તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Learn From Shahnaz Hussain Easy Way Of Skin Care After The Age Of 30, Apply Golgotha Flower Paste On Oily Skin, It Will Benefit

એક્સપર્ટ ટિપ્સ:શહેનાઝ હુસૈન પાસેથી જાણો 30 વર્ષની ઉંમર પછી સ્કિન કેરની સરળ રીત, ઓઈલી સ્કિન પર ગલગોટાના ફૂલોની પેસ્ટ લગાવો, તેનાથી ફાયદો થશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે આપણે ચહેરાને સાબુ અને પાણીથી સતત ધોતા રહીએ છીએ. જ્યારે આપણે આવું કરવાથી બચવું જોઈએ. કોઈપણ ક્રીમ ચહેરા પર લગાડીને ન સૂવું જોઈએ. ચહેરા પર જો ક્રીમ હોય તો સૂતી વખતે નરમ રૂથી તેને સાફ કરો. રાત્રે આંખોની આસપાસ ક્રીમ લગાડવાનું ટાળવું. તેનાથી આંખોમાં સોજો આવી શકે છે. જો ત્વચા ઓઈલી છે તો ક્રીમ અને મોઈશ્ચરાઈઝર લગાવવાથી બચવું. ક્લિન્ઝિંગ, મોઈશ્ચરાઈઝિંગ, અને ફેસ માસ્ક તમારી સ્કિન કેર પ્રોડક્ટ્સના અનુસાર જ હોવા જોઈએ.

શુષ્ક ત્વચા માટે આપણે ક્લિન્ઝિંગ ક્રીમ અથવા જેલનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે ઓઈલી સ્કિન હોય તો સારું ફેશવોશ લગાવવું જોઈએ. જો ત્વચા મિશ્રિત પ્રકૃતિની છે તો ક્લિન્ઝિંગ મિલ્ક અથવા લોશન પણ સારો ઓપ્શન હોઈ શકે છે. 30 વર્ષની ઉંમર બાદ ત્વચામાં કોમળતા અને નિખાર જાળવી રાખવા માટે અહીં કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે જે તમારા કામમાં આવશે.

ઓઈલી સ્કિન માટે
ગલગોટાના ફૂલોને આખી રાત હુંફાળા પાણીમાં રાખો. સવારે તેમાં દહીં અને ચંદન મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. તેને આંખો અને હોઠના ભાગ સિવાય આખા ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ધોઈ લો.

આઈલી અને મિશ્રિત ત્વચા માટે
બે ચમચી ઓટ્સમાં એક ચમચી બદામ, ગુલાબજળ, મધ અને દહીં મિક્સ કરો. આ ફેસપેકને આંખો અને હોઠના ભાગ સિવાય આખા ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.

શુષ્ક ત્વચા માટે
અડધી ચમચી મધમાં એક ચમચી બદામનું તેલ અને બે ચમચી મિલ્ક પાઉડર સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો. ધોયા બાદ તમારી ત્વચા એકદમ મુલાય થઈ જશે. દૂધ પાઉડર ત્વચાને કોમળ બનાવે છે. બદામનું તેલ ત્વચા માટે ફાયદાકારક છે.

તમામ પ્રકારની ત્વચા માટે
સપ્તાહમાં એક બે વખત ચહેરા પર સ્ક્રબ લગાવો. 3 ચમચી ગ્રી ટીની ભૂક્કી લો અને તેમાં દહીં અને મધ મિક્સ કરો. થોડી મિનિટ માટે આ પેસ્ટને ચહેરા પર લગાવો. સાફ પાણીથી ચહેરો ધોઈ લો. જો ત્વચા નાજુક છે તો આ સ્ક્રબને લગાવવાનું ટાળવું.

અન્ય સમાચારો પણ છે...