ખાવાના શોખે ઓળખ અપાવી:લી શટકીવારે 3 મિનિટમાં 10 જામ ડોનટ્સ ખાઈને ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો, આ વર્ષે જ 1 મિનિટમાં આઠ ટામેટા ખાવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લી શટકીવાર પોતાને બ્રિટનની નંબર વન ફીમેલ કોમ્પિટિટર ઈટર માને છે
  • તેનું નામ 7 ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છે

યુનાઇટેડ કિંગડમની રહેવાસી શટકીવરે 3 મિનિટમાં 10 જામ ડોનટ્સ ખઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમને આ રેકોર્ડ કોરોના મહામારીની વચ્ચે 16 મેના રોજ પોતાના નામે કર્યો હતો પરંતુ ગિનીસ વર્લ્ડ રેકોર્ડે હાલમાં જ તેની જાહેરાત કરી છે. જો કે, અગાઉ આ રેકોર્ડ 3 મિનિટમાં 6 જામ ડોનટ્સ ખાવાનો હતો.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડે ટ્વિટર દ્વારા એક વીડિયો શેર કર્યો તેમાં લી શટકીવર ત્રણ મિનિટમાં વધુમાં વધુ ડોનટ્સ ખાવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેમની સામે એક ટેબલ રાખવામાં આવ્યું છે.

આ ટેબલ પર બે પ્લેટ્સમાં જામના સ્ટફિંગવાળા 10 ડોનટ્સ રાખવામાં આવ્યા છે. તેની નજીક જ એક કાઉન્ટડાઉન ટાઈમર મૂકવામાં આવ્યું છે. તે પોતાની ચેલેન્જ પૂરી કરવા માટે ફટાફટ ડોનટ્સ ખાય છે.

વર્લ્ડ રેકોર્ડ કમિટીનો બીજો નિયમ એ પણ છે કે ડોનટ્સ ખાતી વખતે તમારા હોઠને ચાટવાની મંજૂરી નથી. તેના કારણે પણ લી માટે આ ટાસ્ટ મુશ્કેલ હતો. પરંતુ તેને બંને પ્લેટમાં રાખવામાં આવેલા દસ ડોનટ્સ ખાઈને કામ કરીને બતાવ્યું.

લી શટકીવર પોતાને બ્રિટનની નંબર વન ફીમેલ કોમ્પિટિટર ઈટર માને છે. તેનું નામ 7 ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છે. તેને ઓનલાઈન અને ઓફલાઈન પણ અનેક ફૂડ ચેલેન્જ પૂરી કરી છે. આ વર્ષે તેને 1 મિનિટમાં આઠ ટામેટા ખાવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...