડવાનું જોખમ વધી જાય છે. બને ત્યાં સુધી સીધી રીતે જમીનના સંપર્કથી દૂર રહો.
 • પોતાના હાથ કાન પર રાખી દો જેથી વાદળો ગરજવાનો અવાજ તમને પરેશાન ન કરે. પગની એડી જોડેલી રાખો. આમ કરવા પર કરન્ટનું જોખમ ઓછું થઈ શકે છે.

4 પ્રકારના અલર્ટથી સમજો ક્યારે કેટલું જોખમ
દેશમાં હવામાન વિભાગ વરસાદ, વીજળી અને તોફાનની ભવિષ્યવાણી કરે છે. તોફાન કે વરસાદ કેટલો તીવ્ર હશે તેનું અલર્ટ અલગ અલગ રંગ જાહેર કરી આપામાં આવે છે. તેમાં ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ અલર્ટ સામેલ છે.

 • ગ્રીન અલર્ટ: અર્થાત કોઈ જોખમ નથી.
 • યલો અલર્ટ: સાવચેત રહેવાની જરૂર છે, જોખમ થઈ શકે છે.
 • ઓરેન્જ અલર્ટ: તે જણાવે છે કે જોખમ છે. તેના માટે તૈયાર રહો.
 • રેડ અલર્ટ: હવામાન બગડી શકે છે અને ભારે નુક્સાન થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...