• Gujarati News
  • Lifestyle
  • Learn The Recipe Of Tondli Bhaat Or Boondi Ladoo With Strawberry To Have Ganesha, It Will Become Fluffy In No Time.

ગણેશજીના ભોગની રેસિપી:ગણેશજીને ધરાવાતા તોંડલી ભાત અથવા સ્ટ્રોબેરીવાળા બુંદીના લાડુની રીત જાણીએ, ઓછા સમયમાં ફટાફટ બની જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. અમુક લોકો 1, 5,7,9, 11 દિવસના ગણેશજીની સ્થાપના કરે છે. પૂજા બાદ ગણેશજીને ભોગ ધરાવવામાં આવશે. અમે તમને જણાવીશું ગણેશજીના મનપસંદ લાડુ ને મહારાષ્ટ્રની ફેમસ ડિસ તોંડલી ભાત બનાવવાની રીત. આ ભાતમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

સંજીવ કપૂર પાસેથી જાણીએ તોંડલી ભાત બનાવવાની રીત.
સામગ્રી

  • 100 ગ્રામ ટીંડોળાં
  • 1 ½ કપ બાસમતી ભાત
  • 1 નાની ચમચી, સૂકા ધાણા
  • 1 નાની ચમચી જીરું
  • 5 નાની એલચી
  • 3 મોટા ચમચા ઘી
  • નાની ચમચી હિંગ
  • 1/2 ચમચી હળદર
  • આદુનો ટુકડો
  • 2-3 લીલાં મરચાં
  • કોથમીર
  • કાજુ, 20 મિનિટ પલાળેલા
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 નાની ચમચી સમારેલો ગોળ
  • 2 નાની ચમચી લીંબુનો રસ
  • 2 મોટી ચમચી સમારેલું તાજું નાળિયેર
  • 2 મોટી ચમચી સમારેલી તાજી લીલી કોથમીર

ગ્રાફિક્સમાં તમે બીજા દિવસના ભોગ બનાવવાની રીત શીખ્યા. હવે ત્રીજા દિવસે ગણપતિને તેમના પ્રિય લાડુનો ભોગ ધરાવો. જોકે આ લાડુ બાકીના લાડુથી અલગ હોય છે, કારણ કે આ બુંદીના લાડુ નહીં, પણ સ્ટ્રોબેરી બુંદીના લાડુ છે. ફેમસ સેલિબ્રિટી શેફ રણબીર બરાર તમને જણાવી રહ્યો છે કે એને કેવી રીતે બનાવી શકાય-

ખીરુ બનાવવાની રીત

  • 1 ½ કપ બેસન(ચણાનો લોટ)
  • 1 કપ પાણી
  • ચપટી મીઠું
  • ૨ નાની ચમચી ગુલાબી રંગ
  • ઘી

ચાસણી બનાવવાની રીત

  • 1 ½ કપ ખાંડ
  • ⅔ કપ પાણી
  • 1 કપ સ્ટ્રોબેરી ક્રશ
  • સ્ટ્રોબેરી ક્રશ ન હોય તો અડધી ચમચી સ્ટ્રોબેરી એસેન્સ, દસ ટીપાં સ્ટ્રોબેરી કલરનો ઉપયોગ કરશો.

ડેકોરેશન માટે જોઈશે આ વસ્તુ

  • પિસ્તાં
  • ચાંદીનો વરખ

ગણેશોત્સવ દરમિયાન ઘણા લોકો એવા પણ હોય છે, જે ઓફિસે પણ જતા હોય છે. મીટિંગ કે અન્ય મહત્ત્વના કામના દિવસે બાપ્પાને શાક-પુરીનો ભોગ પણ ધરાવી શકો છો. એટલા માટે જ આજે અમૃતા રાયચંદ બટાટાનું શાક બનાવવાની રીત જણાવે છે. આ બટાટાના શાકમાં લસણ અથવા ડુંગળી નથી અને તેથી એ ઉપવાસના દિવસોમાં પણ ખાઈ શકાય છે.

જોઈશે આ સામગ્રી

  • 2 નાની ચમચી ઘી
  • 1 નાની ચમચી વરિયાળી
  • 2 મોટી ચમચી પીસેલી મગફળી
  • 4-5 પલાળેલાં લાલ મરચાં
  • 1 ટામેટાંની પેસ્ટ
  • 2 સમારેલાં ટામેટાં
  • 6 બાફેલા બટાટા
  • અડધા લીંબુનો રસ
  • તાજી સમારેલી લીલી કોથમીર

આવો... જાણીએ રીત

  • એક કઢાઈમાં ઘી નાખો..ઘી ગરમ થાય ત્યારે એમાં વરિયાળી અને પીસેલા શિંગદાણા નાખો.
  • ત્યાર બાદ એમાં મરચાંની પેસ્ટ નાખીને થોડું પકાવો, એમાં ટામેટાં અને મીઠું નાખી મિક્સ કરી લો.
  • એને ઢાંકીને સહેજ નરમ થાય ત્યાં સુધી રાંધો.
  • હવે એમાં બટાટા ઉમેરો. સારી રીતે મિક્સ કરો, પછી એમાં પાણી ઉમેરો અને હલાવો.
  • આ બાદ શાક બની જાય ત્યાર બાદ એમાં અડધા લીંબુનો રસ ઉમેરો.
  • હવે એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરો.

21 મોદક ચઢાવવાની છે પરંપરા
માન્યતા છે કે જો ગણેશજીને 21 મોદક ચઢાવવામાં આવે તો બીજાં દેવી-દેવતાઓનું પેટ ભરાઈ જાય છે, તેથી ભોગમાં મોદક ધરાવવા જોઈએ, જેથી બીજાં દેવી-દેવતાઓના આશીર્વાદ મળી શકે.

ગણેશજીને મોદક કેમ પસંદ છે...
આ પાછળ એક રસપ્રદ કહાની છે. એકવાર ભગવાન શિવજી સૂતા હતા અને ગણેશજી એટલે કે ગણપતિ તેમની રક્ષા કરી રહ્યા હતા. એ સમયે ભગવાન પરશુરામ શિવજીને મળવા માટે આવ્યા હતા, પરંતુ ગણેશજીએ ભગવાન પરશુરામને રોક્યા હતા.

આ બાદ ભગવાન પરશુરામને ગુસ્સો આવતાં ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો હતો. તૂટેલા દાંતને કારણે ગણેશજીને ખાવામાં તકલીફ થવા લાગી. હતી. આ કારણે પાર્વતીએ ગણેશજી માટે ખાસ મોદક તૈયાર કર્યા હતા. આમ, મોદક ગણેશજીના પ્રિય બની ગયા હતા.

કામના સમાચાર:દુંદાળા ગણેશજીને ભોગ ચઢાવવા માટે બજારમાં જવાની જરૂર નથી, ઘરે જ બનાવો બહાર જેવા મોદક

ગણેશ ઉત્સવ:ઘરમાં સિદ્ધિ વિનાયક, ઓફિસ અને દુકાનમાં વિઘ્નેશ્વર તો કારખાનામાં મહાગણપતિની સ્થાપના કરવી શુભફળદાયી રહે છે