• Gujarati News
  • Lifestyle
  • Lesbian Wife Formed A Relationship With A Young Woman In Front Of Her Husband, Got Married 10 Years Ago And Now Lives With All Three

બ્રાઝિલ:લેસ્બિયન પત્નીએ પતિની સામે જ યુવતી સાથે સંબંધ બનાવ્યો, 10 વર્ષ પહેલા લગ્ન થયા હતાં અને હવે ત્રણેય સાથે રહે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સનન્ની અને ડિએગો પહેલેથી જ પતિ-પત્ની હતા
  • બંનેએ વર્ષ 2021માં કરીના સાથે લગ્ન કર્યા હતા

એક કપલે સંબંધ બનાવવા માટે અન્ય મહિલાને આમંત્રણ આપ્યું તો ઈન્ટરનેટ પર યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. 31 વર્ષનો ડિએગો રોડ્રિગ્જ ડિ સૂઝા બ્રાઝિલની એક લોકપ્રિય ડેટિંગ એપ ઓર્કુટ પર વર્ષ 2006માં 28 વર્ષની સન્ની કરેન રોડ્રિગ્ઝને મળ્યો. 3 વર્ષ ડેટિંગ પછી બંનેએ વર્ષ 2009માં લગ્ન કર્યા. લગ્નના સાત વર્ષ વીતી ગયા પછી એક દીકરાનો જન્મ થયો. બાળકનું નામ મિગ્યુઅલ રાખ્યું.

મહિલાએ પોતાના પાર્ટનરને બધું જણાવ્યું
પોતાની કિશોરાવસ્થાથી જ સન્ની પોતાના વિશે જાણતી હતી કે તે બાયોસેક્સ્યુઅલ છે. ડિએગો સાથે રિલેશનશિપમાં આવ્યા પછી તેને બધું જણાવી દીધું હતું.

10 વર્ષ પછી મોટો નિર્ણય લીધો
વર્ષ 2019માં લગ્નને 10 વર્ષ થઈ ગયા. કપલે હવે નિર્ણય લીધો કે લાઈફમાં સંબંધ બનાવવા માટે હવે ત્રીજી વ્યક્તિને લાવવી જોઈએ. બંને આ વાત પર સંમત હતા કે તે ત્રીજી વ્યક્તિ એક મહિલા હોય. તેના માટે તેમણે ટિંડર અકાઉન્ટ બનાવ્યું અને 25 વર્ષની કરીના કર્લે પરેરા માટોસને મળી.

પતિ-પત્ની અને ત્રીજી વ્યક્તિ
નવેમ્બર 2019માં તેમણે પહેલી વખત સંમિતથી સંબંધ બનાવ્યા. શરૂઆતથી કરીના આ પ્રકારના સંબંધમાં પોતાને સહજ મહેસૂસ કરતી હતી. શરૂઆતમાં થોડી ઘણી ઈર્ષ્યા થઈ પરંતુ વાતચીત અને થેરપી દ્વારા તેને સરળતાથી આ બધામાંથી છૂટકારો મળી ગયો.

સંબંધીઓ સહજતાથી લેતા ન હતા
ડિએગોનો પરિવાર જલ્દીથી આ નવા સંબંધને સમજી ગયો, પરંતુ કરીના અને સન્નીના સંબંધીઓએ તેને સહજતાથી ન લીધા. તેના દીકરા મિગ્યુઅલે તેને પોઝિટિવ લીધાં અને પોતાના જીવનમાં કરીનાનો સ્વીકાર કર્યો. જો કે, તે બધા ક્રિશ્ચિયન છે. તેમણે લોકોની ખરાબ વાતો પણ સહન કરવી પડી છે તેમાં ધાર્મિક લોકો પણ સામેલ હતા.

સનન્ની અને ડિએગો પહેલેથી જ પતિ-પત્ની હતા. બંનેએ વર્ષ 2021માં કરીના સાથે લગ્ન કર્યા હતા.
સનન્ની અને ડિએગો પહેલેથી જ પતિ-પત્ની હતા. બંનેએ વર્ષ 2021માં કરીના સાથે લગ્ન કર્યા હતા.

વર્ષ 2021માં ત્રણેયે લગ્ન કર્યા
તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને બે વર્ષથી વધુ સમય ડેટિંગ પછી જુલાઈ 2021માં સન્ની અને ડિએગોએ કરીનાની સાથે લગ્ન કર્યા. તેમણે પોતાના પરિવારના લોકોને આમંત્રિત કર્યા પરંતુ અમુક જ લોકો સામેલ થયા.

હવે ત્રણેય સાથે રહે છે. સન્ની કહે છે કે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.
હવે ત્રણેય સાથે રહે છે. સન્ની કહે છે કે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.

સન્નીએ કહ્યું, અમે ત્રણેય એક એક ગાઢ સંબંધમાં બંધાયેલા છીએ, જેમાં પરંપરાગત સંબંધની મર્યાદા અને પ્રેમ છે. કમનસીબે, અમારા પરિવારમાંથી ડિએગોનો એકમાત્ર પરિવાર છે, જેને આ સંબંધ સ્વીકાર્યો છે. અમારા મોટાભાગના મિત્રોએ અંતર બનાવી લીધું છે. તેમ છતાં હું મારા પાર્ટનર્સ અને ફોલોઅર્સનો આભાર માનું છું. તે એક સપનું સાકાર થવા જેવું હતું.

અન્ય સમાચારો પણ છે...