તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Learn From Shahnaz Hussain, Ways To Avoid Skin Problems While Wearing A Mask, Mix Almond Powder With Curd, Apply Aloe Vera Gel Will Also Benefit

એક્સપર્ટ ટિપ્સ:માસ્ક પહેરતા સમયે ત્વચાની સમસ્યાથી બચવાના ઉપાય જણાવી રહ્યા છે શહેનાઝ હુસૈન, એલોવેરા જેલથી પણ ફાયદો થશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહામારીના આ સમયમાં માસ્ક પહેરવું ન માત્ર જીવન માટે સુરક્ષિત છે પરંતુ અનિવાર્ય પણ છે. જો કે સતત માસ્ક પહેરવાથી અને ચહેરાને ઢાંકાવાથી નુકસાન થઈ શકે છે. માસ્કની અંદર વાસી હવા, કાર્બન ડાયોક્સાઇડ, એટલે સુધી કે મોંની લાળ પણ જમા થઈ જાય છે. તેનાથી ત્વચામાં બળતરા અને સોજો થઈ શકે છે. સતત માસ્ક પહેરવાથી મોંની આસપાસની ત્વચા શુષ્ક થઈ જાય છે. માસ્ક પહેરવાથી ત્વચા પર તેલ અને પરસેવો જમા થવાથી ખીલ થવાનું જોખમ પણ રહે છે. આવી સ્થિતિમાં ચહેરા પર ચકામા અથવા એલર્જી થાય તો નિષ્ણાતની સલાહ લો.

તડકામાં લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી સ્કિન ટેનિંગ થઈ શકે છે. તેનાથી ત્વચા નિસ્તેજ અને અને શુષ્ક થઈ જાય છે. માસ્કથી ઢંકાયેલી સ્કિન અને બહારની સ્કિનમાં અંતર જોવા મળે છે. માસ્કની બહારની સ્કિન ટેન અને કાળી પડી જાય છે તેથી સ્કિન ટોનનો ઉપયોગ કરવો જરૂરી છે. તડકામાં બહાર જતા પહેલા સનબ્લોક ક્રિમ લગાવી. જો તમારી ત્વચા ઓઈલી છે તો સનસ્ક્રીન જેલનો ઉપયોગ કરવો. અહીં શહેનાઝ હુસૈન જણાવી રહ્યા છે પ્રાકૃતિક રીતે ટેનિંગ દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયઃ

  1. બે ચમચી દહીં લો. તેમાં એક ચપટી હળદર નાખો અને તેને સારી રીતે મિક્સ કરી લો. તેને દરરોજ માસ્કના બહારના ભાગ પર લગાવો. 20 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. તેનાથી સ્કિન ટેનિંગ ઓછું થઈ જાય છે.
  2. જો માસ્કથી ઢંકાયેલી જગ્યા શુષ્ક છે તો દરરોજ એલોવેરા જેલ લગાવો અને 20 મિનિટ બાદ સાદા પાણીથી ધોઈ લો.
  3. ફેશિયલ સ્ક્રબના ઉપયોગથી પણ ટેનિંગને ઘટાડી શકાય છે. જો ત્વચા શુષ્ક છે તો સપ્તાહમાં માત્ર એક વખત સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ ઓઈલી સ્કિન માટે તેનો વધારે ઉપયોગ કરી શકાય છે. તેના માટે સ્ક્રબને ત્વચા પર લગાવીને ધીમેથી ઘસો. પછી સાદા પાણીથી તેને ધોઈ લો. તે પિગમેન્ટની સાથે ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચામાં ચમક આવે છે અને ધીમે ધીમે ટેનિંગ ઓછું થાય છે.
  4. ક્રશ કરેલી બદામથી પણ સારું ફેશિયલ સ્ક્રબ બનાવી શકાય છે. તેના માટે બદામની છાલ કાઢીને તેને ગરમ પાણીમાં પલાળો. પછી તેને સૂકવવા દો. સૂકાયેલી બદામનો પાઉડર બનાવી લો. આ પાઉડરને એક એરટાઈટ જારમાં ભરીને રાખો. દરરોજ સવારે બે ચમચી પાઉડરમાં થોડું દહીં અથવા ઠંડું દૂધ મિક્સ કરીને ત્વચા પર હળવા હાથેથી ઘસો. તેને પાણીથી ધોઈ લો.
  5. ઓઈલી સ્કિન માટે ચોખાના પાઉડરને દહીંની સાથે મિક્સ કરીને સ્ક્રબની જેમ ઉપયોગ કરી શકાય છે.
  6. રાત્રે ત્વચાની સફાઈ સૌથી જરૂરી છે. તેના માટે જરૂરી છે કે એક એવી ક્રિમ લગાવો જે ત્વચાને આરામ આપે. ચંદનની ક્રિમને મોઈશ્ચરાઈઝરની સાથે મિક્સ કરીને માસ્ક પહેરતા પહેલા લગાવો.