તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Learn How To Do Makeup From Here, Learn Light Makeup From Alia, Complete Your Look With Gel Eyeliner Like Deepika

3 એક્ટ્રેસનો ગ્લેમરસ લુક:મેકઅપ કેવી રીતે કરવો તે આમની પાસેથી શીખો, આલિયા પાસેથી લાઈટ મેકઅપ શીખો, દીપિકાની જેમ જેલ આઈલાઈનરથી તમારા લુકને કમ્પ્લિટ કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણી છોકરીઓને મેકઅપનો શોખ હોય છે. પરંતુ તેમને એ નથી ખબર હોતી કે કયા પ્રસંગ માટે કયો મેકઅપ યોગ્ય છે. કેટલીક બોલિવૂડની એક્ટ્રેસે આ પ્રકારના મેકઅપથી પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. તેમનો આ મેકઅપ દરેક પ્રસંગ માટે પરફેક્ટ છે. એક વખત તમે પણ મેકઅપની આ ટ્રિક્સ ટ્રાય કરી જુઓઃ

આલિયા ભટ્ટનો રેડિઅન્ટ લુક
આ બોલિવૂડ અભિનેત્રીએ પિંક લિપસ્ટિક અને પોતાના ગાલ પર બ્લશર લગાવ્યું છે. તેને લાઈટ ફાઉન્ડેશનની સાથે પોતાનો મિનિમલ મેકઅપ લુક કમ્પલીટ કર્યો છે. આ મેકઅપની સાથે આલિયા પર ઓપન હેર સ્ટાઈલ પણ સૂટ થઈ રહી છે.

દીપિકા પાદુકોણની શોર્ટ વિંગ્ડ આઈલાઈનર
તમારી પાંપણો પર દીપિકાની જેમ જેલ આઈલાઈનર લગાવો. ઉપર પાંપણો પર આઈલાઈનર લગાવો અને નીચેની પાંપણો પર સિમ્પલ કાજલ પેન્સિલ અપ્લાય કરીને આંખોને ખાસ લુક આપી શકો છો. જો તમે પાર્ટીમાં જઈ રહ્યા છો તો દીપિકાની જેમ લોન્ગ ઈયરિંગ્સથી તમારો લુક કમ્પ્લિટ કરો.

કરીના કપૂરનો ડયુઈ મેકઅપ
આ અત્રિનેત્રીએ મેટ પ્રાઈમર અપ્લાય કર્યું છે. ત્યારબાદ ફાઉન્ડેશન અને ક્રીમ કન્સિલર સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. બ્લશ અને લિપ ગ્લોસ તેના લુકને કમ્પ્લિટ કરે છે. ગળામાં પહેરવામાં આવેલો ચોકર પાર્ટી મેકઅપની સાથે સૂટ થાય છે.