• Gujarati News
  • Lifestyle
  • Learn From Shahnaz Hussain How To Enhance Beauty With Sandalwood, Put Its Oil In Bath Water, Add Rose Water In Sandalwood Oil To Make Skin Tonic

એક્સપર્ટ ટિપ્સ:શહેનાઝ હુસૈન પાસેથી જાણો ચંદનથી સુંદરતા વધારવાની રીત, ન્હાવાના પાણીમાં તેનું તેલ નાખવું, સ્કિન ટોનિક બનાવવા માટે ચંદનના તેલમાં ગુલાબજળ નાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચંદનનો ઉપયોગ આજથી નહીં પરંતુ સદીઓથી સુંદરતા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. સારવારમાં ચંદનનો ઉપયોગ તેલ અને પેસ્ટ તરીકે લગાવવા માટે કરવામાં આવે છે. ચંદનની પેસ્ટ ઠંડક આપે છે અને ગરમી અને સ્કિનની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. માથા પર ચંદન લગાવવાની પરંપરા તેની ઠંડક અસરને કારણે શરૂ થઈ. કહેવામાં આવે છે કે, તેની સુગંધ મનને શાંત કરે છે. તેના તેલનો ઉપયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે. તેને અન્ય તેલ અને અર્કની સાથે સારી રીતે મિક્સ કરી શકાય છે.

તેને સરળતાથી ફોર્મ્યુલેશનમાં સમાવી શકાય છે. ચંદનના તેલનો ઉપયોગ દુનિયાના સાર પરફ્યુમ બનાવવા માટે એક ફિક્સેટિવ તરીકે કરવામાં આવે છે. તેની સુગંધ નસો પર શાંત અસર કરે છે. તેનો ઉપયોગ પિંપલ્સ, ડેન્ડ્રફ અને વાળના ખરવાની સમસ્યાને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. લાલ ચંદન અથવા રક્ત ચંદન ત્વચાને તડકાથી બચાવે છે. તેનો ઉપયોગ પિંપલ્સ, સોજો, સ્કિનની સેન્સિટિવિટી, એલર્જીથી થતા ચકામા, બળતરા, અને પિગ્મેન્ટેશનની સારવારમાં કરવામાં આવે છે. દેશના જાણીતા જાણીતા બ્યુટિશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો કેટલાક ઘરેલુ ઉપાય, જે તમારી સુંદરતા વધારવામાં મદદ કરશે.

  1. ચંદનની પેસ્ટને પિંપલ્સ અથવા ફોલ્લીઓ પર લગાવી શકાય છે. તેમાં ગુલાબજળના એક કે બે ટીંપા નાખો અને લગાવો.
  2. ઓઈલી અને પિંપલ્સવાળી ત્વચા માટે મુલ્તાની માટીને ચંદનના પેસ્ટ અને ગુલાબજળની સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે ધોઈ લો.
  3. ગરમીની સિઝનમાં ન્હાવાના પાણીમાં ચંદનનું તેલ મિક્સ કરવું. તે કુદરતી રીતે ઠંડક આપે છે અને મન પર શાંત અસર થાય છે.
  4. ઓઈલી અને મિશ્ર ત્વચા માટે પ્રોટેક્ટિવ અને રિફ્રેશ સ્કિન ટોનિક બનાવવું હોય તો 50 મિલીલીટર ગુલાબજળમાં ચંદનનાં તેલના 10 ટીપાં નાખીને લગાવો.
  5. તણાવથી બચવા માટે તમારી ટી લાઈટ ડિફ્યુઝરમાં થોડા પાણીમાં ચંદનના તેલના 2 ટીપાં નાખો. તે તણાવ દૂર કરવામાં મદદ કરે છે.