• Gujarati News
  • Lifestyle
  • Left handed People Are Smart, Creative And Creative, Twins Are More Likely To Be Left handed

ડાબોડી હોવ તો આ વાત જરૂર જાણો...:લેફટી લોકો સ્માર્ટ, ક્રિએટિવ અને સર્જનાત્મક હોય છે, જોડિયાં બાળકો ડાબોડી હોવાની શક્યતા વધારે

2 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

આપણી આસપાસ કે આપણા ઘરમાં જ અમુક લોકો એવા હોય છે કે તેઓ બધાં જ કામ જમણા હાથની જગ્યાએ ડાબા હાથે કરે છે. તો ડાબા હાથે કામ કરનારા અમુક જાણીતા લોકો પણ છે. ડાબોડી (લેફટી) લોકો બીજાની સરખામણીએ સ્માર્ટ અને અલગ કેમ હોય છે? ડાબોડી લોકો ક્રિએટિવ અને બુદ્ધિમાન હોય છે, પરંતુ તેમને કેટલાક એવા ફાયદા પણ મળે છે, જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. મનો સંવાદનાં સાઇકોલોજિસ્ટ યોગિતા કાદિયાન ડાબા હાથના લોકો સાથે જોડાયેલાં રસપ્રદ તથ્યો જણાવે છે.

ડાબોડી લોકોને મળી શકે છે સ્કોલરશિપ
સામાન્ય રીતે આપણે ડાબા હાથ વિશે સાંભળ્યું છે, પરંતુ શું તમને મનમાં ક્યારે પણ વિચાર આવ્યો છે કે એનાથી તમને સ્કોલરશિપ પણ મળી શકે છે? સાંભળવામાં વિચિત્ર લાગે છે, પણ એ સાચું છે. પેન્સિલવેનિયાની જુનિયાટા કોલેજમાં ડાબોડી વિદ્યાર્થીઓને તેમના ડાબા હાથના કામ માટે સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. જોકે એક શરત એ છે કે વિદ્યાર્થીનો એકેડેમિક રેકોર્ડ પણ સારો હોવો જોઈએ.

અમેરિકાના છ રાષ્ટ્રપતિઓ ડાબોડી
લેફ્ટી લોકો ખૂબ જ ફેમસ હોય છે અને અમેરિકાના છ રાષ્ટ્રપતિનું ઉદાહરણ આ વાતની પુષ્ટિ કરવા માટે એકદમ પર્ફેક્ટ છે. સ્ટેનફોર્ડમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, જે લોકો ડાબા હાથે લખે છે તેમનાં નવાં અને ક્રિએટિવ સૂચનો આપવામાં આવે છે. તો સાથે જ સૂચન કે વિચારથી થોડું આગળ વિચારવામાં આવે તો ડાબા હાથથી વેવ કરવું ખરાબ માનવામાં આવે છે અને જમણા હાથથી વેવ કરવું સારું માનવામાં આવે છે.

આવો... જાણીએ શું કહે છે રિસર્ચ...
એનસીબીઆઇના એક રિપોર્ટ અનુસાર, આ એક સામાન્ય પ્રવૃત્તિ છે, જે આનુવંશિક અથવા શીખવાની કળા અને તમારા મગજ પર આધારિત હોય છે. જોકે જમણા હાથના ઉપયોગ કરતાં ડાબા હાથનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. આ ગુણોત્તર 85 અને 10 છે. જ્યારે 5 ટકા લોકો એવા છે, જે બંને હાથનો ઉપયોગ કરે છે. મેડિકલ ટર્મમાં તેમને 'ક્રોસ વાયર્ડ' કહેવામાં આવે છે.

જોડિયાં બાળકો ડાબોડી હોવાની સંભાવના વધારે
જો જોડિયાં બાળકો હોય તો તેમનામાં ટેલન્ટ ભરપૂર હોય છે. 996ના બેલ્જિયન અભ્યાસ મુજબ, 1,700 જોડિયાંમાંથી 21% બાળકો ડાબોડી હતાં. ડાબોડીઓની ચર્ચા દેશ-દુનિયામાં ફેલાયેલી છે, પરંતુ એનો અર્થ એ નથી કે બાળક ડાબા હાથે લખે તો અંધવિશ્વાસ સાથે બેસી જાઓ કે તે હવે સ્ટાર બની જશે, એવું થાય એ જરૂરી નથી.

