• Gujarati News
  • Lifestyle
  • Learn From Renowned Beautician Shahnaz Hussain, The Natural Way Of Hair Conditioning, Golgotha Flowers Will Enhance The Shine Of Hair

એક્સપર્ટ ટિપ્સ:જાણીતા બ્યુટિશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો હેર કન્ડિશનિંગની નેચરલ રીત, ગલગોટાના ફૂલોથી વાળની ચમક વધશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરમીની સિઝનમાં શેમ્પૂ કર્યાના થોડા કલાકો બાદ જ વાળની ચમક ઓછી થવા લાગે છે. વાળની આ સમસ્યા વધારે પરસેવો થવાને કારણે થાય છે. તેનાથી બચવા માટે તડકામાં બહાર જતા પહેલાં વાળને કપડાંથી સારી રીતે ઢાંકી દો. આ સિઝનમાં વાળ ધોયા બાદ ઘરેલુ વસ્તુઓથી કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ આપવી ફાયદાકારક છે. ઓઈલી હેર માટે તે વધુ અસરકારક છે. બ્યુટી એક્સપર્ટ અને દેશની પ્રખ્યાત બ્યુટિશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો હેર કન્ડિશનિંગ ટ્રીટમેન્ટની હર્બલ રીત. તેનાથી ન માત્ર વાળની શાઈનિંગ વધશે, પરંતુ ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે.

એપલ સાઈડર વિનેગર
એક કપ પાણીમાં બે ટેબલ સ્પૂન એપલ સાઈડર વિનેગર ઉમેરવું. એપલ સાઈડર વિનેગર નોર્મલ એસિડ એલ્કલાઈન બેલેન્સને જાળવી રાખવામાં મદદ કરે છે. તેનાથી વાળના મૂળ મજબૂત થાય છે.

લીંબુનો રસ
મગના પાણીમાં એક લીંબુનો રસ ઉમેરો. તેને વાળ ધોયા બાદ માથા પર નાખવું. તે વાળની ચિકાસ દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી વાળની ચમક વધે છે.

ગલગોટાના ફૂલ
બે કપ હુંફાળાં પાણીમાં તાજા અથવા સૂકાયેલા ગલગોટાના ફૂલ નાખો. તેને એક કલાક સુધી રહેવા દો. તે ડેન્ડ્રફ જેવી વાળની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

જાસુદના ફૂલ
આ ફૂલોનો ઉપયોગ ડેન્ડ્રફને રોકવા માટે કરવામાં આવે છે. જાસુદના ફૂલોને પાણીમાં 10 કલાક સુધી રહેવા દો. શેમ્પૂ કર્યા બાદ આ પાણીને વાળ પર નાખો.

ચાનું પાણી અને લીંબુ
શેમ્પૂ કર્યા બાદ ચાના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. તેનાથી વાળની ચમક વધે છે. સૌથી પહેલા 4 કપ પાણીમાં ચા નાખીને ઉકાળો. તેને ઠંડું થવા દો. તેમાં લીંબુનો રસ નાખીને શેમ્પૂ કર્યા બાદ વાળ પર નાખો. ચામાં રહેલા ટેનિન વાળને સિલ્કી એન્ડ શાઈની બનાવવામાં મદદ કરે છે.

લીમડાના પાંદડા
ચાર કપ ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખીને ઉકાળો. તેને આખી રાત રહેવા દો. બીજા દિવસે શેમ્પૂ કર્યા બાદ આ પાણીને વાળ પર નાખો. તેનાથી વાળમાં ખંજવાળ અને ઈન્ફેક્શન દૂર થાય છે. ડ્રેન્ડફ દૂર કરવામાં તે અસરકારક છે.