• Gujarati News
  • Lifestyle
  • LED Light : After Lighting Up The Houses, Now The Face Is Also Shining, Know What Is This Face Mask And Its Merits

LED લાઈટથી સુંદરતા વધારો:હવે LED ફેસ માસ્કથી ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગશે, જાણો આ ફેસ માસ્ક શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ માસ્ક ચહેરાના પિમ્પલ્સને દૂર કરે છે, તેના ડાઘા દૂર કરવામાં મદદ કરે છે

સ્કિન કેર ઈન્ડસ્ટ્રીમાં એક નવી અને એડવાન્સ ટ્રીટમેન્ટ આવી છે, જેનું નામ LED ફેસ માસ્ક છે. તે NASAની ડેવલપ કરવામાં આવેલી ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ ડર્મોટોલોજિસ્ટ ચહેરાને નીખારવા માટે ઉપયોગ કરી રહ્યા છે. ડર્મોટોલોજિસ્ટ ડૉ. ઈપ્શિતા જોહરીનું આ કહેવું છે.

શું છે LED ફેસ માસ્ક?
આ એક એવી ટેક્નિક છે, જેમાં નેનો મીટર લાઈટને વિવિધ વેવ લેન્થ પર સેટ કરીને ચહેરા પર ઉપયોગ કરવામાં આવે છે. સ્કિનની દરેક સમસ્યા માટે અલગ કલરની લાઈટ છે. લાઈટના કલર અને તેના ઉપયોગની વાત કરીએ તો ડૉ. જોહરીએ જણાવ્યું કે 7 પ્રકારના ફેસ લાઈટ્સ વિવિધ ટ્રીટમેન્ટ માટે હાજર છે.

કયા કલરનું માસ્ક કયા કામમાં આવે છે
રેડ ફેસ માસ્ક 620-630 નેનો મીટર લાઈટ વેવ લેન્થનું હોય છે. ચહેરામાં બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે, કોલેજન વધારવા માટે, ઓપન પોર્સને સુધારવા માટે, ફાઈન લાઈન્સ દૂર કરવા માટે અને સ્કિન સ્મૂધનિંગ માટે LED લાઈટમાં આ કલરનો ઉપયોગ થાય છે.

બ્લૂ ફેસ માસ્ક 465-470 નેનો મીટર લાઈટ વેવ લેન્થનો હોય છે. આ માસ્ક ચહેરાના પિમ્પલ્સને દૂર કરે છે, તેના ડાઘા દૂર કરવામાં મદદ કરે છે. સાથે ચહેરા પર એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટી ડેવલપ કરે છે, જેનાથી પિમ્પલ ન થાય.

ગ્રીન ફેસ માસ્ક 515-525 નેનો મીટર લાઈટ વેવ લેન્થનું હોય છે. તેનો ઉપયોગ સ્કિન પિગમેન્ટેશનને સુધારવા, ઈજાના નિશાન ઘટાડવા અને પિમ્પલ્સ સ્પોટ સુધારવા માટે કરવામાં આવે છે.

યલો ફેસ માસ્ક 565-590 નેનો મીટર લાઈટ વેવ લેન્થનું હોય છે. તે ચહેરા પર ફ્રેકલ્સને ઘટાડવા માટે અસરકારક સાબિત થાય છે. લાઈટનો આ કલર સ્કિન લાઈટનિંગ અને ગ્લોઈંગમાં મદદ કરે છે. તે ઉપરાંત તેનો ઉપયોગ ડાર્ક સ્પોર્ટ્સને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.

પર્પલ ફેસ માસ્ક 400-420 નેનો મીટર લાઈટ વેવ લેન્થનું હોય છે. તે રેડ અને બ્લૂ કલરના કોમ્બિનેશનથી બનેલું હોય છે, જેનું ડબલ ઈફેક્ટ સ્કિનને રિલેક્સ કરવામાં મદદ કરે છે.

ક્લિયર બ્લૂ લાઈટ એડવાન્સ માસ્ક છે, જે સ્કિન એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે. તે ઉપરાંત તેનો ઉપયોગ સ્કિનના મેટાબોલિઝમ એન્ઝાઈમને હેલ્ધી રાખવા માટે પણ કરવામાં આવે છે.

વાઈટ લેઝર લાઈટ ક્લિયર બ્લૂ માસ્કની જેમ આ માસ્ક પણ એડવાન્સ ટેક્નિકવાળો છે. તેની કિંમત બીજા કલર માસ્ક કરતા વધારે હોય છે, તેથી તેનો ઉપયોગ પણ ઓછા ક્લિનિકમાં કરવામાં આવે છે. આ માસ્ક સ્કિનની એજિંગને રોકે છે અને તેને સ્મૂધ બનાવી રાખવામાં મદદ કરે છે.

એક જ માસ્કને ઘણા લોકો આ રીતે ઉપયોગ કરી શકે છે
આ માસ્ક મોંઘો હોય છે, આવી સ્થિતિમાં ઘરના દરેક સભ્ય માટે વિવિધ માસ્ક લેવું બજેટ બહારની વાત છે. આ વિશે વાત કરતા ડૉ. જોહરી જણાવે છે કે વિવિધ લોકો એક જ માસ્કનો ઉપયોગ કરી શકે છે. માત્ર એટલું જ ધ્યાન રાખવું કે માસ્કના ઉપયોગ પહેલા ફેસ વોશ કરવું. ચહેરાને લૂછીને સારી રીતે સૂકાવા દો. ત્યારબાદ તેનો ઉપયોગ કરવો.

કેટલાક રેડી ટૂ યુઝ માસ્ક હોય છે, જેને તમે ઘરે ઉપયોગ કરી શકો છો. જ્યારે એડવાન્સ માસ્ક એક્સપર્ટની દેખરેખમાં ઉપયોગ કરવાની જરૂર હોય છે. તેને અઠવાડિયામાં એકથી બે વખત 15-20 મિનિટ માટે ઉપયોગ કરી શકાય છે. ક્લિનિકમાં દરેક સિટિંગનો કોસ્ટ 3000 રૂપિયા સુધી આવે છે. જો તમે એડવાન્સ ટ્રીટમેન્ટની તરફ આગળ વધી રહ્યા છો, તો દરેક સિટિંગ માટે તેનો કોસ્ટ 8,000થી 10,000 રૂપિયા સુધી આવી શકે છે. ડૉ.ની સલાહ વગર કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ અથવા રેડી ટૂ યુઝ માસ્ક ઉપયોગ કરવાનું ટાળવું.