ગર્ભમાં જ નક્કી થશે કે બાળક ડાબોડી થશે કે નહીં

વિશ્વની કુલ વસતિ પૈકી 10-થી15 ટકા વસતિ લેફ્ટી છે અને એ ગર્ભમાં જ નક્કી થઈ જાય છે. જોકે આ બાબતનો કોઈ મજબૂત પુરાવો નથી. આ બાબત પર રિસર્ચ પણ કરવામાં આવી રહ્યું છે. ઇંગ્લેન્ડના સંશોધકોએ 2,228 બાળક પર સર્વ કરવામાં આવ્યો હતો અને શોધી કાઢ્યું હતું કે જે મહિલાઓએ 40 વર્ષ પછી બાળકને જન્મ આપ્યો હતો તેમને ડાબોડી બાળકો પેદા થવાની શક્યતા વધારે હતી. જોકે ઘણા કિસ્સાઓમાં માતાની ઉંમર ને બાળકની લેફ્ટી હોવા સાથે કોઈ લેવાદેવા નથી.

ડાબોડી લોકો બધા પર પડે છે ભારે
સ્ટેનફોર્ડમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, જે લોકો ડાબોડી છે તેમને દરેક સમયે નવા-નવા આઇડિયા આવી શકે છે. આ સિવાય બીજા લોકોની સરખામણીએ તેમનામાં વધુ સમજ ધરાવે છે. તો ડાબોડી લોકો ટેનિસ, બાસ્કેટ બોલ સહિતની રમતોમાં બીજા લોકો પર ભારે પડી શકે છે. તો ઘણીવાર આ લોકો બંને હાથે રમતા હોવાને કારણે પણ સારું પ્રદર્શન કરી શકે છે.

આ સેલિબ્રિટીઝ ડાબોડી છે
અમેરિકાના છ પ્રમુખની સાથે સાથે બેબે રૂથ, બિલ ગેટ્સ, રિંગો સ્ટાર, એન્જેલિના જોલી, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિંહા અને કપિલ શર્મા જેવી હસ્તીઓ પણ ડાબોડી છે. આ સિવાય એપોલો સ્પેસ મિશન પર 29 અંતરિક્ષયાત્રીઓ પૈકી સાત ડાબોડી હતા.

પર્સનાલિટીમાં પણ ફરક જોવા મળ્યો
2013માં ન્યૂઝીલેન્ડના સંશોધકોએ રિપોર્ટ આપ્યો હતો કે ડાબોડી કે જમણેરી લોકોના વ્યક્તિત્વમાં કોઈ વધારે ફરક નથી. ઘણા લોકો વિચારે છે કે ડાબોડી લોકો બધું જ ગડબડ કરે છે. આ વાત સાચી નથી અને જમણા હાથવાળાને જ્યારે જમણા હાથને બદલે ડાબા હાથથી કામ કરવું પડે છે ત્યારે સમજાય છે. ડાબોડીઓ સાથે કામમાં ખલેલ અથવા વિલંબનું કારણ એ છે કે હાથ મુજબની વસ્તુઓનો અભાવ. જો તમે પણ ડાબોડી છો તો તમારી પ્રતિભા શોધવાનો પ્રયાસ કરો. તમારી પ્રતિભા શોધીને પ્રખ્યાત થવાની તૈયારી કરો.
ડાબોડી લોકો હોૉશિયાર હોય છે
જર્નલ ઓફ ધ ઇન્ડિયન એકેડેમી ઓફ એપ્લાઇડ સાઇકોલોજી હેઠળ, 2007માં હાથ ધરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જે લોકો ડાબા હાથે કામ કરે છે તેઓ ઝડપથી પોતાનું કામ પૂર્ણ કરે છે. જ્યારે જમણા હાથથી કામ કરનારાઓને થોડો વધુ સમય લાગ્યો. મનોચિકિત્સક યોગિતા કાદિયાનના જણાવ્યા અનુસાર, માતાના પેટમાં જ નક્કી થાય છે કે બાળક કયા હાથનો ઉપયોગ કરશે. આ વાત ઘણાં રિસર્ચમાં પણ સાબિત થઈ છે. તમારું બાળક માતા-પિતા પાસેથી એક ખાસ પ્રકારનું જનીન વારસામાં મળે છે, જેના કારણે બાળક ડાબોડી બની જાય છે.