નુકસાન/ / ફાયદાકારક ગણાતું લીંબુ પાણી ક્યારેક કિડની અને લિવરની સમસ્યા પણ નોતરી શકે છે

Lemon can not harm the body and can also damage the body

divyabhaskar.com

May 11, 2019, 03:36 PM IST

હેલ્થ ડેસ્કઃ ગરમીની સિઝનમાં ઠંડક મેળવવા મોટાભાગે લોકો લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે. લીંબુ પાણીથી શરીરમાં ડિહાઈડ્રેશન થતાં બચી શકાય છે. પરંતુ જરૂરી નથી કે લીંબુ પાણીનું સેવન દરેકને ફાયદો જ પહોંચાડે. જો તમને કેટલીક શારીરિક સમસ્યાઓ હોય તો લીંબુ પાણી પીવાથી તે સમસ્યા વધી શકે છે. તો ચાલો જાણીએ લીંબુ પાણી શા માટે હાનિકારક નીવડે છે.


કિડની અને લિવરની સમસ્યા
જો તમને કિડની અથવા લિવર સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો લીંબુ પાણીનું સેવન શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. લીંબુમાં રહેલા ઓક્સાલેટ ક્રિસ્ટલના સ્વરૂપમાં જામીને કેલ્શિયમ અબ્ઝોર્પ્શનને અસર કરે છે. આ કારણે કિડનીમાં સ્ટોન બને છે.


હાડકાં સંબંધિત સમસ્યા
જે લોકોને હાડકાં સંબંધિત સમસ્યા હેરાન કરી રહી હોય તેમણે પણ લીંબુ પાણી પીવાનું ટાળવું જોઇએ. લીંબુ પાણીનો ગુણ ઠંડો હોય છે, જેના કારણે હાડકાં પર ખરાબ અસર પડે છે. તેથી જો તમારા હાડકાં નબળાં હોય તો લીંબુ પાણી પીવાથી દૂર રહો.


એસિડિટી
લીંબુ પાણી એસિડિક હોય છે. વધુ માત્રામાં તેનું સેવન એસિડિટી, હાર્ટ બર્ન, એસિડ રિફ્લક્સ વગેરે સમસ્યાઓમાં વધારો કરી શકે છે. અઠવાડિયામાં 2-3 વાર લીંબુ પાણીનું સેવન કરી શકાય. પરંતુ તેમાં ખાંડને બદલે મીઠું નાખીને પીવું.


પેટમાં અલ્સર
લીંબુ પાણીની એસિડિક ક્વોલિટી પેપ્ટિક અલ્સરમાં નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી દુખાવો અને બળતરાની સમસ્યા થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં એ જ સારું રહેશે કે તમે લીંબુ પાણી ન પીઓ.


દાંતને નુકસાન
લીંબુના પાણીમાં રહેલું એસિડ એ ટૂથ ઈનેમલને નબળું પાડી દે છે, જેનાથી તે તૂટી શકે છે. આ ઉપરાંત, લીંબુ પાણી પીવાથી દાંતમાં સંવેદનશીલતાની સમસ્યા પણ વધી શકે છે.


યૂરિન સંબંધિત સમસ્યાઓ
લીંબુ પાણી પીવાથી વારંવાર યૂરિન જવું પડે છે. આ કિસ્સામાં જો તમને પેશાબ સંબંધિત સમસ્યા હોય તો લીંબુ પાણી પીવાથી તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે.

X
Lemon can not harm the body and can also damage the body
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી